________________
એની મેં અવજ્ઞા કરી હોય, તથા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળઆ પાંચ જ્ઞાનની અશ્રદ્ધા કરી હોય, હાંસી કરી હોય, જ્ઞાનના ઉપગરણ પાટી પિથી ઠવણી વિગેરેની આશાતના કરી હેય-ઈત્યાદિક જે કાંઈ જ્ઞાનાચાર સંબંધી દેષ લાગ્યો હેય તેને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. ૨ દશનાચાર,
जं समत्तं निस्संकियाइ, अट्ठविहगुणसमाउत्तं ।
धरियं मए न सम्मं, मिच्छामि दुक्कडं तस्स ॥ ૧ નિઃશંકિત, ૨ નિકંખિત, ૩ નિવિતિગિચ્છા, ૪ અમૂઢદિહિ, ૫ ઉપવૃંહણા, ૬ અસ્થિરીકરણ, ૭ વાત્સલ્ય, ૮ પ્રભાવના-આ પ્રકારના ગુણે સહિત જે સમકિત છે તે મેં ધારણ ન કર્યું હોય તેને મિચ્છામિ દુક્કડં દઉં છું. દર્શનાચારને અર્થ૧ નિઃશંકિત – જિનવચનમાં શંકારહિતપણું ૨ નિકંખિત – પરમતની અભિલાષા રહિતપણું. ૩ નિવિતિગિચ્છા–સાધુસાડવાની નિંદા ન કરવી તથા ધર્મના મૂળમાં સંદેહ નહિ કરે. ૪ અમૂઢદિદ્ધિ – અન્યમતના ચમત્કાર તથા મંત્ર દેખી મૂઢદ્રષ્ટિપણું નહિ કરવું. ૫ ઉપખંહણ – સમકિતદ્રષ્ટિ જીવોની શુભ કરણી દેખી તેની અનુમોદના કરવી
પ્રશંસા કરવી વિગેરે. ૬ સ્થિરીકરણ - સિદાતા સ્વામી ભાઈઓને હરકેઈ રીતે ટેકો આપી ધર્મમાં
સ્થિર કરવા, ૭ વાત્સલ્ય-સાધમી બંધુઓનું ભાવ સહિત ભકિતપૂર્વક વાત્સલ્ય કરવું ૮ પ્રભાવના–પવિત્ર જિનશાસનની ઉન્નતિ થાય તેમજ જાહેરજલાલિ વધે તેવા કાર્યો કરવાં.
આ આઠ દર્શનના આચારમાં મેં જે કાંઈ વિપરીત પણે કર્યું હોય, છતી શક્તિએ કરવા લાયક કાર્ય ન કર્યું હોય તેને આત્મસાક્ષિએ ખમાવું છું.
શ્રી અરિહંત દેવાધિદેવની પ્રતિમાની ભાવથી પૂજા ન કરી હોય અગર અભક્તિ કરી હોય તે દોષને મારો મિચ્છામિ દુક્કડં થાઓ. વળી ચૈત્યદ્રવ્યનો વિનાશ કર્યો હોય તથા વિનાશ કરતા બીજા માણસોની ઉપેક્ષા કરી હોય, તે દેષને મારે મિચ્છામિ દુક્કડં થાઓ. જિનમંદિરાદિકની કઈ આશાતના કરતે હેય તેને છતી શકિતએ મેં નિષેધ ન કર્યો હોય, તે દોષને મિચ્છામિ હું દુક્કડં આપું છું. ૩ ચારિત્રાચાર,
जं पंचहिं समिईहिं, तीहिं गुत्तिहिं संगयं सययं । ___ परिपालियं न चरणं, मिच्छामि दुक्कडं तस्स ॥ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત નિર્મળ ચારિત્ર મેં ન પાળ્યું હોય તે દેવને મારે મિચ્છામિ દુક્કડં થાઓ.