Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
528)
ઐતિહાસિક પ્રમાણો અનુસાર આ નગરની જમીનના માલિક કુંજર જાતિના જાટ હતો. શેરે પંજાબ મહારાજા રણજીતસિંહના દાદા સરદાર ચરતસિંહે (ચડતસિંહે) આ ધરતી ઉપર સને ૧૭૫૦ માં સેનાની છાવણીની સ્થાપના કરી હતી. તેમજ અહીં તેમણે પોતાનું નિવાસસ્થાન પણ બનાવ્યું હતું. ત્યારબાદ તેમના પુત્ર સરદાર મહાસિંહે આ નગર વસાવ્યું હતું. પિતાના મૃત્યુ પછી મહાસિંહ આ નગરના રાજા બન્યા અને તેમણે ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યું. મહારાજા મહાસિંહના પુત્ર રણજીતસિંહનો જન્મ સને ૧૭૮૦માં થયો અને તેઓ મહાસિંહના મૃત્યુ પછી આ નગરના રાજા બન્યા. નગરની સુરક્ષા માટે નગરને ફરતો મોટો કોટ અને તેમાં નગરમાં પ્રવેશવા તથા જવા માટેના આઠ વિશાળ દરવાજા બનાવ્યાં. રાજા રણજીતસિંહ અત્યંત પ્રતાપી રાજા હતા. તેમણે પોતાની રાજ્યસત્તામાં સતત વધારો કર્યો હતો અને તેમના પ્રભાવથી અન્ય રાજાઓ થરથર કાંપતા હતા. રાજ્યસત્તા વધતાં રણજીતસિંહે પંજાબની રાજધાની લાહોરમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું અને તેઓ ત્યાં રહેવા લાગ્યા હતા, પણ તેમને પોતાના જન્મસ્થળ પ્રત્યે અપાર સ્નેહ હતો. તેથી તેઓ અવારનવાર ગુજરાંવાલા આવતા અને તેઓ લાડમાં ગુજરાવાલાને ગોકુલ કહી પુકારતા.
જૈનોનું આગમન :
ગુજરાંવાલામાં રાજા મહાસિંહે પ્રજાના કલ્યાણ અર્થે અને નગરમાં બધી જ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે તેમણે જુદાં જુદાં બજારો નિર્મિત કરાવ્યાં. ત્યાં તેમણે અનાજનું મોટું બજાર નિર્મિત કરાવ્યું. આથી પંજાબના જુદા જુદાં નગરોમાંથી દુગડ, બરડ, લોઢા, જખ, મુન્હાની, લીગા, પારખ, ગદહિયા આદિ ગોત્રના જૈનો પણ વેપારાર્થે અહીં આવી વસવા લાગ્યા. તેઓ અહીં કાપડ, અનાજ, ધાતુના વાસણો, લોખંડ, ઘી-તેલ, અત્તર, કરિયાણું, લાકડાનો સામાન, સુતળી વગેરેનો ધંધો કરવા લાગ્યા. અહીં જૈનો મોટા ભાગે જેમાં હિંસા ન થતી હોય અથવા ઓછી હિંસા હોય તેવા ધંધામાં જોડાયા હતા. તેઓ વેપારધંધામાં | અત્યંત પ્રમાણિક અને નિષ્ઠાવાન હતા. કોઈનેય નુકશાન કરી છેતરીને ધન કમાવવાની લાલસા ન હતી કે કોઇનેય ઠગવાની ભાવના ન હતી. તેઓ પોતાનું ગુજરાન ન્યાનીતિથી ચલાવતા હતા. તેમની ભાવના માત્ર પૈસા કમાવવાની જ નહીં પણ લોકોને સારી વસ્તુઓ આપી સંતોષ આપવો તે જ તેમનો સિદ્ધાન્ત હતો. એટલું જ નહીં તેઓ ગરીબ અને અભણ પ્રજાને સાચી સલાહ પણ આપતા હતા. આથી ગામેગામ | જૈનો સારી એવી સાખ મેળવી શક્યા હતા. એટલું જ નહીં પણ અહીંના લોકો જૈનોને ભાવડા તરીકે ! ઓળખતા હતા. ભાવડા શબ્દનો અર્થ જેના ભાવ વડા-ઉત્તમ અથવા ઊંચા છે તે. અર્થાત્ ઊંચી ભાવનાવાળા ! લોકો તરીકે જૈનો પ્રસિદ્ધિ પામ્યા હતા. વર્તમાનકાળે આ અંગે પંજાબી જૈનો સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે તે વખતના લોકો પોતાના કોઇપણ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે જૈનો પાસે આવતા. જૈનો ન્યાયનીતિથી | ઉકેલ શોધી આપતા, પરિવારમાં સુલેહ સંપ વધે તેવી સલાહ આપતા, તેથી પરિવારના બધા જ લોકો આનંદ પામતા અને સુખી થતા હતા. આથી જ જૈનોના ઉકેલને તેઓ માથે ચડાવતા. બધાજ લોકો જૈનોને સન્માન આપતા. જૈનો ચોવિહાર-સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેતા હોય છે. તે સમયે કોઈ મુસલમાન દુકાને આવ્યા હોય તો તેઓ મર્યાદા જાળવવા અને પવિત્રતા ખાતર નીચે ઉતરી જતા અને ભોજન પત્યા બાદ જ પુનઃ જયારે શ્રાવકો બોલાવે ત્યારે જ દુકાનમાં પ્રવેશતા. આવી તેમની સાખ હતી. તેઓ વ્યાપાર સાથે ધર્મ ધ્યાન પણ કરતા. પરંતુ હજુ કોઇ મંદિર કે ઉપાશ્રયનું નિર્માણ થયું ન હતું. સહુ સાથે મળી કોઈના ઘરે પ્રતિક્રમણ આદિ કરતા હતા.