________________
103
मुझे इस बात का गौरव है कि वो मेरे परम स्नेही मित्र हैं।
अभिनंदन के साथ आज उनकी शादी की ५१ वीं वर्षगांठ भी मनाई जा रही है। उनके अच्छे बुरे वक्त में सदा उनका साथ निभाने वाली श्रीमती आशा जैन भी उतने ही सन्मान की पात्र हैं। कहते है हर इन्सान की सफलता के पीछे स्त्री का का हाथ होता है। श्रीमती आशाजी भी आज इस प्रसंग की गरिमा की सहभागी हैं।
हुकुमचंद जैन (पंचरत्न) अध्यक्ष- गोलालारीय दि. जैन सेवा समिति, अहम याद
‘માનવીય સંબંધોના માણસ’
માનવીના જીવનમાં અનેક વ્યક્તિઓના પરિચયમાં આવવાનું થાય છે. જેમાંની કેટલીક વ્યક્તિઓ સાથેનો સંબંધ તૂટી જાય છે જ્યારે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે ભલે રોજબરોજ સંપર્ક ન થતો હોય, પણ માનસપટ પર એક વિશિષ્ટ પ્રકારની છાપ મૂકી જાય છે. મારા વ્યવસાયિક જીવનમાં આપી એક વિશિષ્ટ વ્યક્તિનો પરિચય થયો અને તે છે પ્રોફેસર ડૉ. શેખરચંદ્ર જૈન.
હું સદ્ગુણા ગર્લ્સ કોલેજમાં અધ્યાપક હતો અને ડૉ. રવીન્દ્રભાઇ ઠાકોર અમારા આચાર્ય હતા. ત્યારે ૧૯૮૮માં અમારી કોલેજમાં હિન્દી વિષયમાં ડૉ. શેખરચંદ્ર જૈનની નિમણૂંક થઇ. તેમને અધ્યાપક તરીકેનો ઘણા વર્ષોનો અનુભવ, ભાવનગર કોલેજમાં આચાર્ય તરીકેનો પણ અનુભવ, ભાવનગર યુનિ.માં સત્તામંડળોમાં પણ ચૂંટાયેલા. પ્રૌઢ વ્યક્તિત્વ ધરાવતા એવા અનુભવી અધ્યાપક પ્રો. જૈન સાહેબ અમારી સાથે જોડાયા તેથી સંસ્થાને અને અમને પણ આનંદ થયો. અધ્યાપક તરીકે બહુ સહજ રીતે જ કુદરતની પ્રેરણાથી જ અમારી મૈત્રી બંધાઇ. જૈન સાહેબ અમારા સૌ અધ્યાપકોમાં દૂધમાં સાકરની જેમ સાવ સ્વાભાવિક રીતે જ ભળી ગયા અને એક આદરણીય વડીલ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.
I
1
એપ્રિલ ૧૯૮૯માં હું આજ સદ્ગુણા કોલેજમાં આચાર્ય તરીકે નિમાયો. જે કોલેજમાં ૧૯૬૮ થી અર્થશસાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય કરતો હતો તે જ કોલેજમાં આચાર્ય તરીકે નિમાયો ત્યારે મારા મનમાં એક એવી મૂંઝવણ હતી કે મારા કરતાં પણ કેટલાક અધ્યાપકો સિનિયર અને વધારે અનુભવી હતા. ઉંમરમાં પણ મોટા હતા તેમની સાથે કાર્ય કરવાનું ફાવશે કે કેમ? આવા સિનિયર અધ્યાપકોમાંના એક હતા ડૉ. જૈન સાહેબ. અગાઉ આચાર્ય તરીકે પણ ભાવનગરની કોલેજમાં કામ કરેલ. પરંતુ તેમણે મને ક્યારેય તેનો ભાર લાગવા દીધો નહિં. એક આચાર્ય તરીકે મેં તેમને જે કંઇ પણ કામ સોંપ્યું તે તેઓ ઉત્સાહથી અને આનંદથી કરતા. ઇ.સ. ૧૯૯૭માં જૈન સાહેબ નિવૃત્ત થયા ત્યાં સુધી અને ત્યાર પછી પણ અમારો મૈત્રી સંબંધ ચાલુ રહ્યો છે અને ટકી રહ્યો છે તેને હું મારા જીવનનો એક સુખદ અવસર ગણું છું. એક સમૃદ્ધ વ્યક્તિત્વ
સદ્ગુણા કોલેજના તેમના પહેલા દિવસના આગમનથી જ જૈન સાહેબે મારા અને સૌ અધ્યાપક મિત્રોના મન પર પ્રભાવી છાપ પાડી. તેમની ઉપસ્થિતિમાં અમારી કોલેજનો અધ્યાપક ખંડ હંમેશા ભર્યો ભાદર્યો લાગતો. તેમની સહજ અને અનૌપચારિક વાતો, તેમની હળવી રમૂજો અને ખડખડાટ હાસ્યથી અધ્યાપક ખંડનું વાતાવરણ હળવું અને આનંદિત રહેતું. તે અને તેમનું અધ્યાપન કાર્ય અને તેમને સોંપેલી કોઇપણ પ્રવૃત્તિ ઉત્સાહથી અને સારી રીતે કરવી એ તેમનો કોલેજનો રોજિંદો ક્રમ હતો. કદાચ કોઇક બાર મારો કોઇ નિર્ણય ના ગમતો હોય તો મને રૂબરૂમાં પ્રેમથી કહેતા અને જરૂરી સલાહ તેમજ માર્ગદર્શન પણ આપે. મારા આચાર્યકાળ દરમિયાન હું કોલેજમાં બહુ જ સાહજિકપણે જે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી શક્યો