________________
'519
| ઉત્તર : ગાંધી સાહેબ, પ્રાથમિક શાળામાં નાના નાના ભૂલકાઓનો નિર્દોષ પ્રેમ પ્રાપ્ત ર્યો. તેઓ મારા
મને નાના ભાઇ-ભત્રીજા જેવા લાગતા. હું હિન્દી સ્કૂલમાં હતો અને આવી સ્કૂલ લગભગ ગરીબ-મજૂર વિસ્તારમાં હતી. અને ત્યાં લગભગ ૯૮ ટકા વિદ્યાર્થીઓ ખૂબ જ ગરીબ-નિમ્ન મધ્યમવર્ગના મીલ મજૂરો - નાના વેપારીઓ - ફેરિયાઓના બાળકો ભણવા આવતા હતા. તેઓની પાસે પઠન સામગ્રી તો શું પરંતુ સારા કપડાં પણ ન હતા. પણ તેમાં જે ગુરુભક્તિ હતી તે અવર્ણનીય હતી. મારી કે ગમે તે અધ્યાપકની સેવા કરવામાં તેઓ ખૂબ જ ઉત્સાહ બતાવતા હતા. હું પણ તેઓને ખૂબ જ સારી રીતે વાર્તાઓ કહેતો – રમતો રમાડતો- ચિત્ર વગેરે દોરીને ભણાવતો હતો.
માધ્યમિક શિક્ષણમાં, બે વર્ષ, યૌવનના દ્વારા પગ મૂકતી મુગ્ધ કન્યાઓને ભણાવવાનો મોકો મલ્યો. રાયપુર વિસ્તારની આ શ્રેષ્ઠ હાઈસ્કૂલમાં શહેરના મધ્યમ વર્ગની બાળાઓ ભણવા આવતી. આ સ્કૂલમાં { જૈન કન્યાઓની સારી સંખ્યા હતી. મારી ભણાવવાની શૈલી વગેરેથી તેઓ ખુબ જ પ્રસન્ન રહેતાં અને એક મોટા ભાઈને અપાય તેવો નિર્દોષ પ્રેમ આપી અભ્યાસ કરતાં..
૧૯૬૩માં સર્વપ્રથમ અમરેલીની ‘કામાણી સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં જોડાયો. વાતાવરણ એકદમ નવીન, વિદ્યાર્થીઓ યુવા-યુવતિઓ બધામાં યૌવનનો થનગનાટ. હું પણ તે વખતે ૨૫ વર્ષનો યુવાન એટલે વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ મૈત્રીના સંબંધો બંધાયા. તેઓ જાણે મોટાભાઈ સાથે વર્તે છે તેમ સન્માન અને લાગણીથી વર્તતા. આ ગધ્ધાપચ્ચીસી ઉંમરમાં ભણાવાનો આનંદ પ્રાપ્ત થતો અને પછી આવી જ રીતે રાજકોટ, સૂરત અને પ્રથમ અમદાવાદની ગિરધરનગર કોલેજ,પછી ભવન્સ કોલેજ –ડાકોર અને પછી ભાવનગરની કોલેજમાં અધ્યાપન કાર્ય કરતા-કરતા યુવાઓને સારી રીતે જાણી શક્યો. તેમની સાથે રહી હું જાણે પોતે યુવાન જ રહી શક્યો. પ્રશ્ન : આપ કોલેજમાં માત્ર અધ્યાપન કાર્ય કરતા હતા કે અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા હતા?
ઉત્તર : ગાંધી સાહેબ, આપ તો પોતે અધ્યાપક અને આચાર્ય રહ્યા છો અને જાણો છો કે ઉત્સાહી યુવા પ્રાધ્યાપક માત્ર અધ્યાપનથી સંતુષ્ટ થતો નથી. તે અનેક પ્રવૃત્તિઓમાં રસ લે છે. અને તે પ્રમાણે મેં પણ તેમ કર્યું હતું. હું પ્રાથમિક શાળામાં પોતે નાટકમાં ભાગ લેતો અને નાના બાળકોને નાટકોમાં, પાત્ર યોગ્ય અભિનય કરવાની તાલીમ આપતો હતો. હું પોતે મારા અભ્યાસ દરમ્યાન કોલેજોમાં નાટક, ગીતોમાં ઇનામ મેળવી ચુક્યો હતો અને તેનું પ્રતિબિંબ બાળકોમાં જોતો હતો. અમરેલી કોલેજમાં તો હું આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ઇન્ચાર્જ પ્રોફેસર હતો અને યુવક મહોત્સવમાં ટીમોનું નેતૃત્વ કરતો હતો. !
સૂરતની નવયુગ કોલેજમાં તો હું એન.સી.સી.ની ટ્રેનીંગ લઈ સેકન્ડ લેફટનન્ટ અને કંપની કમાન્ડર ! રહ્યો અને કોલેજની શિસ્ત સમિતિના ચેરમેન હતો. ગિરધરનગર કોલેજમાં અનેક સમિતિના ચેરમેન તરીકે કામ કર્યું હતું. પણ મને સૌથી વધુ મારી ઇત્તર પ્રવૃતિઓમાં શક્તિ અને દૃષ્ટિ બતાવવાનો મોકો ભાવનગરની “વલિયા આર્ટસ એન્ડ મહેતા કોમર્સ કોલેજ'માં મળ્યો. અહીં હું સિનીયર મોસ્ટ અધ્યાપક હતો. પ્રારંભી જ આચાર્યનો ચાર્જ સંભાળતો. વિદ્યાથિઓને દિલ્હી જેવા સ્થાને ઓશિયા-૭રમાં ઇન્ચાર્જ તરીકે લઇ ગયો હતો. અનેક સમિતિમાં ચેરમેન રહ્યો. આમ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને લગતી અનેક પ્રવૃતિઓમાં સક્રિય રૂપે રસ લઈ તે કાર્ય કર્યું.