________________
શ્રાવકનાં છ કૃત્ય.
૧-૨ દિનકૃત્ય-રાવિકૃત્ય આ સામાન્ય વિશેષ ધર્મયુક્ત શ્રાવકની દિનચર્યા કેવી હોય તે સંબંધી. શ્રાદ્ધ દિનકૃત્ય, યોગશાસ્ત્ર ઘમસંગ્રહ, શ્રાદ્ધ વિધિ અને આચારોપદેશમાં સર્વ વિગત આપી છે જો કે આ બધા ગ્રંથમાં દર્શાવેલ વિધિ મુખ્યત્વે તે એક સરખી છે.
૧ બાહ્મ મુહૂરે ઉઠવું. ૨ ઉઠતાંની સાથે નવકાર ગણવા. ૩ પિતાના વ્રત નિયમ સંભારવા. ૪ પેશાબ, ઝાડાની શંકા દૂર કરવી. ૫ રાઈ પ્રતિક્રમણ કરવું તેમાં કુવાદિને કાર્યોત્સર્ગ તથા પ્રત્યાખ્યાનાદિ કરવું ૬ પ્રતિક્રમણ બાદ મંગળ સ્તુતિ કરવી. ( ભગવાન મહાવીર. ગૌતમાદિ ગણધરો. પૂર્વાચાર્યો અને સતીઓના ગુણ ગર્ભિતપદ્યો કહેવાં. ૭ દેરાસરે જઈ જિનદર્શન કરવું. ચૈત્યવંદન કરવું અને ભગવાનની સાક્ષિએ પચ્ચકખાણ ઉચ્ચરવું. દેવદર્શન વિધિ
શુદ્ધ વસ્ત્ર પહેરી ફળ નૈવેદ્ય અક્ષત વિગેરે ગ્રહણ કરીને જિનેશ્વર ભગવંતના દર્શન કરવા જવું, જિનમંદિરના પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતાં સંસારવ્યવહારની અથવા ઘર સંબંધીની સર્વ ક્રિયાઓ ત્યાગ કરવા માટે “નિસાહિ” આ શબ્દ બોલ, મધ્ય દ્વારે મૂળ નાયકના દર્શન કર્યા બાદ મંદિર ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી. આ પછી મધ્યકારે થઈ રંગમંડપમાં પ્રવેશ કરતાં પહેલાં બીજી “નિશીહિ' દહેરાસર સંબંધી વ્યાપારના ત્યાગ માટે કહેવી. પ્રભુથી સાડા ત્રણ હાથ દૂર ઉભા રહીને સુંદર રાગવાળા અને જેમાં પ્રભુનાં ગુણોનું વર્ણન હોય તેવા લોકોથી કે પદોથી પ્રભુની સ્તુતિ કરવી. પછી ચાખાને સ્વસ્તિક કરી જ્ઞાનદર્શન ચારિત્રની ત્રણ ઢગલી કરી ઉપર સિદ્ધસિલાની આકૃતિ કાઢવી તે ઉપર નેવેવ મુકવું. પછી દ્રવ્યપૂજાના ત્યાગરૂપ ત્રીજી નિસાહિ કહી ત્રણ ખમાસમણ દઈ ચિત્યવંદન કરવું.
૮ આ પછી ઘરે આવી દંતશુદ્ધિ આદિ કરવી, નોકર ચાકરેને સૂચના આપવી. તથા ભેજન આચ્છાદન વિગેરે સંબંધી ઘરની ચિંતા કરવી ૯ આ પછી ગુરૂનાં દર્શને જવું. અને ગુરૂવંદન કરવું ગુરૂવંદન વિધિ
૧ ગુરૂ સમીપે જઘન્ય અવગ્રહ–સાડા ત્રણ હાથ છેટે ઉભા રહી પ્રથમ બે ખમાસમણ દેવાં, પછી–
૨ “ ઈચ્છકાર સુહરાઈ” ને પાઠ કહે પછી.
૩ ખમાસમણ મુદ્રાએ રહી ઈછા છંદિ. ભગવાન અભુઠિઓમિ અબ્લિતર રાઈએ ખામેલ ? એમ કહી અબ્યુટિઓ ખામ.
વંદન પછી ગુરૂની પાસે પચ્ચકખાણ લેવું, ઉપદેશ સાંભળ, સુખ સાતા પૂછવી, તેમની પ્રતિપત્તિ કરવી. ૧૦ આ પછી ઘરે આવી સ્નાન કરી પૂજા કરવી.