________________
"
[ શ્રાદ્ધવિધિ
શત્રુંજય હો” તેમ ઘોષણાપૂર્વક પ્રસિદ્ધ કર્યું. આદીશ્વર ભગવાનના દર્શન અને પૂજન કરવાથી શુભાવની વૃદ્ધિ થતાં ચંદ્રશેખરને પોતાના પાપનો અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યો. તે અવસરે મહાદય નામના મુનિરાજના મુખે “અહિ તીવ્ર તપસ્યાથી ગમે તેવાં પાપ નાશ પામે છે. તે વચન સાંભળી વૈરાગ્યરંગિત થઈ તેણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા કરી. અંતે તીર્થમાં કરેલ શુદ્ધ તપના પ્રભાવે ભગિની ભક્તા ચંદ્રશેખર છેવટે કેવળજ્ઞાન પામી મુક્તિ સુખને પામ્યો.
શુકરાએ વિમળાચળમાં રથયાત્રા અને સાધર્મિક વાત્સલ્ય વગેરે કરવાપૂર્વક વિવિધ રીતે શાસનની ઉન્નતિ પૂર્વક તીર્થયાત્રા કરી. શુકરાજને છેવટે પદ્માવતીથી પદ્માકર અને વાયુવેગાથી વાયુસાર પુત્ર થયો. વાયુસારને યુવરાજ પદ આપી બે સ્ત્રીઓ સાથે વૈરાગ્યરંગિત થઈ શુકરા દીક્ષા ગ્રહણ કરી. શકરાજ દક્ષાબાદશત્રુંજય તીર્થે યાત્રાર્થે ગયા અને ત્યાં શત્રુંજય તીર્થ ઉપર જેમ ચઢતા ગયા તેમ હૃદયમાં શુકલધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ચિરકાળ વિચરી શકરાજ અને તેની બે સ્ત્રીઓ મોક્ષ સુખને પામી. શત્રુંજય નામની પ્રસિદ્ધિકરનાર શુકરાજે ભદ્રકપ્રકૃતિને લઈ સમક્તિ અને ત્યારબાદ ઉત્તરોત્તર ગુણ વિકાસ સાધી મુક્તિ મેળવી. આ પ્રમાણે ભદ્રકપ્રકૃતિ ઉપર શુકરાજની કથા. હવે શ્રાવકના ભેદ પૂર્વક શ્રાવકનું સ્વરૂપ જણાવે છે
नामाई चउभेओ, सडो भावेण इत्थ अहिगारो। .. तिविहो अ भावसट्टो, सण वय उत्तरगुणेहिं ॥ ४ ॥
[નાનાતિવર્મલા શા માન સર ધરા
વિષય માવઠા ના તહ અર્થ–શ્રાવક, નામ સ્થાપના દ્રવ્ય, અને ભાવ એ રીતે ચાર પ્રકારે છે. અહિં ભાવશ્રાવકનો અધિકાર છે અને આ ભાવ શ્રાવક દર્શન, વ્રત અને ઉત્તરગુણને લઈ ત્રણ પ્રકારે છે. શ્રાવકના પ્રકાર
ભાવાર્થ-શ્રાવક ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, અને ૪ ભાવ એ રીતે ચાર પ્રકારે છે. જેમ, કેઈ ઈશ્વરદાસ નામ ધરાવે, પણ દરિદ્ધિને દાસ હય, તેમ જેનામાં શાસ્ત્રમાં કહેલાં શ્રાવકનાં લક્ષણ ન હોય, પણ કેવળ શ્રાવકનામથી ઓળખાય તે ૧નામ શ્રાવક. ચિત્રામણની અથવા કણ પાષાણાદિકની જે શ્રાવકની મૂર્તિ તે, ૨ સ્થાપના શ્રાવક ચંડમોત રાજાની