________________
શ્રાવક ધર્મને એગ્ય કે? ત્રિદંડીનો ભક્ત છે. તેને ગુરૂમહારાજે ઘણી મહેનતથી પ્રતિબો અને
સ્વીકારેલ સમક્તિને વિષે દઢ કર્યો છતાં પણ પૂર્વ પરિચિન ત્રિદંડીના વચનથી પાછો તેના ઉપર દષ્ટિરાગ થયો અને તેથી સમકિત વમી અનંતકાળ સુધી " સંસારમાં ભમ્યો.
વિશ્વસેન ભવ મલયાપુર નગરમાં ઈન્દ્ર નામના રાજા અને વિજયા નામની રાણીને પુત્ર થયો. તેનું નામ વિશ્વસેન રાખ્યું. સમય જતાં ઈન્દ્ર રાજા મૃત્યુ પામ્યા અને વિશ્વસેન રાજા બન્યો. અને તે વિશ્વભૂતિ નામના ત્રિદંડીને પરમ ઉપાસક થયે. પ્રસંગ મળતાં વૈરાગ્ય અને ગુરૂ ઉપદેશથી યથાપ્રવૃત્તાધિકરણ કરીને વિશ્વસેન સભ્યત્વ પામ્યો. નિરંતર ગુરૂના ભાવનાવાહી ઉપદેશથી દઢ બની એ સમૃત્વને મહાચિંતામણિ રત્નની પેઠે સાચવવા લાગ્યો. અને મિથ્યાત્વી ગુરૂ તેમજ મિથ્યાત્વી ધર્મથી દૂર રહી તેમાં દૂષણ ન લાગે તે માટે પૂરતી કાળજી રાખવા લાગ્યા. આ વાત વિશ્વભૂતિ ત્રિદંડીએ સાંભળી અને તેથી તે પિતાના ઉપાસકને ફરી પોતાનો કરવા મલયાપુર નગરમાં આવ્યો, ત્યાં આવી તેણે ઘેર તપશ્ચર્યા અને મંત્ર તંત્રથી નગરના લેકને ખેંચવા માંડ્યા. નગરના ઘણું લોકે તેના દર્શને ગયા. સમ્યકત્વની મલિનતાના ભયે રાજા ન ગયે. છેવટે થાકી વિશ્વભૂતિએ રાજાને કહેવરાવ્યું કે “પૂર્વ પરિચયને આમ જલદી અંત આવી ગયો? મળવામાં કે વાતચિતમાં શું નુકશાન થશે?” રાજા દાક્ષિણ્યતાથી ગયો એટલે ત્રિદંડીએ અનેક ચમત્કાર અને મંત્રો શિખવ્યા, રાજા લોભાયો અને તેને પૂર્વ કુદણિરાગ ફૂર્યો. સમક્તિ વમી નાંખ્યું અને પહેલાં કરતાં પણ વધુ વિશ્વભૂતિને ભક્ત બને એટલું જ નહિ પણ જૈનધર્મ અને ગુરૂની નિંદામાં તત્પર થયો અને ધર્મ હારી ગયે. આ રીતે દષ્ટિરાગી ધર્મ પાળી શકતું નથી.
વિશ્વસેનના ભવ પછી અનુક્રમે ધન શ્રેષ્ઠિને પુત્ર સુભગ થયો ત્યાં વિષયરાગથી ધર્મને હારી જઈ ગૃહપતિને પુત્ર સિંહ, જિનદત્તસૂતા જિનશ્રી, ધનંજય પુત્ર કુબેર, ધનાઢયને પુત્ર કુબેર, અને શ્રેષ્ઠિપુત્ર સોમદત્ત થઈ ક્રોધ માન માયા લેભથી સમ્યક્ર ત્વરત્ન હારી ગયો. ત્યારપછી ધનશ્રેષ્ઠિના સુત સુંદરના ભવમાં હિંસાથી, મણિભદ્રના ભવમાં મૃષાવાદથી, રેહિણીશ્રાવિકાના ભવમાંવિકથાથી હારતાં હારતાં પુંડરિકના ભાવમાં સર્વવિરતિ થઈ ચૌદપૂર્વ ભણ્યો. ત્યારપછી સિંહવિક્રમ, ભાનુકુમાર, ઈન્દ્રદત્ત થઈ સર્વાર્થસિદ્ધમાં જઈ બલિનરેન્દ્ર થયે. અને બલિનરેન્દ્ર થયા પછી કુવલયચંદ્ર કેવળી પાસેથી પિતાને વૃતાન્ત સાંભળી ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામ્યું અને આજે ગુણ નિષ્પન્ન નામથી મને ભુવન ભાનકેવળી કહે છે, “હે રાજા જિનશાસન મને શરણભૂત થવાથી મારે વિસ્તાર થયો તેમ તારો પણ તેથી નિસ્તાર થશે. છેવટે ચંદ્રમૌલિ રાજાએ કેવળી ભગવંત પાસે દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યા ..