________________
૪ તપચાર,
છતી શક્તિએ અવશ્ય તપશ્ચર્યા કરવી જોઈએ તે તપાચાર કહેવાય. શકિત હેવા છતાં તપશ્ચર્યા ન કરી હોય તેને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. પ વીર્યાચાર.
ધાર્મિક કાર્યમાં પોતાનું જેટલું સામર્થ્ય હોય તેટલું ગોપવ્યા વિના વાપરવું તે વર્યાચાર કહેવાય. તે પ્રમાણે જે ન કર્યું હોય તેને હું મિચ્છામિ દુક્કડં દઉં છું.
હવે બારવ્રત સંબંધી આલોચના કહે છે. પ્રાણુતિપાત આલોચના.
મહાઆરંભના કામ આદર્યા હોય, જેવાં કે ઘર ચણાવ્યાં હોય, ટાંકા, ભયરા, વાવ, કુવા તળાવ, વિગેરે કરાવ્યાં હોય તથા મીલ, જીન, સંચા, પ્રેસ બનાવ્યા હોય વિગેરે વિગેરે જેમાં જીવોની હિંસા પારાવાર થઈ હોય, તથા બેઇદ્રિય છે, તેઈદ્રિય
છ ચૌરેન્દ્રિય જીવે, પંચેન્દ્રિય જીવોની ત્રણે કાળમાં જે કઈ વિરાધના કરી હોય તે સર્વપાપોને મન, વચન, કાયાએ કરી ખમાવું છું. મૃષાવાદ આલોચના.
ક્રોધથી, લેભથી ભયથી, હાસ્યથી જે કાંઈ જુઠું બોલ્યા હેઈએ તે સર્વને મન, વચન, કાયાએ કરીને ખાવું છું. અદત્તાદાન આલોચના,
કુડપટથી દગા પાસલા કરી જે કાંઈ અદત્તાદાન લીધું હોય તે મન, વચન કાયાએ કરી ખમાવું છું. મૈથુન આલોચના.
પરસ્ત્રીગમન કર્યું હોય તથા વિશેષ કામક્રીડા કરી હોય, સ્વદારા વિષે અસંતોષ રાખે હોય, કામક્રીડા કરી અતીવ ખુશી થયો હઉ, દ્રષ્ટિવિપર્યાસ કર્યો હોય ઈત્યાદિ મૈથુનવૃત્તિથી જે કાંઈ દે લાગ્યા હોય તેને ત્રિવિધ ત્રિવિધ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં દઉં છું. અર્થાત તે મારૂ સર્વ પાપ નિષ્ફળ થાઓ. પરિગ્રહ આલોચના.
ધન ધાન્યાદિક પરિગ્રહને વિષે અતિ અભિલાષા ધરી હોય પરિગ્રહનું પરિમાણ લઈને વધુ થયે કુટુંબીઓના નામે કરી દીધું હોય અથવા પિતે મર્યાદા ઓળંગી ગયો હઉ આમ તે સંબંધી જે કાંઈ દે લાગ્યા હોય તેને મન, વચન, કાયાએ-કરીને મિચ્છામિ દુક્કડં આપું છું. ઉત્તરગુણ તથા રાત્રિભેજન આલોચના.
રાત્રિભોજન કીધાં હોય, તેમજ રાત્રિભૂજન કરીને ખુશી થયા હોઈએ, રસનેન્દ્રિયની લાલચે અભક્ષ્યાદિક નહિં ખાવા લાયક વસ્તુઓનું ભક્ષણ કર્યું હોય, ઘતે લઈને વિસાય હાય, સૂર્યાસ્ત થયા પછી ખાધું હોય ઈત્યાદિ રાત્રિભેજન સંબંધી દેવા લાગ્યા