________________
ચ્યા પછી પાંચ અભિગમ સાચવી “નિસિહીકહી “નમે જિણા” બોલવાપૂર્વક પ્રવેશ કરી ત્રણ પ્રદક્ષિણા દેવી. અને ભગવાનની ગુણગંભીર સ્તુતિ કરવી સ્તુતિ કર્યા બાદ દહેરાસરના બહારના મંડપમાં કરે બરાબર વળાયો છે કે કેમ? તેની તપાસ કરવી તથા દેરાસરનું નામું લખવું વિગેરેની સાર સંભાળ લેવી અને દ્રવ્યપૂજાની સામગ્રી કેસર વિગેરે તૈયાર કર્યા બાદ બીજી નિસાહિ કહી ગભારામાં દાખલ થવું, ત્યાં અંગપૂજા તથા અગ્રપૂજા કરે. આ પૂજા કર્યા બાદ શ્રાવક ત્રીજી નિસીહિ કરી ગભારામાંથી નીકળી જમણી બાજુએ રહી અવગ્રહ સાચવી ભાવપૂજારૂપ ચૈત્યવંદન. નાટક ગીત વિગેરે કરે. આ ભાવપૂજા અષ્ટપ્રકારી વિગેરે ભેદે કરીને અનેક પ્રકારે થાય છે. આ પૂજા વિધિપૂર્વક થાય તે માટે શ્રાવકે ચૈત્યવંદનભાષ્યના બેહજાર ચમ્મતેર ભેદને વિચાર તેમજ જિન મંદિરની આશાતનાને વિચાર કરો તેમજ દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય સંબંધીની પણ સમજ મેળવવી.
જિનપૂજા બાદ જ્ઞાનાચારાદિ પાંચ આચારમાં દઢ બનેલ શ્રાવક ગુરૂવંદન ભાષ્યમાં જણાવેલ વિધિ મુજબ વંદન કરી ગુરૂની પાસે પચ્ચખાણ લે અને તેમની સામે બેસી ધર્મોપદેશ સાંભળે તથા કાંઈક નવીન અભ્યાસ કરે. આ પછી મુનિ મહારાજને સંયમના નિર્વાહની પૃચ્છા કરે અને તેમને ઔષધ વિગેરે જે કાંઈ જરૂર હોય તેની વ્યવસ્થા કરે તથા ગુરૂને ઘેરે નિમંત્રણ કરી વિધિપૂર્વક વહેરાવે.
ववहारसुद्धि-देसाइविरुद्धच्चाय-उचियचरणेहिं ।
तो सुणइ अत्थचितं, निव्वाहितो निअं धम्मं ॥ ७॥ ભાવાર્થ–શ્રાવક વ્યવહારશુદ્ધિ દેશાદિવિરૂદ્ધ વસ્તુને ત્યાગ અને ઉચિતાચરણપૂર્વક પિતાના ધર્મને બાધ ન આવે તે રીતે ધન ઉત્પન્ન કરવાની વિચારણા કરે.
ધાર્મિક કૃત્યબાદ શ્રાવક પિતાના વ્યવહારિક કૃત્યમાં પ્રવર્તે અને ધન મેળવવાની વિચારણામાં જોડાય. કારણકે ગૃહસ્થજીવન ધન સંપાદન કર્યા વગર નભી શકતું નથી.
આ ધન સંપાદનમાં શ્રાવકને ત્રણ વસ્તુ અવશ્ય ધ્યાન રાખવી. ૧ વ્યવહારશુદ્ધિ. ૨ દેશાદિ વિરૂદ્ધ ત્યાગ. અને ૩ ઉચિતાચરણ. કારણકે ધર્મિષ્ઠ ગણાતે શ્રાવક વ્યવહારશુદ્ધિ ન રાખે તે તેની નિંદા સાથે ધર્મની પણ નિંદા થાય. અને જે દેશાદિવિરૂદ્ધ વસ્તુના ત્યાગ તરફ લક્ષ ન આપે તે ધન સંપાદન કરેલું હોય તે પણ જાય, નિંદાય અને કેઈક વખત સુશ્કેલીમાં મુકાય. તેમજ જે માણસ ઉચિતાચરણ જાણ નથી તે માણસ સંપત્તિશાળી દાનવીર અને પરોપકારી હોય છતાં તે ઠેકાણે ઠેકાણેથી પાછો પડે છે અને નિંદાય છે.
मझुण्हे जिणपुआ, सुपत्तदाणाइ जुत्ति भुंजित्ता।
पच्चकूखाइ अ गीअत्थअंतिथे कुणइ सज्झायं ॥८॥ ભાવાર્થ-વ્યવહાર ચિંતા બાદ શ્રાવક ઘેર આવો સૌ પ્રથમ ભગવાન આગળ નવેવ ધરી બીજી વાર પૂજા કરી. સુપાત્રદાન આપવાની વ્યવસ્થા કરી ભજન કરે અને શક્તિ મુજબ ભોજન બાદ સુગુરૂ પાસે જઈ પશ્ચશ્માણ કરે અને સ્વાધ્યાય કરે.