________________
પપ
આ ગ્રંથ સૌ પ્રથમ લખાયેલ છે. કારણ કે, શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર, વિ. સં. ૧૪૯૯માં, શ્રાદ્ધવિધિ વિ. સં ૧૫૦૬ માં અને આચાર પ્રદીપ વિ. સં. ૧૫૧૬ માં રચ્યો છે.
આ ગ્રંથની ૧૫૦૬ માં લખાયેલ એક પ્રાચીન પ્રતિ ડહેલાના ઉપાશ્રયના ડા ૧૨ ની બીજી પ્રતિ છે. આ પ્રતિને અંતે એક સુંદર અતિહાસિક પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિમાં જણાવ્યું છે કે પાટણમાં પોરવાડ વંશીય મંડન, વત્સ, ડુંગર, પર્વત અને નર્બદ પાંચ ભાઈ હતા. તેમાં ત્રીજા ડુંગર સંધવીને મંચુ નામે પત્ની હતી. આમના પુત્ર ગણરાજે પોતાના પૌત્રાદિ સહિત લાખ ગ્રંથો લખાવ્યા છે.
આ ડુંગર સંઘવીના પૂર્વજોનાં ૧૩૭૭ થી ૧૫૭૧ સુધીનાં વૃતાંત ઠેર ઠેર પ્રતિઓમાં ઉપલબ્ધ થાય છે, કારણ કે આજ કુટુંબના કાન્હા નામના શ્રાવકે સં. ૧૫૭૧ માં વિકરત્નસૂરિના ઉપદેશથી ડ ૧ ના ત્રીજી પ્રતિ લખાવ્યાની નોંધ છે. આમ બીજી પણ ઘણી પ્રતિઓમાં આ કુટુંબના હાથે થયેલાની સત્કૃત્યેની નોંધ મળી આવે છે,
આ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં વંદિતાની પચાસ ગાથાઓની ટીકા છે ગ્રંથકારે વૃત્તિમાં શ્રાવકેના વિશેષ ધર્મ રૂપ સમ્યકત્વ મેલ બાર વતનું અતિવિશદ્ સ્પષ્ટીકરણ અને તેની સાથે શ્રાવકને ઉપયોગી અનેક વિયેને પ્રતિપાદન કરેલ છે. તેમજ દરેક વિધ્ય સૌ કઈ સહેલાઈથી સમજી શકે માટે દરેક વ્રત ઉપર એકેક કથા આપી તેનું સ્પષ્ટીકરણ કરેલ છે.
આચારપદેશ–આ ગ્રંથના કર્તા રત્નસિંહસૂરિ શિષ્ય ચારિત્રગણિ છે. આ ચારિત્રગણિ, વિક્રમ સંવત ૧૫૧૦માં થયેલા છે તે વાત રત્નસિંહરિની પ્રશસ્તિથી સમજાય છે.
ચારિત્રગણિએ આ ગ્રંથને છ વર્ગમાં બનાવ્યો છે પહેલા વર્ગમાં ૬૨ શ્લેક આપ્યા છે, આ ૬૨ શ્લેકામાં પ્રથમ પ્રહરની શ્રાવક કરણી આપવામાં આવી છે, બીજા વર્ગમાં ૬૪ શ્લોક આપવામાં આવ્યા છે એમાં બીજા પ્રહરની શ્રાવકની કરણી આપવામાં આવી છે. ત્રીજા વર્ગમાં ૫૪ શ્લોકે આપેલા છે. આમાં બાકીના બે પ્રહરની કરણી તથા શ્રાવકના ૨૧ ગુણ અને ન્યાયસંપનવિભવ વિગેરેનું વર્ણન આપેલ છે. ચેથા વર્ગમ ૨૮ શ્લેકામાં રાત્રિકૃત્યનું વર્ણન આપેલ છે અને પાંચમા વર્ગના ૩૪ શ્લોકમાં પવકૃત્ય જણાવેલ છે. છઠ્ઠા વર્ગને ૨૩ શ્લોકમાં શ્રાવકનું સદાકાળનું કર્તવ્ય જણાવી ગ્રંથ પૂર્ણ કરેલ છે.
આ આચારપદેશ ગ્રંથમાં શ્રાદ્ધવિધિની પેઠે છએ દ્વાર સંક્ષેપમાં આપવામાં આવ્યાં છે.
ધર્મસંપ્રહ–આ ૧૪૬૦૦ શ્લેક પ્રમાણુ ધર્મ સંગ્રહ ગ્રંથ વિ. સં. ૧૭૩૧ વૈ. શુ. ૩ના દિવસે રાજનગરીમાં ઉ. માનવિજયજી ગણિવરે લખ્યો છે અને તે ગ્રંથનું સંશોધન ઉ. મહામહેપાધ્યાય ન્યાય વિશારદ યશોવિજય ઉપાધ્યાય ગણિવરે કરેલ છે.
આ ધર્મસંગ્રહ બે ભાગમાં અને ત્રણ અધિકારમાં વહેંચાયેલ છે. પહેલા ભાગમાં ગ્રંથકારે શ્રાવકધર્મની વિસ્તૃત વ્યાખ્યા આપી શ્રાવકધર્મને સામાન્યધર્મ અને વિશેષ ધર્મ એમ બે ભેદ પાડ્યા છે. પ્રથમ અધિકારમાં સૌ પ્રથમ ધર્મની વ્યાખ્યાબાદ સામાન્યધર્મમાં ૧ ન્યાય સંપન્નવૈભવ મેળવે ૨ સરખા કુલાચારવાળા પરંતુ અન્યગોત્રીય સાથે વિવાહ કર વિગેરે સામાન્ય ગૃહધમ બતાવ્યું છે અને ત્યારબાદ નિશ્ચય અને વ્યવહારથી ધર્મનું સ્વરૂપ તથા આદિધાર્મિક, ગદષ્ટિએ, દેશનાની વિધિ અને શ્રાવકધર્મની ગ્યતા અગ્યતાને વિચાર દર્શાવી પ્રથમ અધિકાર પૂર્ણ કર્યો છે.
બીજો અધિકાર સમ્યકત્વ, બારવ્રતનું વિસ્તૃત સ્વરૂપ, તેના અતિચારે, ૩૬૩ પાખંડિના ભેદે, કમદાન, સાતક્ષેત્ર, શ્રાવકદિનચર્ચા, આશાતના, વ્યવહારશુદ્ધિ, દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, ચાતુર્માસિકકૃત્ય, વાર્ષિકકૃત્ય અને જન્મકૃત્ય જણાવી પૂર્ણ કર્યો છે.