Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
88.
શરૂ થાય છે અને માણસની જિંદગી સાથે પૂરા થાય છે. વિદ્યા અને વિદ્યાર્થી સાથે જીવનના મહત્તમ વર્ષો છે તેમણે ગાળ્યા હોઇ વધતી ઉંમરે પણ તેમણે થાકનો અનુભવ નથી કર્યો. યુવાન વિદ્યાર્થીઓની યુવા ચેતના છે તેમને નિત્ય તાજપ આપતી રહે છે. મોટા ભાગના માણસોનું આયખું જિંદગીને જાણવામાં જ પૂરું થઈ જાય
છે. શેખરચંદ્રને બાળપણથી જ જિંદગીની આંટીઘૂંટીનો અણસાર મળી ગયો હતો. કિશોરાવસ્થાથી જ છે અનેક સંકડામણોની સામે એમને ઝઝૂમવાનું આવ્યું અને હર તોફાનમાંથી પાર ઊતરતા રહ્યા અને આજે { એ એવા મુકામ પર પહોંચ્યા છે કે જ્યાં બેસી જીવન જીવ્યાનો સંતોષ લઈ શકે.
પરમાત્મા પ્રતિ શ્રધ્ધાને તેમના જીવનમાં અને લેખનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પરમાર્થ વૃત્તિ, દંભરહિત જીવન શૈલી, સમદષ્ટિ વગેરે સદગુણો તેમના સહજપણે પાંગર્યા છે. તત્ત્વચિંતક બન્ડ રસેલ લખે છે કે માણસને તેના કાર્ય દ્વારા સમજવો જોઇએ. ચહેરાથી, સ્ટાઇલથી, ભ્રમથી કે આભાસથી માણસને સમજવામાં કે સ્વીકારવામાં થાપ ખાઈ જવાનો ખતરો છે. ડૉ. શેખરચંદ્ર જૈન જેવા અંદરથી એવા જ બહાર છે. એટલે એમની સંગતિમાં થાપ ખાવાના ખતરાથી બચી શકાય છે.
કોલેજના એક કાર્યક્રમમાં ઉભડક મળવાનું બન્યું હતું. એ વખતે એમણે કહેલું એક વાક્ય સહુએ સ્મરણમાં રાખવા જેવું છે : “જીવન કહે છે પ્રવૃત્ત રહેવું, હૃદય કહે છે અખંડિત રહેવું, સંજોગ કહે છે સંઘર્ષમાં રહેવું, સમય કહે છે નિશ્ચિત રહેવું અને વિચાર કહે છે કે અખિલ રહેવું.” માનવસંબંધનો મર્મ પામવો હોય તો અલપ ઝલપ પણ આ જણને મળવું જરૂરી છે. ડૉ. શેખરચંદ્ર જૈનને મારી ખૂબ ખૂબ શુભકામના છે.
શ્રી ધૂની માંડલિયા (અમદાવાદ)
va એક તેજસ્વી અને હુંફાળુ વ્યક્તિત્વ
ડૉ. શેખરચંદ્ર જૈન સાહેબના અભિનંદન ગ્રંથ માટે લખવાનું નિમંત્રણ મળ્યું તેનો ખૂબ આનંદ છે. તેનાં મુખ્ય બે કારણો છે. પહેલું કારણ એ છે કે જૈન સાહેબની (અમે સૌ મિત્રો તેમને કોલેજમાં જૈન સાહેબના નામથી જ બોલાવીએ છીએ) બહુમુખી પ્રતિભા નિમિત્તે એક અભિનંદન ગ્રંથ તૈયાર થઇ રહ્યો છે અને બીજુ કારણ એ છે કે આ ગ્રંથમાં જૈન સાહેબ વિશેની મારી લાગણીઓ વ્યક્ત કરવાની મને તક મળી છે. મિત્રો વિશે લખવાની તક જવલ્લે જ મળતી હોય છે. સરદાર પટેલ, ગાંધીજી, વિવેકાનંદ વિગેરે પર લખવું હોય તો આનંદ તો આવે પણ તેમાં આત્મીયતાની મીઠાશ ના હોય. આવા મહાનુભાવોને આપણે કદી પાસેથી જોયા ન હોય, તેમને મળવાના, તેમની સાથે વાતો કરવાના કે અન્ય અંગત પ્રસંગો થયા ન હોય અને માત્ર ઇતિહાસની નોંધોને આધારે લખવાનું હોય તો તેનો આનંદ હોવા છતાં તેમાં એ રંગ ન હોય જે મિત્રો વિષે લખવામાં હોય. મિત્રોની આપણી પાસે First hand information હોય છે.
હૃદયના મળેલા તાર : યોગાનુયોગ જૈન સાહેબ અને હું અમદાવાદની સગુણા ગર્લ્સ કોલેજમાં સહયોગી પ્રાધ્યાપકો હતા. અમને કેટલાંક વર્ષો સુધી સાથે કામ કરવાની તક મળી. એકજ સ્ટાફરૂમમાં દરરોજ પાંચ કલાક સાથે ગાળવાના, કોલેજના કાર્યક્રમોમાં ભાગ લેવાનો, વાતો- હંસી-મજાક કરવાના તે સોનેરી દિવસો જીવનનું સંભારણું બની ગયા છે. ભગવાનની કૃપાથી મતભેદ અને મનભેદ વગરના અમારા સંબંધો રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જૈને સાહેબની વાત કરવાની પોતાની આગવી અને લાક્ષણિક શૈલી છે. તેમના વ્યક્તિત્ત્વમાં કોઈ ચુંબકીય તત્વ પડેલુ છે જે કોઈને પણ તેમની પાસે ખેંચી જાય. }