Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
89
અમારા હૃદયના તાર ક્યારે એની કેવી રીતે મળી ગયા તેની ખબર જ પડી નહીં. અમારા બંનેના મિત્ર પ્રિ. વાડીભાઇ પટેલ એક સરસ વાત કહે છે કે; ‘જેઓ નોકરીમાં સાથે મિત્રો હોય તેમની મૈત્રી જો નિવૃત્તિ પછી । પણ ટકી રહે તો તે સાચી મૈત્રી કહેવાય.' આ સંદર્ભમાં, જૈન સાહેબની અને મારી મૈત્રી અમારી નિવૃત્તિના અનેક વર્ષો પછી પણ આજે ટકી રહી છે. મળવાનું કે ફોન પર વાત કરવાનું પણ વિશેષ થતુ નથી છતાં બંનેના હૃદયના કોઇ ખૂણામાં એ સંબંધ આજે પણ પાંગરી રહ્યો છે.
સ્વભાવની ભિન્નતા વચ્ચેની સંવાદિતા : મૈત્રી કદી કોઇ કારણ નથી જોતી. મૈત્રી જો અકારણ હોય તો । તેની મઝા હોય છે. અમારી મૈત્રીનું પણ પ્રેમ સિવાય અન્ય કોઇ કારણ જડતુ નથી, કારણકે અમારા બંનેની પ્રકૃતિ સાવ ભિન્ન છે. જૈન સાહેબ સાહિત્ય ભણાવે છે અને હું આંકડાશાસ્ત્ર ભણાવું, તે ફ૨તારામ અને હું ઘરકૂકડી, તેમને સતત પ્રવૃત્તિ ગમે અને મને નિવૃત્તિ ગમે, તેમને વાતો કરવાનું ગમે અને મને મોટા ભાગે ઓછુ બોલવાનું ગમે. આવા સ્વભાવ વૈવિધ્યમાં પણ અમારે એકબીજા સાથે અકારણ અને નિઃસ્વાર્થ પ્રેમનો સંબંધ રહ્યો. Unity in diversity ની વાત અમારા સદાબહાર સંબંધોમાં જોવા મળે છે.
ઇન્દ્રધનુષી વ્યક્તિત્વના સાત રંગો :
કઠોર તપશ્ચર્યા : જૈન સાહેબ સાથેની વાતો પરથી હું જાણી શક્યો છું કે તેઓ સામાન્ય અને ગરીબ કુટુંબમાં ઉછર્યા છે. ગરીબી અને અન્ય મુશ્કેલીઓ તેમણે નજીકથી જોઇ છે. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. અંગ્રેજીમાં કહેવાય છે કે ‘Tough gets going, When going is tough'. આ ઉક્તિ જૈન સાહેબના જીવનમાં જોવા મળે છે. તેમણે જીવનની મુશ્કેલીઓને સફળતાઓમાં પરિવર્તિત કરી. ડગલું ભર્યું । તે ના હટવું, ના હટવું ને મનમાં રાખીને હસતા મોઢે તેઓ જીવનમાં આગળ વધતા જ ગયા. ઘણા સમયથી પીઠના દુ:ખાવાની તેમને તકલીફ છે પરંતુ તેની આગળ હાર કબૂલે તો તે જૈન સાહેબ શાના? થોડું ઘણું દર્દ સ્વીકારીને અને ઘણુંબધું દર્દ અવગણીને કલાકો સુધી કામ કરવાની તેમની વર્ષોની આદત છે. તેઓ સાચા અર્થમાં Self-made man છે.
I
કડક અનુશાસન : જૈન સાહેબે પોતાના જીવનમાં અનુશાસનને કેન્દ્રસ્થાને રાખ્યું છે. રહેણીકરણી અને ખોરાકમાં સાદગી, નિયમિત જીવન (લગભગ ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલનારું જીવન), સાંજે અમુક સમય પછી નહીં જમવાનું એટલે નહીં જમવાનું, ઉત્તમ પ્રકારનું time-management જેમાં ભક્તિ, અભ્યાસ, સાહિત્યસેવા, સંશોધન કાર્ય, સમાજકાર્ય, લેખન, કુટુંબ.... બધા માટે સમય ફાળવેલો, સમય પાલનના આગ્રહી. ફાઇલો-કાગળો-પુસ્તકો- પોતાની વસ્તુઓ... બધામાં સંપૂર્ણપણે વ્યવસ્થિત. આ અનુશાસનને લીધે જ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી શકે છે. નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાનું કામ કરીને જ ઝંપે, કારણ કે આગળ બીજુ કામ રાહ જોતુ હોય. તેમને સફળ બનાવવામાં તેમના અનુશાસનનો બહુ મોટો હિસ્સો છે. દરેકને માટે, ખાસ કરીને યુવાનો માટે, તેમના જીવનનો આ જ સંદેશ છે કે, ‘Selfdiscipline is a key to success'
સ્વપ્રદૃષ્ટા : સ્વપ્રો નથી તો જીવન નથી. જેવા સ્વપ્રો તેવુ જીવન. સ્વપ્રો જોવા અને તેમને આકાર કરવા ને જૈન સાહેબના જીવનની વિશેષતા છે. મારે આટલા સમયમાં આ પુસ્તક લખીને પૂરું કરવું છે, મારે આ પ્રકારના સામયિકનું નિયમિત પ્રકાશન કરવું છે, મારે એક એવી હોસ્પિટલ બનાવવી છે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદ થાય, મારે ધર્મપ્રચાર અને ધર્મપ્રસાર માટે વિદેશનો પ્રવાસ કરવો છે. એવા અનેક સ્વપ્રો જૈન સાહેબે જોયા, તેમના માટે પરિશ્રમ કર્યો અને તેમને સાકાર કર્યા. એમના સ્વપ્રોને પણ