Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti

Previous | Next

Page 575
________________ 530 ' અરે! અમે ઘરે પણ નગરપાલિકાના પાણીને પણ રિવર્સ ઓસ્મોસીસ (આર.ઓ.) દ્વારા ફિલ્ટર કર્યા પછી જ વાપરીએ છીએ. આમ છતાં વધુમાં વધુ માંદાં પડતાં હોય તો આવા લોકોનાં જ બાળકો. શું કારણ? પોતાના બાળકોના આરોગ્યના રક્ષણ માટે જાગૃત મા-બાપ,એ માટે મિનરલ વોટર કે ફિલ્ટર કરેલ { પાણીનો આગ્રહ રાખે એ સ્વાભાવિક છે અને આવી માન્યતા ધરાવનારાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી ગામડાં કે જંગલના ફુવારાઓના પાણીને ફિલ્ટર કરી મિનરલ વોટરના નામે બોટલમાં ભરી ભરીને વેચીને પાણીમાંથી પૈસા ઊભા કરતી દેશી-વિદેશી કંપનીઓને ઘી-કેળાં જ છે. આનાથી વિરુદ્ધ સામાન્ય શ્રમજીવી પરિવારનાં બાળકો ગમે ત્યાંથી ગમે તેવું પાણી પીએ છે છતાંય ખાસ માંદા પડતા નથી. વસ્તુતઃ આ બાળકો જન્મતાંની સાથે જ આ પ્રકારનું જ પાણી પીને મોટા થયાં હોય છે. એટલું જ નહિ તેમના મા-બાપ, દાદા-દાદી પણ વર્ષોથી આ પ્રકારનું પાણી પીતાં હોય છે. પરિણામે એ બાળકોએ પહેલેથી જ કુદરતી રીતે આ પ્રકારના જીવાણુ સામે લડી લેવાની રોગપ્રતિકારક શક્તિ મેળવી લીધી હોય છે અને તેમના મા-બાપ, દાદા-દાદી તરફથી આવી રોગપ્રતિકારક શક્તિ વારસામાં - લોહીના સંસ્કાર તરીકે મળી હોય છે. આ બાબત સ્વાભાવિક છે. એના ઉપર સંશોધનની કોઈ આવશ્યકતા નથી. ભારતના લોકો માટે આમાં કોઈ જ આશ્ચર્યજનક બાબત નથી પરંતુ પરદેશના કહેવાતા સંશોધક વિજ્ઞાનીઓ ભારતની – આફ્રિકાની આ પરિસ્થિતિ જોઈ તેનું સર્વે કરે છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે. પરિણામે આ અંગે તેઓ સંશોધન કરવા પ્રેરાય છે. આવા વિજ્ઞાનીઓનું સંશોધન આર.ઓ. સિસ્ટીમ, એક્વાગાર્ડ અને મિનરલ વોટરનો આગ્રહ રાખનારાઓ માટે ચોંકાવનારું છે. તેઓ કહે છે કે જે મા-બાપ પોતાના બાળકને શરૂઆતથી જ તદન જંતુમુક્ત વાતાવરણમાં, એરકન્ડીશનમાં ! રાખે છે, ક્યાંય કોઇનો ચેપ લાગી ન જાય તેની ચીવટ રાખે છે, એ બાળકો વધુ માંદા પડે છે. આવા બાળકોના શ્વાસમાં જરા સરખી પણ ધૂળ કે ધૂળના રજકણો જાય કે બહારનું કુવા કે નળનું ચાલું પાણી પણ પીએ તો માંદા પડી જાય છે. એટલે બાળકમાં રોગપ્રતિકારકશક્તિ વધે એવું જો મા-બાપ ઇચ્છતા હોય તો ; જન્મતાંની સાથે વિશેષ કોઇ બિમારી ન હોય તો સ્વાભાવિક વાતાવરણમાં, બીજાં બાળકોની માફક રેતી અને ધૂળમાં રમતાં તથા નદી, સરોવરનાં પાણીમાં સ્નાન કરતા કરવા જોઇએ અને એ રીતે તેનો પ્રકૃતિ | સાથેનો સંબંધ અખંડ રહેવો જોઈએ. કૃત્રિમ વાતાવરણ ગમે તેટલું સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત હોય પરંતુ તે ! કુદરતી વાતાવરણની તોલે આવતું નથી. પ્રાચીન કાળથી નગરોનું નિર્માણ નદી કિનારે થતું આવ્યું છે અને જે નગર નદી કિનારે કે દરિયા કિનારે ! ન હોય ત્યાં વાવ, કુવા, તળાવની પ્રધાનતા રહેતી હતી. કુવા, તળાવ, નદી, નાળાનું પાણી વહેતું હોવાથી કે સ્વચ્છ રહેતું એટલું જ નહિ એ પાણીમાં પૃથ્વીમાં રહેલ ખનિજ દ્રવ્યો, ક્ષારો વગેરે પણ ભળેલાં રહેતા, જે શરીર માટે આવશ્યક છે. એથી ઉલ્ટે આર.ઓ. સિસ્ટમ દ્વારા ફિલ્ટર કરેલ પાણીમાં ટીડીએસ ક્ષારો ઓછા કરવાની લ્હાયમાં શરીર માટે ઉપયોગી ક્ષાર, ખનિજ પણ ગળાઈ જાય છે પરિણામે આવું પાણી ગમે તેવું ચોખ્ખું, સ્વચ્છ, ડિસ્ટિલ્ડ વોટર જેવું હોવા છતાં મનુષ્યના આરોગ્ય માટે સારું રહેતું નથી. બીજી તરફ એક્વાગાર્ડ વગેરેનાં અસ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી જંતુમુક્ત કરેલ પાણીમાં કદાચ ટીડીએસ ક્ષારો ઓછાં થતાં નથી પરંતુ અસ્ટ્રાવાયોલેટ કિરણો જેમ રોગના જીવાણુ-બેક્ટોરિયાનો નાશ કરે છે

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580