Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
216
स्मृत्तियों के मातायन से
જૈનેત૨ તમામ પરંપરાઓનું અધ્યયન કરીને સત્યને પામવાની મથામણ તેઓ કરતા રહ્યા છે. આપણે તો તેમની મથામણમાં સામેલ જ થવાનું છે! તેમની ગતિ તળેટીથી ટોચ તરફની છે. કામથી મોક્ષ, અહથી ૐ સુધી, દમનથી શમન વગેરે શીર્ષકો તેમના ઊર્ધારોહણને પ્રગટ કરનારાં છે. ‘કામથી મોક્ષ’ પ્રકરણમાં પૃ. ૩૨ ઉપર તેઓ લખે છે કે
‘જો કામ વિકૃત થશે તો તે આપણને વ્યભિચારી બનાવી સંસારમાં આપણી અપકીર્તિ કરશે. આપણને ‘કામી’ તરીકે જાહે૨ તિરસ્કૃત કરશે. ને આ જ વિકૃત કામ નારીને નારાયણી નહિ પણ વારાંગના બનાવી દેશે. પરંતુ તે જ કામ જો સાધનાની આગમાં ને તપના તાપમાં ઓગળ્યો હશે અને વિશુદ્ધ થયો હશે તો તે નારીને પણ મીરાં બનાવી દેશે, વ્યક્તિને આનંદલોક કે બ્રહ્મલોકમાં પણ પ્રતિષ્ઠિત કરી દેશે ભીષ્મની વજ્ર પ્રતિજ્ઞા સંસાર કદી ભૂલી શકશે? તેવી જ રીતે તીર્થંકરોની નિગ્રંથ મુદ્રા પણ યુગો યુગો પર્યંત બ્રહ્મચર્યના તેજની પ્રેરણા દીધા કરશે..... '
એ જ રીતે માત્ર વાચન નહિ, વાચનની સાથે મનન ઉમેરાવું જોઇએ એમ તેઓ માને છે. ‘સ્વાધ્યાય’ પ્રકરણમાં પૃ. ૧૩૪ ઉપર તેમણે લખ્યું છે કે
‘સાધક વાંચેલા ગ્રંથોનું એકાંતમાં એકાગ્રચિત બની મનન કરે એ પણ સ્વાધ્યાયનો જ એક પ્રકાર છે, જેને યોગ અથવા ધ્યાન પણ કહી શકાય.'
લગભગ પચીસ વર્ષ પૂર્વે પ્રકાશિત આ પુસ્તકમાં વ્યક્ત થયેલું ચિંતન આજેય આપણને વાસી કે બંધિયાર નથી લાગતું, એમાં જ ડૉ. જૈનની ‘ચિંતક’ તરીકેની સફળતા પ્રતિબિંબિત થાય છે.
જૈનારાધનાની વૈજ્ઞાનિકતા'
રાવાળા વૈધાનિક
આમ તો તમામ ધર્મોના બીજ કોઇ ને કોઇ રીતે વિજ્ઞાનની ભૂમિ ઉપર જ ઉછેર પામ્યાં હોય છે. કાળક્રમે એની વૈજ્ઞાનિકતા વીસરાઇ જાય અને માત્ર શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ટકી રહે એવું બનતું હોય છે. જૈન ધર્મનાં તમામ સિદ્ધાંતો વિજ્ઞાનઆધારિત છે. આ પુસ્તકમાં આપણને ડૉ. શેખરચંદ્ર જૈનનું અભ્યાસુ તરીકેનું પાસું જોવા મળે છે. પ્રારંભમાં જૈન ધર્મની પ્રાચીનતા, જૈન ધર્મની વિશિષ્ટતા વગેરેનું આલેખન છે. ત્યારબાદ જૈનધર્મમાં જે જે તપસ્યાઓ, આરાધનાઓ, (ડ) શેર પર્ કે પૂજા-પાઠ વગેરે ક્રિયાઓ કરવાનું કહેલું છે તેમાં રહેલી વૈજ્ઞાનિકતા તારવી બતાવી છે. સામાયિકની વાત હોય કે ઉપવાસની વાત હોય, પ્રક્ષાલની વાત હોય કે રાત્રિભોજન અને આહારવિહાર (ભક્ષ્યાભક્ષ્ય)ની વાત હોય- દરેક બાબતમાં વિજ્ઞાનનું સત્ય છે. તન અને મન બંને માટે આ બાબતો કઇ રીતે ઉપકારક છે અને આગળ જતાં સમગ્ર માનવજાત માટે - જીવમાત્ર માટે એ બધી બાબતો કેવી લાભદાયક છે તેનું રહસ્યદર્શન કરાવવામાં આવ્યું છે. કોઇપણ ક્રિયા કે આરાધનાનું મૂળ રહસ્ય જામ્યા-સમજ્યાવગ માત્ર પરંપરા ખાતર તેનું પાલન કરવામાં આવે તો તે પૂર્ણ ફલદાયી નથી બનતી. એમાં રુચિ અને શ્રદ્ધા પણ દૃઢ નથી થતાં. આ પુસ્તક વાંચ્યા પછી દરેક આરાધના કંઇક વિશિષ્ટ ઉદ્દેશલક્ષી બનશે. આહાર-વિહાર અંગે જૈન દર્શનોએ જેટલું ચિંતન ર્યું છે તેટલું કદાચ અન્ય કોઇ ધર્મમાં જોવા મળતું નથી.