Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
49
We recieved your Letter dated 24th July 06. Glad to know that you are preparing Abhinandan Granth for Shri Shekharchandra Jain.
We are in contact with him for the last 15 to 18 years. He is really doing great things for society above and beyond his mean. His work is really appriciable. We the Zaveri Family wish him all the best in future and present efforts.
Amit Shah, Khusali Z. Shah, Sajiv Shah,Vedika Shah Pradhuman Zaveri, Dhanlaxmi Zaveri, Pavan Zaveri, Meenal Zaveri, Manan Zaveri
સુજ્ઞ મહાશય, આપશ્રી ડૉ. શેખરચન્દ્ર જૈન અભિનંદન ગ્રંથ ‘સ્મૃતિયોં કે વાતાયન સે' એ નામથી પ્રકાશિત કરવાનો નિર્ણય ર્યો છે એ શુભ સમાચાર જાણી અમારો સમાજ (JSOU ના સમગ્ર સમાજને) ઘણો જ આનંદ વ્યક્ત કરે છે.
ડૉ. શેખરચંદ્ર જૈન અમેરિકામાં આવી અમારા સમાજમાં ઘણાં વ્યાખ્યાનો ર્યા, પૂંજામાં પણ હાજરી આપી યોગ્ય માર્ગદર્શન આપેલ છે. તેમજ પાઠશાળાના વિદ્યાર્થીઓને જૈન ધર્મના સિદ્ધાંતો ત્થા પૂજાનો મહિમા સમજાવી અમારા સમાજને જૈન ધર્મનું જ્ઞાન આપી ઘણા જ ઉપયોગી થયા છે.
તેઓએ શ્રી આશાપુરા મા જૈન હોસ્પિટલ માં ગરીબોની સેવા થઇ શકે તે ધ્યાનમાં રાખી તીર્થંકર વાણીના લાઇફ ટાઇમ મેમ્બર્સ બનાવી અમારા સમાજ તરફથી હોસ્પિટલ અંગે દાન પ્રાપ્ત કર્યુ, સાથે-સાથે તીર્થંકર વાણી દ્વારા અમારા સમાજને ઘેર બેઠાં જૈન સિદ્ધાંતો તથા અન્ય મુનિ મહારાજો, જ્ઞાનમતી માતાજીનાં વ્યાખ્યાનો, ઉપદેશો વગેરે અમારા સમાજને હિન્દી, ગુજરાતી, ઇંગ્લીશ ભાષામાં મોકલી આપી
સમાજને જ્ઞાનધારા આપી છે તે બદલ સમાજ એમનો આભારી છે.
જૈન સમાજ ઓફ યુ એસ એ તેમના અભિનંદન અને વિવાહ તિથિ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે । છે તેમજ તેઓ તંદુરસ્ત રહે, દીર્ઘાયુષી થાય તેવી અમો જિનેન્દ્ર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અંતમાં સમસ્ત સમાજનું કલ્યાણ થાય એ જ શુભેચ્છા.
1
કુમારપાળ એ. શાહ (પ્રમુખ- ન્યુજર્સી, જૈન સમાજ ઓફ યુ.એસ.એ.)
1
સ્મૃતિયોં કે વાતાયન સે, ડૉ. શેખરચન્દ્ર અભિનંદન ગ્રંથ ૨૦૦૭ પ્રકાશિત કરવાનું નક્કી કરેલ છે તે બદલ અભિનંદન સમિતિને અમારા અભિનંદન.
ડૉ. શેખરચંદ્ર જૈનના પરિચયમાં અમો છેલ્લાં પાંચ વર્ષથી આવ્યા છીએ અને અમોએ તેમની સેવાઓ સંસ્થાઓમાં તન-મન અને ધનથી આપી રહ્યા છે.
‘તીર્થંકર વાણી’માં તેઓએ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લીશમાં જે વિચારો દર્શાવ્યા છે અને જૈન શાસ્ત્રોનું લખાણ આપ્યુ છે તે વાંચી અમોને ઘણું બધું જૈનધર્મનું જ્ઞાન મળેલ છે.
બાલ જગત ભાગ-૧ ત્થા બાલજગત ભાગ-૨, ઇંગ્લીશ ત્થા ગુજરાતીમાં તેઓએ અમોને તૈયાર કરી આપ્યા છે અને સમગ્ર વિશ્વમાં અમો તેનો પ્રચાર કરવાના છીએ. આ કાર્ય અભિનંદનીય છે.
પૂજા સંગ્રહ બુક જૈન સમાજ ઓફ યુ.એસ.એ.ની જે પ્રિન્ટિંગ કરી આપી છે તેમા તેઓએ જે યોગ્ય માર્ગદર્શન આપી અને તેઓએ ખૂબ જીણવટ ભરી પ્રકાશિત કરી આપી છે તે બદલ તેઓને અભિનંદન