Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti

View full book text
Previous | Next

Page 574
________________ T529 શાલિક લિઇ દળો શ શાહ લિ. પાણી થઇ છે ના? પ.પૂ.પંન્યાસ શ્રી નંદીઘોષવિજય ગણિ થોડા વખત પહેલાં શિકાગો અમેરિકાથી અમારા પૂર્વાવસ્થાના (સંસારી) મામાની પુત્રી તથા તેમનો પુત્ર આવેલ. વિજ્ઞાન અને ધર્મ અંગેની ચર્ચા ચાલી રહી હતી તે દરમ્યાન તેમના પુત્રએ બે - ત્રણ વખત આસ્થાલીન નામની દવાના પંપનો ઉપયોગ કર્યો. આ દવા સામાન્ય રીતે અસ્થામા – દમના દર્દીઓ શ્વાસ ચઢે ત્યારે લેતા હોય છે. એટલે મેં સ્વાભાવિક તેમને પછયું આપને અસ્થામાની વ્યાધિ છે? તેનો પ્રત્યુત્તર આપતાં તેનાં મમ્મી દર્શનાબહેને કહ્યું : “ના, એણે દમની વ્યાધિ નથી પણ અમેરિકાની અપેક્ષાએ અહીંનું વાતાવરણ પ્રદૂષિત - ધુમાડા અને ધૂળના રજકરણોવાળું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે એટલે બહાર જઈએ ત્યારે અડધા અડધા કલાકે એક વાર પંપ લેવો પડે છે.” વાત સાંભળીને આશ્ચર્ય થયું. અહીં રહેતા આપણે સૌ એ જ વાતાવરણમાં રહીએ છીએ છતાં આપણને શ્વાસ ચઢતો નથી કે પંપ લેવો પડતો નથી. જ્યારે અમેરિકાથી આવેલ નવી પેઢીના બાળકો-યુવાનોને અહીંના વાતાવરણમાં પ્રવેશતાંની સાથે જ દમની અસર વર્તાવા લાગે છે. કારણ કે એ યુવાનો અમેરિકામાં જ જમ્યા છે અને મોટા થયા છે. તેઓ ભારત ભાગ્યે જ બે – ત્રણ વર્ષે એકવાર ૧૫-૨૦ દિવસ માટે આવતા હોય છે એટલે એકદમ સ્વચ્છ - પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જ તેમનો ઉછેર થયેલ હોવાથી, ભારતના વાતાવરણમાં રહેલ અશુદ્ધિ - જીવાણુ આદિ સામે લડવાની તેમના શરીરમાં કોઇ જ પ્રતિકારકશક્તિ (Resistance Power). હોતી નથી. પરિણામે સામાન્ય પ્રદૂષિત વાતાવરણ પણ તેઓનાં શરીરમાં રોગ ઉત્પન્ન કરી દે છે. આ જ બાળકોનાં માતા-પિતા જે ભારતમાં જન્મી, ભારતમાં જ મોટા થયા પછી અમેરિકા, યુરોપ ગયા છે તેઓ અહીં આવે છે ત્યારે તેઓને કોઈ તકલીફ થતી નથી. આવું જ પાણીની બાબતમાં પણ છે અને અત્યારે તો મિનરલ વોટર એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. લોકો ગર્વથી કહેતા હોય છે કે અમે બહાર જઈએ ત્યારે મિનરલ વોટર જ વાપરીએ છીએ. બહારનું ગમે તેવું પાણી અમે પીતાં જ નથી.

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580