________________
મધ્યાહનની પૂજા કરી, ગુરૂમહારાજને વહેરાવી શ્રાવક પોતે વિધિપૂર્વક ભોજન કરે ભજનબાદ ગુરૂ મહારાજને વાંદી દિવસ ચરિમ અગર ગંઠસીનું પચ્ચક્ખાણ લે અને ત્યાર પછી શ્રાવકના કર્તવ્ય જણાવનાર. યેગશાસ્ત્ર, દિનકૃત્ય વિગેરેને પિતાની અનુ કુળતા મુજબ સ્વ __संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ कुणइ तह विहिणा।
विस्समणं सज्झायं, गिहंगओ तो कहइ धम्मं ॥ ९ ॥ ભાવાર્થ-શ્રાવક સંધ્યા વખતે ફરીથી જિન પૂજા કરે. પછી વિધિપૂર્વક સાંજનું પ્રતિક્રમણ કરે અને પ્રતિક્રમણ બાદ ગુરૂ મહારાજના પગ દબાવવા વિગેરે સેવા ભક્તિ કરે અને પૂર્વ ભણેલાને સ્વાધ્યાય કરે. આ પછી, ઘેર જઈ ઘરના માણસને ધર્મોપદેશ કહે. | મુખ્ય માર્ગે શ્રાવકે હંમેશાં એકાસણું કરવાં જોઈએ પણ જે તે ન કરી શકે તે છેલ્લી બે ઘડી પહેલાં વાળુ કરી ચૌવિહાર કરે. ૨ રાત્રિ કલ્ય.
ચૌવિહાર કર્યા બાદ સૂર્યાસ્ત વખતે વંદિત્તસૂત્ર આવે તે પ્રમાણે ધ્યાન રાખી દેવસી પ્રતિક્રમણ કરે. આ પ્રતિક્રમણની વિધિ સંબંધી પ્રાચીન ગાથાએ કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રની વૃત્તિમાં સંગ્રહેલી છે. પ્રતિક્રમણ બાદ મુનિ મહારાજની સેવાયાવચ્ચ કરી ખરો શ્રમણે પાસક બને. આ પછી પ્રથમ ભણેલાં શ્રાદ્ધદિનકૃત્ય, ઉપદેશમાળા વિગેરે ગ્રંથે જે યાદ હોય તેનું પુનરાવર્તન કરે અગર સંયમરથ વિગેરેની વૈરાગ્ય વદ્ધિની ગાથાઓનું ચિંતવન કરે. આ પછી ઘરે આવી ઘરના માણસે આગળ વ્યાખ્યાન આદિના પ્રસંગો વર્ણવે અગર તેમની આગળ પિતાની આવડત મુજબ ધર્મોપદેશ આપે.
पायं अबभविरओ, समये अप्पं करेइ तो निदं ।
निद्दोवरमे थी तणु-असुइत्ताइ विचिंतिज्जा ॥१०॥ ભાવાર્થ-આ પછી સુશ્રાવક ઘણું કરીને સ્ત્રી સંગથી દૂર રહી અવસર થાય ત્યારે અલ્પ નિદ્રા લે. કદાચ રાત્રે નિદ્રા ઉડી જાય તે સ્ત્રીના શરીરની અશુચિ ભાવના ભાવી બ્રહ્મચર્યમાં સ્થિર રહે.
ધર્મોપદેશ કરી રહ્યા બાદ. લગભગ પહેાર રાત્રિ જાય ત્યારે શ્રાવક પવિત્ર પથારીમાં બેસી દેવ ગુરૂનું સ્મરણ કરી નિયમેને સંક્ષેપી “છે દુષ ઉમાશોની ગાથા ભણી સાગારિક અણુસણ સ્વીકારી અ૫ નિદ્રા લે. કારણવશાત રાત્રે નિદ્રા ઉડી જાય તો કામ બુદ્ધિ ઉપર જય મેળવવા સ્ત્રીના શરીરની અશુચિને અને બ્રહ્મચર્યવાન પુરૂષનાં દષ્ટાંતે સંભાળી કામ રાગ ઉપર જય મેળવે, કષાયને ત્યાગી સમતા રસમાં છલનાર મહાપુરૂષોનાં ચરિત્ર સંભાળી કપાય ઉપર વિજય મેળવે, સંસારની વિષય સ્થિતિને