________________
[ શ્રાદ્ધવિધિ
અર્થ યુગપ્રધાન તપાગચ્છાધિપતિ પૂજ્ય શ્રી સોમસુંદર ગુરૂ મહારાજના વચનથી તત્ત્વપામીને પ્રાણીઓના હિત-કલ્યાણને માટે આ ગ્રંથની રચના કરું છું.
ગ્રંથની પ્રથમ ગાથા. सिखिीरजिणं पणमिअ, सुआओ साहेमि किमवी सडढविहिम् । रायांगहे जगगुरुणा, जह भणियं अभयपुटेणं ॥ १॥ [श्रीवीरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् । राजगृहे जगद्गुरुणा. यथाभणितं अभयपृष्टेन ॥]
અર્થ– શ્રી વીરભગવાનને નમસ્કાર કરીને, રાજગૃહ નગરમાં અભયમારના પુછવાથી શ્રી મહાવીર પરમાત્માએ જે રીતે ઉપદેશ કર્યો તે રીતે સિદ્ધાંતના વચનને તથા ગુરૂ સંપ્રદાયને અનુસરીને શ્રાદ્ધવિધિ (શ્રાવક સામાચારી) ગ્રંથને સંક્ષેપમાં કહીશ.
વિશેષાર્થ– શ્રી વીરભગવાનને નમસ્કાર કરીને એ પદથી મંગળ અને શ્રાવિધિને કહીશ' એથી અભિધેય-ગ્રંથમાં કહેવા યોગ્ય જણાવ્યું. બાકીનાથી પ્રોજન અને સંબંધ સમજવાં.
ઝી સિન” એ પદથી (બી) કેવળજ્ઞાન અને અશોકવૃક્ષ વિગેરે આઠ પ્રાતિહાર્ય અને વાણીના પાંત્રીસ ગુણરૂપ અતિશય લક્ષ્મીથી સહિત [ દિગિ] ચરમતીર્થકર ભગવાન મહાવીર પરમાત્મા સમજવા. અહિં વીરપદ જે ગ્રહણ કર્યું છે તે કર્મવિદારણને લઈ સાર્થક છે. કારણકે “કમનો નાશ કરે, તપ વડે શોભે અને તપ પરાક્રમથી યુક્ત હોય તેને શાસ્ત્રમાં વીર કહેલ છે અને જે રાગાદિ રાત્રુઓને જીતે તે જિન કહેવાય. આ વીરપણું દાનવીર, યુદ્ધવીર અને ધર્મવીરના ભેદને લઈ ત્રણ પ્રકારે છે. આ ત્રણે પ્રકાર ભગવાનમાં હોવાથી તેમને વીર કહે છે. કહ્યું છે કે “ડો સેનૈયાના દાનથી જગતના દારિદ્રયચિન્હને દૂર કરવાથી (દાનવીર, સત્તામાં રહેલ સુરાયમાન મેહનીયાદિ કર્મશત્રુઓને નાશ કરવાથી (યુદ્ધવીર) તેમજ કેવળજ્ઞાનના હેતુભૂત દુસ્તપ તપને નિસ્પૃહ મન વડે તપવાથી (ધર્મવીર), આ પ્રમાણે ત્રણે પ્રકારના વિરયશને ધારણ કરનાર ત્રણ લેકના ગુરૂ વિરજિનેશ્વર ભગવાન જયવંતા વર્તો.'
૧ સૂયગડાંગસૂત્ર, ઉપાસકંદશાંગસૂત્ર, અને વિપાકઆદિ સૂત્રમાં શ્રાવકસામાચારીને ઉલ્લેખ છે. વધુ વિગત માટે પ્રસ્તાવના જુઓ.