________________
521 સૌરાષ્ટ્રમાં જ્યાં દરબાર અને પટેલોના સંઘર્ષ જગજાહેર છે. પણ ચેલેન્જ ઉપાડવાની મારી ટેવ અને આચાર્યપદ ભોગવવાની આકાંક્ષાથી મેં આ પદ સ્વીકારેલ. આચાર્યપદ એટલે દ્રોપદીની જ ભૂમિકા, જેમાં ગવર્નમેન્ટ, યુનિવર્સિટી, મેનેજમેન્ટ, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરેને સંભાળવાનું. તેમાં સૌથી માથાનો દુઃખાવો તે વિદ્યાર્થીઓને શિસ્ત રાખવાના હોય. તેમની નિત નવી માંગણીઓ – જેમાં મોટા ભાગની અયોગ્ય હોય - પરીક્ષામાં ચોરીનું દૂષણ – અંદરોઅંદરની લડાઈ - છેડતી વગેરે મુખ્ય હતાં. પણ મારી પાસે એન.સી.સી.ની શિસ્ત અને હોસ્ટેલનો અનુભવ હતો જેથી હું વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન કરી શકતો. મને કહેવામાં કોઇ ક્ષોભ નથી કે ક્યારેક બાંધછોડ પણ કરવી પડતી પણ તે સંસ્થાના સન્માનના ભોગે
ક્યારેય કરી નથી. આવડી મોટી જવાબદારી, જેમાં “ટેન્શન વધુ અને આનંદ ઓછો હોય તેવા આ પદ પર રહીને પણ મેં વર્ગમાં અધ્યાપન કાર્ય કરવાનું બંધ રાખ્યું નહોતું હું નિયમિત મારા પિરીયડ લેતો. પી.જી.માં પણ નિયમિત પિરીયડ લેતો અને અધ્યાપન કાર્ય કરતો ત્યારે ક્યારેય આચાર્યપદનું ટેન્શન રાખતો નહિ. પરિણામે મારા અધ્યાપનમાં આ પદ ક્યારેય નડતર રૂપ થતું નહોતું.
હું કોલેજ તરફથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવતો - સ્પર્ધાઓમાં ભાગ લેવડાવતો કારણ કે હું માનતો કે યુવાનોમાં રહેલ શક્તિ, કૌશલ્ય, પ્રતિભા બહાર આવવાં જ જોઈએ. મારા વિદ્યાર્થીઓ શિક્ષણ જ્ઞાનની સાથે સમાજમાં ઉચ્ચ પ્રતિષ્ઠા ઉચ્ચ પદ મેળવે તેવી મારી ભાવના રહેતી.
મને સંતોષ છે કે હું આ દિવસોમાં કોલેજને સારી રીતે સંચાલિત કરી શક્યો. મારા સ્ટાફ અને | મેનેજમેન્ટનો ખૂબ જ સહકાર હતો અને યુનિવર્સિટી પણ મારે સાથે જ રહી.
આટલી માહિતી ઉપરથી આપ પણ મારી સાથે સંમત થશો કે ડૉ. શેખરચંદ્ર જૈને એક કુશળ - લોકપ્રિય અધ્યાપક અને ઉત્તમ વ્યવસ્થાપક છે જ. આજે પણ તેઓ “સમન્વય ધ્યાન સાધના કેન્દ્રના અધ્યક્ષ અને ‘શ્રી આશાપુરા માં જૈન હોસ્પીટલના અધ્યક્ષ તરીકે ઉત્તમ વ્યવસ્થા કરીને બંને સંસ્થાઓની ઉત્તરોત્તર | પ્રગતિ સાધી રહ્યા છે.