________________
IN
કરાજની કથા ] છે અને તીર્થની રક્ષા માટે એક પુત્ર લઈ આવવાની તેણે મને સ્વપ્નામાં આજ્ઞા કરી છે તો તે મૃગધ્વજ રાજા ! તીર્થ રક્ષા માટે એક પુત્રને આપો ' રાજા રાણીએ પુત્ર વિયોગના દુઃખને સમાવી તીર્થ રક્ષા માટે શુકરાજને મોકલ્યો. શુકરાજ તીર્થની રક્ષા અનન્ય ભક્તિપૂર્વક કરવા લાગ્યો, અને તે દરમિયાન વાયુવેગ વિદ્યાધર પાસેથી આકાશગામિની વિદ્યામેળવી અને તેની બેન વાયુવેગા તથા શત્રમદન રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યો, આકાશગામિની વિદ્યાને બળે શકરાજ અને વાયુવેગ તીર્થયાત્રા કરતાં કરતાં પોતાનો સમય ભકિતભાવમાં વીતાવે છે એ અરસામાં એક વખત વૈતાઢય તીર્થની યાત્રા કરવા જતા હતા ત્યારે કોઈ તેજસ્વી સ્ત્રીએ “હે શુકરાજ ! હે શુકરાજ !” એમ બુમો પાડી બોલાવતી સાંભળી શકરાજ અને વાયુવેગ મળ્યા અને તેને પુછયું કે “તમે કોણ છો?' સ્ત્રીએ જવાબ આપે કે “હું ચક્રેશ્વરીદેવી છું અને ગોમેધ યક્ષની આજ્ઞાથી કાશમીર દેશની અંદર આવેલ વિમળાચળ તીર્થની રક્ષા કરવા માટે જતી હતી ત્યારે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર ઉપર થઈ પસાર થતાં રસ્તામાં એક સ્ત્રીના રોવાને શબ્દ સાંભળી હું નીચે ઉતરી. મેં તેને રડવાનું કારણ પુછયું ત્યારે તેણે કહ્યું કે મારા પ્રાણથી પ્યારા પુત્ર શુકરાજને ગાંગલિઝષિ તીર્થ રક્ષા માટે લઈ ગયા છે તેની કશી મને ખબર અંતર ન હોવાથી હું રડી રહી છું. મેં તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે “તમે બીલકુલ ફીકર કરશો નહિ તમારો પુત્ર તેજસ્વી અને પૂણ્યશાળી છે તે સુખી જ હશે આમ છતાં હું ત્યાં જાઉં છું અને તેને તુર્ત તમારી પાસે મોકલું છું” “હે શુરાજા માતાપિતાના ઉપકારને બદલે વાળી શકાતું નથી માટે તમેતુ માતા પાસે જઈ તેમના આત્માને શાંતિ પમાડો.” શુકરાજે કહ્યું “હે દેવિ ! માતા ઉપકારિણી છે તે સત્ય છે પણ નજીક આવેલ તીર્થના દર્શન કરી હું તુર્ત જાઉં છું.” ભગવંતનાં ભક્તિ અને ઉલ્લાસથી દર્શન પૂજન કરી પાછા વળતાંવિદ્યાધર સસરા અને ગાંગલિઝષિની અનુમતિલઈ પિતાએ કરેલ ઉત્સવપૂર્વક શુકરાજ નગરમાં આવ્યો અને માતાપિતાને વંદન કરી તેમના આત્માને સાંત્વન આપી સુખપૂર્વક વિચારવા લાગ્યા.
કેટલાક સમય બાદ મૃગધ્વજ રાજા અને કમળભાળા રાણી બને શકરાજ અનેહંસરાજકુમાર વિગેરેના પરિવાર સાથે ઉદ્યાનમાં વિચારે છે. તેવામાં વીરાંગ સરદારના પુત્ર શુરકુમારે હંસરાજ ઉપર હલો કર્યો અને બન્ને પરસ્પર એક બીજાને હંફાવે તેવી રીતે લડવા લાગ્યા. છેવટે શુકરાજના મંત્રબળની સહાયથી હંસરાજે શુરને ઉપાડીને દૂર ફેક ગાત્ર તુટવાથી તેની શાન ઠેકાણે આવી અને તેણે ગદગદ અવાજે મૃગવ્રજરાજ યુકરાજ અને હંસરાજની ક્ષમા યાચી. મૃગજ રાજાએ શુરને પુછયું તારે પિતા