________________
આ બે અધિકારમાં શ્રાવકને યોગ્ય સર્વ વિચાર અનેક શાસ્ત્રપાઠે વિવિધ દલીલે, રહસ્યો અને સુંદર નિપૂર્વક દર્શાવ્યું છેશ્રાવક અને સાધુધર્મને પ્રતિપાદન કરનારા અદ્યાવધિ પૂર્વાચાર્યોને હાથે તૈયાર થયેલ સકલ ગ્રંથોમાં આ ગ્રંથ શિરોમણિ છે. કેમકે તેમાં પૂર્વાચાર્યોના સર્વ ગ્રંથોનું અવગાહન, સ્વાનુભવ અને ચિંતનને ઉપગ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ૧૭ મંથની સાક્ષિ ઓ અને ૨૬ ગ્રંથકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ગ્રંથનું સંશોધન ન્યાય વિશારદ ન્યાયાચાર્ય ઉ. યશોવિજયજી ગણિવરે કરેલ છે. એટલું જ નહિ પણ તેમને જ્યાં જ્યાં વિશેષ ઉમેરવા જેવું લાગ્યું ત્યાં ત્યાં તેમણે ઉમેરો કર્યો છે અને આ ઉમેરાને મુદ્રિત પ્રતિમાં [ ] આ કેસથી દર્શાવેલ છે.
આ ગ્રંથની પ્રસ્તાવના લખતાં ૫.પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવ સાગરાનંદ સૂરીશ્વરજી કહે છે કે यदुतावधि मुद्रिता ये ग्रन्था एतद्भाण्डागारकार्यवाहकैरन्याभिश्च संस्थानिः परं તેડુ સર્વેનું રોમેવ મૂર્ધામિબિmો. “આજ સુધી આ સંસ્થાના કાર્યવાહકોએ અને બીજી સંસ્થાઓએ સાધુ અને શ્રાવકધર્મને પ્રતિપાદન કરનારા ગ્રંથ બહાર પડયા છે તેમાં આ ગ્રંથ શિરોમણિરૂપ છે. ' ઉપદેશપ્રાસાદા-આ ઉપદેશપ્રાસાદ ગ્રંથના કર્તા આચાર્ય વિજયલક્ષ્મીસુરિજી છે તે તપાગચ્છની દેવસુર અને અણસુર શાખા પૈકી અણસુર શાખામાં થયેલા છે. – વિજયાનંદસૂરિ, વિજયરાજરિ, વિજયમાનસુરિ, વિજયઋદ્ધિસરિ, વિજયસૌભાગ્યસુરિ અને તેના વિજયલક્ષ્મીસરિ થયા છે.
આ. આચાર્ય વિજયલક્ષ્મીસરિએ અતિસુગમ અને સર્વને ઉપયોગી નીવડે તે ઉપદેશ પ્રાસાદ ગ્રંથ બનાવ્યો છે. આ ગ્રંથમાં તેમણે ૩૬૦ દીવસના ત્રણસો સાઠ વ્યાખ્યાને આપ્યાં છે. આ ગ્રંથને ૨૪ સ્થંભ અને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વ્યાખ્યાન ૧ થી ૬૧ સુધી સમ્યક્ત્વનું સ્વરૂપ અને તેને ૬૭ ભેદનું સ્વરૂપ વિવિધ દષ્ટાંત અને યુક્તિઓ દેખાડી બતાવ્યું છે. વ્યાખ્યાન ૬૨ થી ૧૬૫ સુધી બાર વ્રતનું સ્વરૂપ અતિચાર અને તેને અંગેના વિવિધ વિષયેનું સ્પષ્ટીકરણ તથા તે તે વ્રત ઉપર ભિન્ન ભિન્ન કથાઓ આપી રોચક બનાવેલ છે. આ પછી વ્યાખ્યાન ૧૬૫ થી ૧૯૫ સુધી, ભજન વિધિ, સ્નાન વિધિ, પૂજા વિધિ, દાનની વિધિ, યાત્રા વિધિ, અને દેવદ્રવ્ય સંબંધી વિચાર દર્શાવ્યા છે. આ પછી બાકીના વ્યાખ્યાનોમાં પણ જ્ઞાન, દર્શન, તપ અને વીર્યાચાર સંબંધીનું વિસ્તૃત વિવેચન કથાઓ સાથે આપવામાં આવેલ છે.
ટુંકમાં ઉપદેશ પ્રાસાદ સમગ્ર શ્રાવક ધર્મના પ્રતિપાદન રૂપ જ છે. આ ગ્રંથને વિવિધ દ્રષ્ટાંતો આપી ખુબ રોચક બનાવેલ હોવાથી આજે પણ મુનિપુંગવ સવિશેષે વ્યાખ્યાનાદિમાં વાંચે છે.
આ ઉપરાંત પણ તત્વાર્થ, ઉપદેશ રત્નાકર, સમ્યકત્વ સમિતિ, ધન પાળ કવિકૃત શ્રાવક આચાર ઑત્ર વિગેરે ઘણા ગ્રંથોમાં શ્રાવકધર્મને અધિકાર આવે છે તેમજ વાસુપૂજ્ય ચરિત્ર, શાંતિનાથ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર વિગેરે લગભગ બધાં સ્વતંત્ર તીર્થકરના ચરિત્રમાં પૂર્વભવના અધિકારમાં સમ્યકત્વ તથા બારવ્રતાનું સ્વરૂપ કથાસહિત બતાવવામાં આવે છે.
તેમજ આગમ ગ્રંમાં ઉપાસક દશાંગ, આવશ્યકસૂત્ર, સમવાયાંગ, જ્ઞાતાધમ, સૂયગડાંગ અને ભગવતીસૂત્રમાં શ્રાવકધર્મને અધિકાર આવે છે. આ સિવાય પણ છૂટક છૂટક અનેક ઠેકાણે આગમોમાં શ્રાવકધર્મને અધિકાર આવે છે. તે વાત શ્રાદ્ધવિધિકારે ટીકામાં આપેલ ગ્રંથની સાક્ષિ ઉપરથી સ્પષ્ટ થાય છે.