________________
૧૧ પૂજા બાદ પરિવાર સાથે ભાભના વિચારપૂર્વક મુનિ મહારાજને દાન આપી ભેજન કરવું ૧૨ ભજન બાદ ગંઠસી વિગેરે પચ્ચકખાણ કરી બે ઘડી ઘરે વિશ્રાન્તિ લેવી. ઉનાળાને દિવસ હોય તે થેડી વાર ઉંઘવું અને બીજી ઋતુ હોય તે ન ઉંઘતાં ઘરના માણસો સાથે ઉચિત વાતચીત કરવી. અને પુત્રપરિવાર આદિને શિખામણ તથા હિત વચન કહેવાં. ૧૩ આ પછી ન્યાયપૂર્વક ધન સંપાદન કરવામાં જોડાવું. આ ધન મેળવવામાં વ્યવહારશુદ્ધિ, દેશાચાર અને ઉચિતાચરણનું ખાસ ધ્યાન રાખવું. ગૃહસ્થ જીવન જીવનારને પિતાને પરિવાર ન સદાય તે ધ્યાન રાખી અર્થ ઉપાર્જન કરવું કર્તવ્યરૂપ છે. ૧૪ ચાર ઘડી દીવસ બાકી રહે ત્યારે દુકાનેથી ઘેર આવી સાંજનું વાળુ-ભજન કરવું. ૧૫ ભેજન બાદ વિશ્રાંતિ લઈ જિનમંદિરે જઈ ધૂપ દીપાદિથી દ્રવ્યપૂજા તથા ચૈત્યવંદન આદિથી ભાવપૂજારૂપ સાંજની જિનેશ્વર ભગવાનની પૂજા કરવી ૧૬ આ પછી ઉપાશ્રયે ગુરૂ મહારાજની સાથે સાંજનું દેવસી પ્રતિક્રમણ કરવું. ૧૭ પ્રતિક્રમણ બાદ ગુરૂની સેવા ભક્તિ કરવી અને ત્યારબાદ થોડો સમય પૂર્વે ભણેલ ઉપદેશમાળા, શ્રાવક દિનકૃત્ય વિગેરે જે કાંઈ આવડતું હોય તેનું પુનરાવર્તન કરવું. ૧૮ આ પછી ઘરે આવી ઘરના માણસો સાથે ધર્મ સંબંધી વાતચીત કરે અને પોતાની આવડત મુજબ ધર્મોપદેશ આપી ધર્મમાં સ્થિર કરે. ૧૯ ત્યારબાદ પગ જોઈ ચાર શરણું, સંથારા પોરિસી વિગેરે ગણી નવકારનું ધ્યાન ધરતે શુદ્ધ પથારીમાં સુઈ જાય. ૨૦ કદાચિત રાત્રે નિદ્રા ઉડી જાય તે કામરાગને જીતવાના, કષાયને છોડવાના, સંસારની વિષમતાના અને હું ગૃહસંસારમાંથી કયારે છૂટો થઈ સંયમ માર્ગે વિચરીશ તેના વિચાર કરી ભાવિત અંતકરણ બનાવે. તેમજ સ્ત્રી આદિના અશુચિભાવને વિચારી બ્રહ્મચર્યમાં દઢ રહે ૩ પકૃત્ય.
બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ. ચૌદસ, પૂનમ, અમાસ, ચૌમાસી ચૌદશ, જ્ઞાન પંચમી, ઓળી, પષણ, કલ્યાણક દિવસો વિગેરે ૫ર્વ કહેવાય છે. આ પર્વના દીવસે વિશેષે કરી ધમકૃત્ય કરવું. પૌષધ કરે, આરંભ સમારંભ ઓછા કરવા. બ્રહ્મચર્યનું પાલન કરવું, શકિત મુજબ તપ કરવું વિગેરે. આ સર્વ વાત પ્રકાશ ત્રીજામાં ગ્રંથકારે જણાવેલ છે. ૪ ચોમાસી કૃત્ય.
કાર્તિક, ફાગણ અને અષાડ આમ ત્રણ ચમાસી ગણાય છે. તેમાં પણ વર્ષોમાસું જેની ઉત્પત્તિવાળું હોવાથી તેમાં વિશેષ ધર્મકરણી કરવી. આને અધિકાર દર ચઉમાસી. ચૌદશે વ્યાખ્યાનમાં વંચાય છે તે વાતને અહિં ગ્રંથકારે ચોથા પ્રકાશમાં સંગ્રહેલ છે. ૫ વર્ષ કૃત્ય.
૧ સંધપૂજા કરવી, ૨ સાધાર્મિક વાત્સલ્ય કરવું. ૩ યાત્રાઓ કરવી, ૪ સ્નાત્ર મહોત્સવ કરવા, ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ૬ મહા પૂજા કરવી, ૭ રાત્રિ જાગરણ કરવું,