Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti

Previous | Next

Page 572
________________ 527 જળ એકતાનું શાળાના મહેન્દ્ર એ. શાહ પર્વ ગવર્નર, લાયંસ ક્લબ કહેવાય છે કે કલિયુગમાં સંઘશક્તિ જ મહત્ત્વપૂર્ણ છે. તેના વડે જ આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીશું. આપણે જાણીએ છીએ કે આપણી જૈનોની સંખ્યા દેશમાં ગણતરીની દૃષ્ટિએ અત્યલ્પ છે, પણ શિક્ષણ, વ્યાપાર વગેરેમાં તેઓ સર્વોચ્ચ પદે છે. રાજનીતિમાં તેઓ પછાત જ છે. આ પછાતપણું દૂર કરવા માટે આપણે હવે સંગઠિત થઈ રાજનીતિમાં પણ સફળતા મેળવવી પડશે ત્યારે જ આપણે આપણા પ્રશ્નોનો સાચો ઉકેલ પ્રાપ્ત કરી શકીશું. ભગવાન મહાવીરના નિર્વાણ પછી આપણે વિભક્ત થઈને અનેક સમ્પ્રદાય, ; ઉપસંપ્રદાય, ગચ્છોમાં વિભાજિત થયા છીએ પણ સમયની માંગને અનુલક્ષીને પુનઃ એકતાના સૂત્રમાં બંધાઈ જવું પડશે. જો આપણે ઊંડાણથી વિચાર કરીએ તો આપણા સિધ્ધાંતોમાં ૯૫ ટકા કોઈ ભેદ નથી. ક્રિયાકાંડમાં ભેદ હોઈ શકે. પણ ક્રિયાકાંડ તે સિદ્ધાંત કે મૂળધર્મ નથી માટે તેનો વધારે વિચાર કરવો જોઇએ નહીં. ક્રિયાને આપણે વ્યક્તિગત ધોરણે મૂલવવી જોઈએ. પણ સિદ્ધાંત તે આગમ વચન છે, તેમા આપણે ક્યાં જુદા છીએ? હું માનું છું કે જો આખા દેશમાં ૩૬નાં આંકડા જેવા પક્ષો એક સાથે મળીને સરકાર ચલાવી શકતા હોય તો આપણે કેમ કોમન મુદ્દાઓ પર એક થઈ સાથે ન રહી શકીએ? આપણા સાધુ ભગવંતો, શ્રેષ્ઠિઓ, વિદ્વાનોએ આની પહેલ કરવી જોઇએ. આપણો સમાજ આજે પણ સાધુઓ દ્વારા ચીંધેલા માર્ગે જ ચાલે છે અને જો બધા સાધુઓ | સમન્વય સ્થાપિત કરે-કરાવે તો આપણે એક મહાશક્તિ તરીકે બહાર આવી શકીએ ! છીએ. આથી પરસ્પર પ્રેમ વધશે-સહકાર સધાશે.. હું તો પ્રારંભથી જ તેનો હિમાયતી રહ્યો છું. ભારત જૈન મહામંડળ ગુજરાતના |

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580