Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti

View full book text
Previous | Next

Page 567
________________ I592 કલાક 4િ5) પૂર્વ તરા પં.ડૉ. જિતેન્દ્ર બી. શાહ - જૈનધર્મમાં જ્ઞાનનું ઘણું જ મહત્ત્વ છે. તેથી જ એક ઉક્તિ અત્યંત પ્રચલિત છે કે કલિકાલે તરવાના મુખ્ય બે સાધનો છે (૧) જિનપ્રતિમા અને (૨) જિનાગમ. જિનપ્રતિમા ભક્તિનું સાધન છે. જિનાગમ જ્ઞાનનું સાધન છે. ભક્તિ અને જ્ઞાનનો સમન્વય મુક્તિ અપાવે છે. ભક્તિ અર્થે પ્રાચીનકાળથી જ મંદિરોનું નિર્માણ ચાલુ છે. જૈનધર્મ જ એક એવો ધર્મ છે જ્યાં સોમપુરાઓના ટાંકણાનું સંગીત ક્યારેય અટક્યું નથી. સાથે સાથે વિદ્વાન મુનિઓની જ્ઞાન-સાધના પણ નિરંતર ચાલુ જ રહી છે. દરેક ચાતુર્માસમાં ગ્રંથનું અધ્યયન-અધ્યાપન અને નૂતન ગ્રંથો લેખન કાર્ય થતું. આથી જ નવાં નવાં ગ્રંથભંડારો નિર્મિત થતાં રહ્યા છે. વર્તમાનકાળે જગવિખ્યાત જ્ઞાનભંડારોમાં જૈન જ્ઞાનભંડારો મોખરે છે. લેખનકાર્યમાં માત્ર સાધુઓ જ નહીં પણ ! શ્રાવકો પણ જોડાતા હતા. શ્રાવકના કર્તવ્યમાં ‘પુત્યનિક અર્થાત્ પુસ્તક લેખનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેથી સંઘમાં સતત શ્રુતજ્ઞાનની સાધના ચાલતી રહી છે. આટલું જ નહીં પણ આફતના સમયમાં ગ્રંથોને સાચવવાની પણ ખેવના સાધુઓએ અને શ્રાવકોએ સાથે રહીને કરી છે. અહીં ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે નિર્મિત થયેલ વિકટ પરિસ્થિતિમાં જૈનોએ સાચવેલા અને ભારતમાં પરત લઈ આવેલ એક જ્ઞાનભંડારની અભૂતપૂર્વ ઘટનાનું આલેખન કરવામાં આવ્યું છે. વર્તમાનકાળે પાકિસ્તાનમાં આવેલ ગુજરાવાલામાંથી સમગ્ર ગ્રંથભંડારને ભારત લઈ આવવા માટે જૈનોએ કરેલા પ્રયાસમાં શ્રુતભક્તિ, અપૂર્વ સૂઝ, રાજકીય કુનેહ, ધીરજ અને જિનવાણીનું જતન કરવાની ખેવનાના દર્શન થાય છે. ગુજરાંવાલા : ગુજરાંવાલા શહેર લાહોરથી લગભગ ૬૬ કિ.મી. દૂર ઉત્તર દિશા તરફ આવેલું છે. આ શહેર જી.ટી. રોડની બન્ને તરફ વિકસેલું છે તથા ભારત-પાકિસ્તાન ભાગલા થયા તે પૂર્વે આ શહેરની વસ્તી ૧ લાખ માણસોની હતી. જ્યારે આ નગર વસ્યું ત્યારે અહીં કુંજરજાતિનું પ્રાધાન્ય હતું. તેથી આ શહેરનું નામ કુંજરાવાલા પડ્યું અને પછી તે અપભ્રષ્ટ થઈ ગુજરાંવાલા થઈ ગયું એવી એક વાયકા પ્રચલિત છે.

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580