Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
96.
___ हम सबके लिये यह अत्यन्त हर्ष एवं गर्व का विषय है कि बहुआयामी व्यक्तित्व के धनी डॉ. शेखरचन्द्र जैन का राष्ट्रीय स्तर पर अभिनन्दन समारोह सम्पन्न होने जा रहा है। इस मांगलिक अवसर पर मेरी कामना है कि भाई शेखरजी जीवन के शतमधुमास देखें और उनकी अजन वाग्धारा हिमालय से कन्याकुमारी एवं द्वारिका से जगन्नाथपुरी ही सीमित न रहे अपितु अपनी उत्ताल तरंगों से ब्रिटेन, अमरीका, अफ्रीका, फ्रान्स आदि विदेशों के निवासियों की भावभूमि को भी अपने स्नेह-सलिल से अभिसिंचित कर दे। उनकी सशक्त लेखनी एवं ओजस्वी वाणी के माध्यम से 'तीर्थंकर वाणी' विश्व के कोने-कोने में ध्वनित हो। मुझे पूर्ण विश्वास है कि आदरणीय भाई डॉ. शेखरचन्द्रजी एक दिन अपनी सात्विक उपलब्धियों के बल पर 'विधुशेखर' की ऊँचाई का स्पर्श करेंगे।
ડૉ. કુ. મારી જૈન (મૈનપુરી, ૩.J.)
= બહુમુખી પ્રતિભાવંત શ્રતઉપાસક
ડૉ. શેખરચંદ્રજી જૈનને અભિનંદન આપવાનો અવસર એટલે વિદ્વતા અને જ્ઞાનની અનુમોદનાની છે પાવન ક્ષણ. ઇ.સ. ૧૯૯૫માં અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે અમારા નિમંત્રણને માન આપી મુંબઈ આવ્યા ત્યારે પ્રથમ પરિચય થયો.
જૈનધર્મનાં ગહન રહસ્યોને સરળતાથી રજૂ કરવાની આવડતને કારણે એમનાં પ્રવચનોમાં શ્રોતાઓની વિશેષ ઉપસ્થિતિ રહે.
પ્રાણ ગુરુ જૈન રિસર્ચ સેન્ટર મુંબઈ દ્વારા પૂ. શ્રી નમ્ર મુનિજીની નિશ્રામાં યોજાતા જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ડો. શેખરચંદ્રની અચૂક હાજરી હોય જ. જ્ઞાનસત્રમાં વિભાગીય બેઠકનું અધ્યક્ષસ્થાન શોભાવી ! બેઠકને અંતે વિષયનું સુંદર રીતે સમાપન કરે.
કોઈક વિરોધાભાસી કે વિવાદાસ્પદ મુદા અંગે નિશ્ચિતતાથી સ્પષ્ટ રીતે પોતાનો મત પ્રગટ કરે પરંતુ ! તેમની અભિવ્યક્તિ સંપૂર્ણ વિવેકયુક્ત હોય.
દેશના વિવિધ ભાગોમાં યોજાતાં સાહિત્ય સંમેલનો, જ્ઞાનસત્રો, પરિસંવાદ અને વ્યાખ્યાનમાળાઓમાં ભાગ લઇને તેમણે શ્રુત ઉપાસક તરીકેની આગવી પ્રતિભા ઉપસાવી છે.
વિદેશોમાં યોજાતી કોન્ફરન્સ, વ્યાખ્યાન શ્રેણીઓમાં જૈનધર્મના પ્રસાર-પ્રચારના ઉમદાકાર્ય દ્વારા તેઓશ્રી ! શ્રમણ સંસ્કૃતિના સંવર્ધનનું સુંદર કાર્ય કરી રહેલ છે.
‘તીર્થકર વાણી'ના સંપાદન દ્વારા સત્વશીલ સાહિત્ય ઘરે ઘરે પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરીને જૈન ! પત્રકારત્વમાં યોગદાન આપી રહેલ છે.
આશાપુરા મા જૈન હોસ્પિટલ દ્વારા સમાજસેવાના તેમના ઉમદા કાર્યની આપણે અનુમોદના કરીએ. ડૉ. શેખરચંદ્ર જૈનનું તન અને મનનું સુંદર આરોગ્ય જળવાઈ રહે, દીર્ઘ આયુષ્ય સહ કુટુંબ પરિવાર અને મિત્રો વચ્ચે જીવનની સ્વસ્થ ક્ષણો માણે, સ્વાધ્યાય ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ તેમના જીવનમાં કાયમ રહે તેવી શુભેચ્છા સહ તેમના કાર્યની અભિવંદના કરું છું.
શ્રી ગુણવંત બરવાળિયા
મુંબઈ