________________
વિચાર કરી વૈરાગ્ય ભાવનાને દઢ કરે અને હું સંસારમાં કયાં સુધી પડ્યો રહીશ તે વિચારવાપૂર્વક સંચમ ભાવનાને વિચાર કરે. ૩ પવકૃત્ય.
पव्वेसु पोसहाइ, बंभअणारंभ तवविसेसाइ ।
आसोअ चित्त अट्ठाहिअ पमुहेसु विसेसेणं ॥११॥ ભાવાર્થ–સુશ્રાવકે પર્વ દિવસેને વિષે તેમાં પણ વિશેષ કરીને આસે તથા ચૈત્ર માસની ઓળીમાં પિષધ આદિ કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. આરંભનો ત્યાગ કરે અને વિશેષ તપસ્યા કરવી.
જીવન ચંચળ માની સુશ્રાવકે હંમેશાં ધર્મકરણી કરવી જોઈએ પણ કદાચ તે ન બને તે બીજ પાંચમ આઠમ અગિઆરસ ચૌદસ અને પુનમ અમાસરૂપ બાર પર્વને વિષે, જિનેશ્વર ભગવાનના કલ્યાણકના દિવસે, ચૈત્રી આની એાળીને વિષે અને પર્યુષણાદિકના દિવસોમાં સવિશેષ ધર્મકરણી કરવી જોઈએ.
આ પર્વના દિવસે આરંભ સમારંભને ત્યાગ કરે, યથાશક્તિ તપ કરે, પૂજા સેવા કરવી, બ્રહ્મચર્ય પાળવું, સચિત્તને પરિહાર કરે, પૌષધ કરે વિગેરે નિયમ પાળવા. ૪ ચાતુર્માસિક કૃત્ય
पहचउमासे समुचिअ, नियमगहो पाउसे विसेसेण । ભાવાર્થ-શ્રાવકે દરેક માસામાં તથા ઘણું કરી વર્ષાકાળના ચોમાસામાં ઉચિત નિયમ ગ્રહણ કરવા.
જે શ્રાવકે પ્રથમ પરિગ્રહ પરિમાણ વિગેરે નિયમ પ્રહણ કર્યા હોય તે ચોમાસામાં તેને સવિશેષ સંક્ષેપ કરે અને નિયમ ન લીધા હોય તો લેવા. જે નિયમ જે સમયે લેવાથી બહુ ફળ થાય તથા જે નિયમ ન લેવાથી ઘણી વિરાધના થાય તેને ઉચિત નિયમ કહે છે.
માસામાં આરંભ સમારંભ ત્યાગ કરે, આદ્ર નક્ષત્ર બેસતા પહેલાં કેરીને ત્યાગ કરે, રાયણુ ન ખાવી, ગાડાં બળદ વિગેરેને ન જોડવા વિગેરે વિગેરે નિયમો. તથા જ્ઞાનાચાર દર્શનાચાર વિગેરે પંચાચારના વિશિષ્ટ નિયમો ગ્રહણ કરી માસામાં વિશેષે સંશુદ્ધ જીવન ગાળવું. ૫ વર્ષકૃત્ય.
पइवरिसं संघचण, साहम्मिअभत्तिजत्ततिगं ॥ १२॥ जिणगिहिण्हवणं, जिणधणवुट्टी-महपूअ-धम्मजागरिआ ।
સુપૂત્ર , તાતિસ્થામાવળ લોહી I શરૂ
ભાવાર્થ-૧ સુશ્રાવકે વર્ષોવર્ષ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની ભક્તિ અને બહુમાન કરવા પૂર્વક સંધપૂજા કરવી. ૨ વર્ષોવર્ષ સાધર્મિ બાઈઓને મદદ કરવા પૂર્વક સાધમિક