________________
534 ! રહ્યા. આજે તેમનો વિપુલ પ્રશંસક વર્ગ (બધા શ્વેતાંબર બંધુઓ) છે. તેઓએ જૈન એકતાના સમર્થનમાં
જીવન અર્પિત કરેલ છે અને તેના પ્રતીક રૂપે તેઓએ ભાવનગરમાં ‘ભારત જૈન મહામંડળ'ની સ્થાપનામાં ખુબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવીને સ્થાપક મંત્રી તરીકેની સેવાઓ આપી છે અને વર્તમાનમાં ગુજરાત એકમ માં ઉપાધ્યક્ષ પદે સેવા આપી રહ્યા છે. જૈન સમાજ સંગઠિત બની રાષ્ટ્રીયકક્ષાએ સારું કાર્ય કરે તેવી તેમની ભાવના છે. આ ઉદેશ્યથી જ તેઓ છેલ્લા ૧૨-૧૩ વર્ષથી પરદેશમાં પ્રવચનાર્થે જાય છે અને કોઈ પણ વ્યક્તિગત આર્થિક લાભ વગર પ્રચાર કાર્ય કરી રહ્યા છે.
તેઓ વૈદકીય સહાય ઉપરાંત શિક્ષણ સહાય માટે પણ પ્રયતશીલ રહ્યા છે. સમાજના બાળકો આર્થિક મુશ્કેલીના કારણે ભણતરથી વંચિત ન રહે તે માટે તેઓ તેમને શક્તિ પ્રમાણે મદદરૂપ થવાનો પ્રયાસ કરે ! છે અને ૨૦૦૫માં તેઓને ગણિની આર્થિકા જ્ઞાનમતી સર્વોચ્ચ પુરસ્કારમાં રૂા. ૧ લાખ પ્રાપ્ત થયા હતા. તેઓએ તુરત જ પોતાના રૂ. ૧ લાખ ઉમેરી ૨ લાખનો ફંડ જૈન એજ્યુકેશન ટ્રસ્ટ વતી રીઝર્વ બેંકમાં મૂકી દીધેલ અને તેના વ્યાજમાંથી ગરીબ વિદ્યાર્થિઓને મદદ મળે માટે પોતાના સ્વ. પિતાશ્રી ના નામે “શ્રી પન્નાલાલ જૈન વિદ્યાર્થી સહાય ફંડનો પ્રારંભ કરેલ છે. આ ટ્રસ્ટની તેઓ નિરંતર વૃદ્ધિ થાય તેના પ્રયતો કરતા રહે છે. આ ઉપરાંત પુસ્તકો-નોટો વગેરે ની મદદ કરે છે.
તેમનો અભિનંદન તે હકીકતે તેમની સેવાવૃત્તિનો અભિનંદન છે. “તીર્થકર વાણી'માં પ્રકાશિત પત્રો, લેખોમાં ક્યાંય પંથવાદ કે પક્ષપાત નથી. આગમની વાણીને મહત્વ આપવામાં આવે છે પછી તે દિગંબર શાસ્ત્રોમાંથી હોય કે શ્વેતાંબર શાસ્ત્રોમાંથી. તેઓ ઉત્તમ સાહિત્ય દ્વારા સમાજને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય તે જ ભાવના રાખે છે.
તીર્થકર વાણી” ક્યારેય સામાજિક ઝઘડામાં પક્ષકાર બની નથી, તેનો તો પ્રયત રહ્યો છે કે આવા ! ઝગડા કે જે સમાજને વિભાજિત કરે છે તે બંધ થવા જોઈએ તેઓ સ્પષ્ટ માને છે કે પત્રિકા અને પત્રકાર | સમાજમાં જોડવાનું કાર્ય પુલ બનીને કરે ખીણ બનીને તોડવાનું કામ ન કરે. સમાજને ગેરમાર્ગે દોરનારા ! મુનિ કે શ્રાવકોના શિથિલાચરણ ઉપર તેઓએ નિર્ભીકતાથી કલમ ચલાવી છે. કારણ કે પૂજ્ય અને પ્રતિષ્ઠિત લોકોના આચરણ સમાજને માર્ગદર્શન આપે છે જો તેમના આચરણ જ ઠીક ન હોય તો સમાજની કુસેવા જ થાય છે. સમ્મદ શિખરના મામલે બન્ને પક્ષોને સમાધાન માટે સતત પ્રેરિત ક્ય હતા. આવી છે પત્રિકાને શ્રુતસંવર્ધન અને અહિંસા ઈન્ટરનેશનલના પુરસ્કારો પ્રાપ્ત થયા છે તે તેની તટસ્થતા-નિર્મીતા- ! એકતાના પ્રતીકરૂપે ગણી શકાય.