Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti

Previous | Next

Page 570
________________ 525 ભારત પધારો, અમારી ચિંતા ન કરો. ત્યારે આ વલ્લભસૂરિજીએ કહ્યું કે એક પણ શ્રાવક પાકિસ્તાનમાં બાકી રહ્યો હશે ત્યાં સુધી હું પાકિસ્તાન છોડીશ નહીં. અહીં ઉપાશ્રયમાં જ ૨૫૦ શ્રાવકો છે. તેમને છોડીને હું હરગીજ નહીં જાઉં. આમ તેમણે શ્રાવકોની સુરક્ષા ખાતર ભારત જવાનું ટાળ્યું. શ્રાવકોની ચિંતા કરવા લાગ્યાં. સાચા અર્થમાં શાસનના રખેવાળ સાચા સંઘનાયક અને શ્રાવકોના સાચા માતાપિતા બન્યા. સાથે સાથે અન્ય મૂલ્યવાન સામગ્રીની પણ ચિંતા હતી જ. । ભારત જવું દિવસે દિવસે અઘરૂં બની રહ્યું હતું. કપરાં દિવસોનાં એંધાણ વર્તાય રહ્યા હતાં. છતાંય તેમણે શ્રાવકાને હિંમત આપી જણાવ્યું કે આપણી સાથે શીલવતી સાધ્વીજીઓ છે. એટલે જરાય ડરવાની । જરૂર નથી. આપણે તેમને પ્રતાપે ભારત હેમખેમ પહોંચી જઇશું. પણ હજુ આપણી પાસે સમય છે એટલે આપણી સામગ્રી સુરક્ષિત કરી દઇએ. ભવિષ્યમાં આપણે પાછી આપી તેને મેળવી શકીશું. શ્રાવકોએ તે સમયે ચા માટે વપરાતી લાકડાની પેટીઓ મેળવી અને તેમાં હસ્તલિખિત ભંડારના બધા જ ગ્રંથો મૂકી બંધ । કર્યા. તમામ પ્રતિમાજીઓ અને અન્ય સામગ્રીઓ એક કરી એક જગ્યાએ સુરક્ષિત મૂકી અને દિવાલ ચણી ! દીધી, જેથી કોઇનેય ખબર ન પડે કે અહીં પૂર્વે કાંઇ હતું. ત્યારબાદ પૂ. આ વલ્લભસૂરિજી શ્રાવકો સાથે ભારત તરફ ચાલી નીકળ્યા. આ. વલ્લભસૂરિના આંખમાં આંસુ અને અંતરમાં અસહ્ય વેદના હતી. પરંતુ મનને મક્કમ કર્યા વગર છૂટકો ન હતો. તેમણે ભારે હૈયે પંજાબ છોડ્યું. પણ મનમાં તો હંમેશાં પંજાબ રહ્યું. જીવનના છેલ્લા શ્વાસ સુધી મારૂં પંજાબ, મારૂં પંજાબ કરતા રહ્યા. । આ વાતને વર્ષો વીતી ગયા. પૂ. આ. વલ્લભસૂરિજી સતત ચિંતા કરતાં કાળધર્મ પામ્યા હવે તેમની ચિંતા તેમના સમુદાયમાં તથા શ્રાવકોમાં ફેલાણી. ત્યાં મૂકીને આવેલ સામગ્રી પરત મેળવવા કોશિશ કરી. ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસી રહ્યા હતા. બધી વસ્તુઓ પરત આવશે કે કેમ તેની સતત ચિંતા 1 રહ્યા કરતી હતી. જ્ઞાનભંડાર દિવાલ ચણીને એવી રીતે સુરક્ષિત કરી દીધો હતો કે બહારથી આવનારને ગંધ સુદ્ધાં ન આવે કે અહીં દિવાલ ચણીને કંઇક છૂપાવી દેવામાં આવ્યું છે. આંખો ગ્રંથ ભંડાર ત્યાં હતો. વર્ષો વીતતાં ત્યાંની પરિસ્થિતિ પલટાઇ ગઇ હતી. ભાગલા પછી લોકોએ મકાનો કબ્જો કરી લીધાં હતાં. આ મકાન પણ લોકોએ કબ્જે કરી લીધું હતું. તેવામાં ભારત-પાકિસ્તાને સંપત્તિ હસ્તાંતરણ કરવાનો કરાર કર્યો. તે કરાર અનુસાર ભારતમાં રહેલી સંપત્તિઓ પાકિસ્તાનને પરત સોંપવી અને પાકિસ્તાનમા રહેલી ભારતીયોની સંપત્તિ ભારતને પાછી સોંપવી. આ કરારના અન્વયે જૈનભાઇઓએ જ્ઞાનભંડાર પરત મેળવવા ! પત્રવ્યવહાર કર્યો. ! , સરકાર તરફતી આવો સહયોગ મળતા તે વખતનાં જૈનોને ગુજરાંવાલા મોકલવામાં આવ્યાં. ગુજરાંવાલા . ' ગુજરાંવાલા સ્ટેટના ગવર્નરે દર્શાવેલ સ્થળે તપાસ કરાવી પણ ત્યાં કશું જ ન મળતાં ભા૨ત સ૨કા૨ને 1 જણાવ્યું કે ત્યાં કશું જ નથી. તેમ છતાં જૈનોએ પ્રયત ચાલુ રાખ્યો પરંતુ તેમાં સફળતા મળતી ન હતા. તેથી તેમણે અમદાવાદ સ્થિત આણંદજી કલ્યાણજી પેઢીના તત્કાલીન પ્રમુખ સેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને જાણ કરી. કસ્તૂરભાઇ શેઠે સમગ્ર માહિતી મેળવી ભારત સરકારને જણાવ્યું અને પોતાની વગ વાપરી વડાપ્રધાન ઇન્દિરાગાંધીને આ બાબતે ખાસ કાર્યવાહી ક૨વા જણાવ્યું. માનનીયાશ્રી ઇન્દિરાબેન ગાંધીએ તપાસ કરાવી પરંતુ કોઇ સફળતા ન મળી. છેવટે નક્કી કરવામાં આવ્યું કે અહીંથી પાંચ-સાત શ્રાવકોનું । એક ડેલીગેશન ગુજરાંવાલા જાય અને તેઓ જાતે તપાસ કરે કે ત્યાં ગ્રંથભંડાર સુરક્ષિત રહ્યો છો કે કેમ? અને જો ભંડાર સુરક્ષિત રહ્યો હોયતો તેને પાછો મેળવવા માટે પ્રયાસ કરીએ.

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580