________________
૧૨
[ શ્રાદ્ધવિધિ શુકરાજની સ્થા* ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું, ત્યાં ઋતુધ્વજ રાજાને પુત્ર મૃગધ્વજ નામનો રાજા રાજ્ય કરતો હતો. વસંતઋતુમાં રાજા અંતઃપુરના પરિવાર સાથે એક વખત ઉધાનમાં ફરવા ગયો, ત્યાં આગળ આંબાના વૃક્ષનીચે બેઠેલ અપ્સરા સરખી પોતાની રાણીઓને દેખી રાજા મલકાયો અને વિચારવા લાગ્યો કે “જગતમાં આવી સુંદર પમિણું રાણુઓ ભાગ્યે જ કોઈને ત્યાં હશે. આ સમયે આંબાના વૃક્ષ ઉપર બેઠેલા પિપટે કહ્યું કે કુવામાં રહેલા દેડકાને બીજું કોઈ જળાશય મોટું લાગતું નથી તેમ હે રાજા ! જગતની સ્ત્રીઓને નહિદેખેલ હેવાથી તું મને કલ્પિત અહંકારથી ફુલાય છે પણ જે ગાંગલિ ઋષિની પુત્રી કમલમાલાને તું જુવે તો તારા અંતઃપુરના રૂપ પ્રત્યે તારૂં અભિમાન ઉતરી જશે.” રાજા ઘડા ઉપર પાછળ અને પોપટ આગળ એમ જોત જોતામાં વનમાં પાંચસો જે જન ગયા પછી એક ઋષભદેવ ભગવાનનું મંદિર આવ્યું ત્યાં રાજાએ ભગવાનનાં ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા. પછી દર્શનબાદ ગાંગલિઝષિ રાજાને પોતાના આશ્રમમાં લઈ ગયે. ત્યાં તેનો ઉચિત સત્કાર કરી ઋષિએ કમળભાળા રાજા વેરે પરણાવી. અને રાજાને દાયજામાં પુત્રની સંતતિ આપનાર એક મંત્ર આપ્યો. અને છેવટે રાજા અને કમળમાળાને ઋષિએ વિદાય આપી.
રાજાએ ત્રાષિને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો માર્ગ પુછયો. બષિ કહે મને બીલકુલ માહિતી નથી. પોપટ આગળ થયો અને રાજા તથા કમળમાળા પાછળ પાછળ ચાલ્યાં. છેટેથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગર દેખતાં પોપટ અટક્યો, અને જણાવ્યું કે “હે રાજા! તારી ચંદ્રાવતી રાણી તેના ભાઈ ચંદ્રશેખરને તમારી ગેરહાજરીને લાભ લઈ સિન્ય સાથે રાજયનો કબજો આપવા લઈ આવી છે આથી નગરમાં શત્રુ સૈન્ય સાથે હાલ યુદ્ધ થાય છે. રાજા ચમકે. પોપટે કહ્યું “ફીકર ન કરો સૌ સારૂં થશે તેટલામાં તો પોતાનું સૈન્ય સામે તેને મળ્યું અને ચંદ્રશેખર ભેટશું લઈ રાજાને પગે પડી કહેવા લાગ્યો કે “મહારાજ ! આપની ગેરહાજરીમાં શત્રુઓ ગેરલાભ ન લે તેથી નગરરક્ષા માટે હું આવે, તેનો આપના સૈન્ય ઉલટા અર્થ કર્યો અને આ અથડામણ ઉભી થઈ શંકા છતાં સરલ રાજાએ તે વાતની ઉપેક્ષા કરી અને પિપટ તરફ જોયું તો પોપટ જણાયો નહિ. રાજાએ માન્યું કે ઉપકારને બદલે ન લેવો પડે માટે આ ઉપકારી ચાલ્યો ગયો જણાય છે. તપાસ કરી પણ તે ન જડ તે નજ જડા.
+ ગ્રંથમાં આ કથા ખુબ વિસ્તૃત છે તેનેજ અહિં સંક્ષેપી લેવામાં આવી છે,