Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti

View full book text
Previous | Next

Page 569
________________ 1524 - સાધુઓનું આગમન ઃ ગુજરાવાલામાં જૈનોની વસતી પ્રમાણમાં વધવા લાગી હતી અને તેઓ સાધુ ભગવંતોની આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે સમયે યતિ દુનિચંદ્રજી તેમના શિષ્ય વસંતઋષિ તથા તેમના શિષ્ય પરમઋષિ સાથે ગુજરાંવાલા પધાર્યા અને ત્યાં જ સ્થિર વાસ કર્યો. તેઓ પોતાની સાથે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની પાષાણપ્રતિમા લઈ આવ્યા હતા. તેની તેમણે ભાડાના મકાનમાં સ્થાપના કરાવી. યતિજી બાલબ્રહ્મચારી, ઉત્તમ ચારિત્રવાન, જૈનસિદ્ધાન્તના જાણકાર, જ્યોતિષ મંત્ર-તંત્ર આદિ વિદ્યાના પારગામી વિદ્વાન્ હતા. તેથી તેમની ખ્યાતિ રાજા રણજીતસિંહ સુધી પહોંચી હતી. રાજા પણ યતિજીને ખૂબ જ માન-સન્માન આપતા અને ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હતા. જ્યારે જ્યારે મુશ્કેલી ઉપસ્થિત થતી ત્યારે રાજા યતિશ્રી પાસે આવતા અને આશીર્વાદ મેળતા. તેમજ રાજાએ યતિને ઉપજાઉ જમીન પણ ભેટમાં આપી હતી. યતિશ્રી દુનિચંદજીની પરંપરા આગળ ચાલી નહીં, ત્રણેયના સ્વર્ગવાસ પછી તેમની ગાદી અટકી ગઈ. તેઓના પગલાં તથા સમાધિની સ્થાપના તળાવના કિનારે કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુ-સાધ્વીજીઓનું આવાગમન પ્રાયઃ અટકી ગયું હતું. પરંતુ સ્થાનકવાસી સાધુઓનો વિહાર વધતો ચાલ્યો ગયો. તેથી અહીંના જૈનો પણ સ્થાનકવાસી પરંપરાને અનુસરવા લાગ્યા. વિ.સં. ૧૮૮૨માં બુટેરાયજીએ સ્થાનકવાસી પરંપરામાં દીક્ષા લીધી હતી. તેઓ વિ.સં. ૧૯૧૨માં અમદાવાદ આવી જૈનાગમાનુકૂળ તપાગચ્છીય શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં દીક્ષિત થયા અને પુનઃ પંજાબ પધાર્યા. તેઓએ પંજાબમાં પુનઃ શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાનો પ્રચાર કર્યો અને તેથી ગુજરાવાલામાં પણ શ્વેતામ્બર મૂર્તિપૂજકોની સંખ્યા વધવા લાગી. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે ગુજરાવાલા જૈનોનું મોટું નગર ગણાતું હતું. અહીં જિનમંદિર, ! ગુરુમંદિર અને વિશાળ જ્ઞાનભંડાર નિર્મિત થઈ ચૂક્યાં હતાં. અહીં જૈનાચાર્ય વિજયાનંદસૂરિ, ઉપાધ્યાય | સોહનવિજયજી આદિ કાળધર્મ પામ્યા હતા અને તેમનાં સમાધિમંદિર નિર્માણ પામ્યાં હતાં. વસંતઋષિ આદિ યતિઓની સમાધિ પણ અહીં બનાવવામાં આવી હતી. મુનિશ્રી વૃદ્ધિવિજયજી, મુક્તિવિજયજી, ; વિજયલલિતસૂરિ, મુનિ શિવવિજય, વિજય ઉમંગસૂરિ આદિ મુનિ ભગવંતોના પાવન ચરણોથી આ ભૂમિ ! પવિત્ર બની. ભાગલા સમયે ગુજરાવાલાની સ્થિતિ ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સમદર્શી આચાર્ય પૂ. વલ્લભસૂરિજીનો ગુજરાવાલામાં ચાતુર્માસ હતો. તે સમયે સ્થિતિ અત્યંત સ્ફોટક હતી. જો કે આ. વલ્લભસૂરિજીની પ્રતિષ્ઠા ઘણી ઊંચી હતી. બધીજ કોમના લોકો તેમને ખૂબ જ માન આપતા હતા. એટલું જ નહીં પણ તેમનામાં પૂરી શ્રદ્ધા રાખતા હતા. મુસલમાનોને પણ આ વલ્લભસૂરિમાં પૂરી શ્રદ્ધા હતી. પરંતુ ભાગલાની સ્થિતિને કારણે હિન્દુ-મુસલમાનોમાં વૈમનસ્ય વધવા લાગ્યું હતું. ગુજરાંવાલામાં બહારથી આવેલા મુસલમાનોએ નગરનું વાતાવરણ વધુ દૂષિત કર્યું. મંદિરમાં પ્રતિમાજીઓ હતાં, ઉપાશ્રયમાં વિશાળ જ્ઞાનભંડાર હતો. તેમાં અલભ્ય હસ્તલિખિત ગ્રંથો, દુર્લભ છાપેલા ગ્રંથો, અન્ય મૂલ્યવાન વસ્તુઓ હતી, તેની સુરક્ષાનો મોટો પ્રશ્ન હતો. ભારતમાંથી અવારનવાર ટેલિગ્રામ આવતા કે ગમે તેમ કરી આચાર્ય વલ્લભસૂરિને ભારત મોકલી આપો. ભારત આખાનો જૈન સંઘ અત્યંતિ ચિંતિત છે. આ સમાચાર મળતાં જ સમગ્ર શ્રાવક સંઘે પૂ. આ વલ્લભસૂરિને વિનંતી કરી કે આપ !

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580