Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
520
स्मृतियाँ
પ્રશ્ન : તમો અતિ લોકપ્રિય અધ્યાપક રહ્યા છો તેમ હું જાણુ છું. તેનું રહસ્ય શું ?
ઉત્તર : ગાંધી સાહેબ, અધ્યાપન કલા મને જન્મથી જ પ્રાપ્ત થઇ છે. વસ્તુને સમજાવવા માટે હું ક્યારેય ભારે શબ્દો વાપરતો નથી. વિષયને કેમ સરળ બનાવાય તેની સતત કાળજી રાખતો હતો. પ્રભુની કૃપાથી વક્તવ્યની કળા મને જન્મથી મળી છે. હું દરેક વિષયને વિવિધ સાદા ઉદાહરણોથી, રસપ્રદ વાર્તાઓથી । સમજાવી શકુ છું. જેથી વિદ્યાર્થીઓને રસ પડે છે. ઘણી વખતે અનેક કાવ્ય પંક્તિઓ પણ રજુ કરું છું જેથી વિષય રસપ્રદ બને છે અને વિદ્યાર્થીઓમાં પણ રસ-જન્માવે છે. પછી આપ જાણો છો કે હું હિન્દી સાહિત્યનો વિદ્યાર્થી અને તેનો જ અધ્યાપક એટલે સાહિત્યિક રૂચિ હોવાથી અને હું પોતે રચનાકાર હોવાથી હું વિષયમાં સાંગોપાંગ લીન બનું છું માટે વિદ્યાર્થીઓનો પ્રિય પાત્ર બન્યો. ઘણી વખતે મારા વર્ગમાં અન્ય વિષયના વિદ્યાર્થીઓ પણ આવે, અને સાહિત્યનો આનંદ પ્રાપ્ત કરે. આ કારણે એક અધ્યાપક તરીકે મને ખુબજ વિદ્યાર્થીઓની ચાહના પ્રાપ્ત થઇ છે.
પ્રશ્ન : આપ મહાવીર જૈન વિદ્યાલયમાં ગૃહપતિ, કોલેજમાં આચાર્ય અને એન.સી.સી.માં કમાન્ડર રહ્યા છો તો આપનો વ્યવસ્થાપક તરીકેનો અનુભવ કેવો હતો? શું અધ્યાપનમાં આ બાધક બન્યું છે?
ઉત્તર ઃ ના, અધ્યાપનમાં આ બાધક બન્યા નથી. મેં પ્રારંભી જ જીવનમાં એવી વ્યવસ્થા રાખી છે કે જ્યારે જે કાર્ય કરતો હોઉં ત્યારે તે અંગે જ વિચાર કરું છું હું ગૃહપતિ કે આચાર્ય પદને કારણે અધ્યાપન કાર્યને હાનિ થવા દેતો નહોતો. મારી ટેવ રહી છે કે સંબંધોને સારા રાખવા હોય તો તેને જુદા જુદા સંદર્ભોમાં જુદી જુદી રીતે મુલવવા જોઇએ.
ગૃહપતિ તરીકે હું શ્રી મહાવીર જૈન વિદ્યાલય (બાળકો માટેની હોસ્ટેલ)માં માત્ર તેનો રક્ષક ન હતો પણ વિદ્યાર્થીઓનો વાલી પણ હતો. તેમને મા-બાપ બંનેનો પ્યાર-હૂંફ તો આપતો પણ સાથોસાથ તેઓ । સંસ્કારી બને તે માટે શિસ્ત, સંયમ, સમયની પાબંદી, અભ્યાસ પ્રત્યે સભાનતા અને ધાર્મિક ક્રિયાઓમાં જાગૃતિ લાવવા સતત પ્રેરણા આપતો અને જરૂર પડે તો તે માટે શિખામણની સાથે કડક શિક્ષા પણ કરતો. હું તેઓને સારી સગવડ, ઉત્તમ અને પૌષ્ટિક ભોજન મળે તેની કાળજી લેતો. સાથે ધર્મને અનુરૂપ મર્યાદા । જાળવવાનો સતત આગ્રહ રાખતો. હું સ્પષ્ટ માનતો કે આ વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી નહીં પણ જૈન સંસ્કાર પણ પ્રાપ્ત કરે. મારે ગર્વ સાથે કહેવાનું મન થાય છે કે ભાવનગરની અમારી શાખા ભારતની સાત-આઠ સંસ્થાઓમાં પ્રતિષ્ઠિત ગણાતી.
આવી જ રીતે સૂરતની કોલેજમાં જ્યારે એન.સી.સી.માં કંપની કમાન્ડર હતો સાથોસાથ શિસ્ત સમિતિનો ચેરમેન- ત્યારે હું પરેડ ઉપર મિલિટ્રીના ઓફિસરને યોગ્ય કડક શિસ્ત માટેનો આગ્રહ રાખતો. તે પ્રમાણે જરૂરી શિક્ષા પણ કરતો. પરેડમાં કેડેટ (વિદ્યાર્થી)ને કોઇ મુશ્કેલી હોય તો તેને માટે પૂરતી સગવડ આપતો તેઓને નક્કી કરેલ નાસ્તો સમયસર મળે તેની કાળજી રાખતો. પણ પરેડ પછી વર્ગમાં મારો વ્યવહાર તદ્ન જુદો- એક પ્રેમાળ અધ્યાપકનો રહેતો. હું પરેડ અને વર્ગના તફાવતને બરાબર જાળવી શકતો એટલે ક્યાંય એકબીજાને અડચણ રૂપ ન થતા. શિસ્ત અને સંયમ માત્ર ગ્રાઉન્ડ ઉપર નહિ પણ તેમના જીવનમાં પણ આવે તેનો સતત પ્રયત્ન કરતો.
હું ભાવનગની મહિલા કોલેજમાં એક વર્ષ, અને મારી મૂળ કોલેજમાં છ વર્ષ આચાર્ય પદે રહ્યો. હું જાણતો હતો કે કોલેજના આચાર્ય થવું એટલે જાણી જોઇને ‘બ્લડ પ્રેશર’ને આમંત્રણ આપવું અને તે પણ