Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
ગણકારી નથી. પળે પળનો સઉપયોગ કરી લેવો જે તેમનો મુદ્રાલેખ - ધ્યેય રહ્યો છે.
શ્રી જૈન સાહેબે સાહિત્ય ક્ષેત્રે ખુબજ લાંબુ ખેડાણ કર્યું છે અને જગતને તે દ્વારા અઢળક જ્ઞાન સભર સાહિત્ય પીરસ્યું છે. “તીર્થકર વાણી દ્વારા તેમણે દેશ-પરદેશમાં જૈન દર્શનનો ખૂબ જ પ્રચાર અને પ્રસાર
ર્યો છે. તેમજ તીર્થકર વાણી દ્વારા બાલજગત વિભાગના માધ્યમથી બાળકોને જૈન ધર્મનું રૂચિકર શિક્ષણ તેઓ આજે પણ આપી રહ્યા છે જે તેમની હરતી ફરતી પાઠશાળા છે. તીર્થકર વાણી ચારે ફિરકાનું તટસ્થ માસિક છે. “તીર્થકર વાણી' દ્વારા તેમના અગ્ર લેખોમાં ધર્મ, સમાજમાં જ્યાં-જ્યાં અને જ્યારે-જ્યારે દૂષણો જણાયાં છે તેને બહુજન સમાજ સમક્ષ રજુ કરવામાં કદી પણ સાધુ સમાજની કે સમાજના અગ્રણીઓની શરમ ભરી નથી. તેમની હિંમતને બીરદાવવી જોઈએ.
જૈન દર્શન વિષે તેમણે ઘણા આધ્યાત્મિક પુસ્તકો હિન્દી- અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કર્યો છે. અને જૈન દર્શન વિષે અનેક પ્રવચનો સમગ્ર ભારતમાં તેમજ અમેરિકા - બ્રિટન - આફ્રિકા વિગેરે દેશોમાં આપ્યા છે અને હજુ પણ આ ઉંમરે આ સિલસિલો ચાલુ જ છે. જે જૈન ધર્મ સાથેનો તેમનો અનહદ લગાવ અને અપાર પ્રેમનું પરિણામ છે.
શ્રી જૈન સાહેબનું સમગ્ર જૈન સમાજમાંથી અનેક પારિતોષકો-શિલ્ડો દ્વારા અભિવાદન-બહુમાન થયુ છે. જે હું કાયમ જોઈ રહ્યો છું અને આ પ્રવાહ અવિરત પણે ચાલુ જ છે.
તેઓને દિગંબર-શ્વેતાંબર તેરાપંથ અને સ્થાનકવાસી સંપ્રદાય ના તેમ ચારે ફિરકાના અનેક આચાર્યોના તેમને સતત આશિર્વાદ અને આશીર્વચન હરહંમેશ મળતાં જ રહે છે. જે તેમના જ્ઞાનની અને જૈન એકતાના [ પ્રતીક રૂપે છે.
નાનપણથી જ ગરીબોની સેવાની ભાવનાથી તેઓ પ્રેરિત હતા અને તે માટે તેમણે “સમન્વય ધ્યાન સાધના કેન્દ્રની સ્થાપના કરી અને આ સંસ્થાના પ્રથમ સોપાન તરીકે “તીર્થકર વાણી' નામના માસિકના સંપાદકની જવાબદારી સંભાળીને પ્રકાશન શરૂ કર્યુ. જેના પ્રથમ અંકનું વિમોચન શ્રી વિદ્યાચરણ શુક્લના વરદ હસ્તે ભોપાલમાં કર્યુ અને વિમોચનનાં પ્રસંગે સમાજના દરેક ક્ષેત્રના મહાનુભાવો, શ્રેષ્ઠીઓ અને પંડિતોની ઉપસ્થિતિમાં ભવ્ય બન્યો. જે શ્રી જૈન સાહેબની સમાજમાં ફેલાયેલી સુવાસનું પરીણામ હતું.
નબળા વર્ગના રોગીઓને ખૂબ જ નજીવા દરે સેવા સુશ્રુષાનો લાભ મળે તે માટે નબળા વર્ગના એરિયામાં એક હોસ્પિટલ સ્થાપવાનો નિર્ણય ર્યો જે વાત તેમણે તીર્થકર વાણીના માધ્યમથી દેશ પરદેશમાં વહેતી કરી અને તેના ફળ સ્વરૂપે પોતાના સ્વજન જેવા મિત્રોના સાથ સહકારથી “શ્રી આશાપુરા માં (ગાધકડા) જૈન હોસ્પિટલની શરૂઆત કરી અને ઉત્તરોત્તર જુદા જુદા વિભાગો માટે દાન પ્રવાહ મેળવતા રહ્યા અને નવા નવા વિભાગો શરૂ કરતા રહ્યા. અનેક સગવડ સાથેની ત્થા આંખની સંપૂર્ણ લેટેસ્ટ પદ્ધતિથી ઓપરેશન થઇ શકે તેવાં અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નબળા વર્ગ માટે આશીર્વાદરૂપ બની છે. આજે હોસ્પિટલ જૈન સાહેબનો જીવન મંત્ર બની ગયો છે. આવો સમાજસેવાનો ભેખ ધારણ કરનારને સંતનો દરજ્જો આપોઆપ મળી જાય છે. હોસ્પીટલને ગુજરાત સરકારની માન્યતા પણ પ્રાપ્ત થઇ છે.
પરમ આદરણીય શ્રી જૈન સાહેબને મારા અગણિત અભિનંદન અને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવતા હું અનન્ય આનંદ અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા ત્યા જગત જનની જગદંબા શ્રી આશાપુરા મા (ગાધકડા)ને કરબદ્ધ વિનમ્ર પ્રાર્થના કરું છું કે અમારા શ્રી જૈન સાહેબને અપાર શક્તિ અને આશિષ આપે