________________
ભવિષ્યમાં દયાનંદ સરસ્વતી જેવા કે મહાન શ્રીમદ્ રાજચંદ્ર જેવા ગુણવાન, શીલવાન, ચારિત્ર્યશીલ અને જ્ઞાનશીલ બને. એમના નિર્માણ માટે એમણે આવા સાહિત્યનું સર્જન કર્યું જણાય છે. બાળસાહિત્યક્ષેત્રની એમની સામગ્રીનું કોઈ ખરું અને પૂરું મૂલ્યાંકન કરે તો આ ઉપરાંતની પણ ઘણી બધી બાબતો વિગતે ચીંધી શકે.
પોતાની પાસે કોઈ શક્તિ નથી, કોઈ ક્ષમતા નથી એમ માનીને વિકલાંગો લઘુતાગ્રંથિથી ન પીડાય; એ પણ કેટલાં મોટાં કાર્યો કરી શકે એનાં કેવાં અને કેટલાં બધાં ભવ્ય ઉદાહરણો એમણે શોધ્યાં ? શોધ્યાં એટલું જ નહીં પણ એ એટલી સરસ રીતે લખ્યાં કે એ લખેલા લેખો પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યા એટલું જ નહીં, પણ બ્રેઇલ લિપિમાં પણ મુકાયાં અને વળી વિવિધ ભાષામાં અનુવાદ પણ થયા અને જુદી જુદી ભાષામાં એ પહોંચ્યાં. ક્રિકેટ વિશે એમણે લખેલા ગ્રંથોની નકલો લાખોની સંખ્યામાં છપાય છે. વર્તમાન સાહિત્યક્ષેત્રમાં મારી સામે કોઈ એવો સર્જક નથી કે જેમના ગ્રંથની સવાલાખ જેટલી નકલો વેચાઈ હોય. ક્રિકેટ રમતાં શીખો, ભાગ ૧-૨' મેં મારા દીકરા પુલકેશી પાસે પણ જોયું. એણે ખરીદ્યું હશે ક્યારે એ મને ખબર નહીં. રમત વિશે જે નિષ્ણાત લોકો છે અને મેં કુમારપાળ પાસે ચર્ચા કરતા જોયા છે.
ક્રિકેટ વિશે એમણે લખેલાં પુસ્તકો પૈકી સી. કે. નાયડુ વિશે લખેલું ચરિત્ર તો અત્યંત અધિકૃત ચરિત્ર મનાયું છે. એમના આ બધા સાહિત્યેતર લાગતા પુસ્તકો પણ ખરા અર્થમાં સાહિત્યક્ષેત્રની સીમામાં જેનો પ્રવેશ કરાવવો પડે એવા પ્રકારની અભિવ્યક્તિનું સ્વરૂપ આ ગ્રંથોને સાંપડ્યું છે. એ પ્રકારની વિષયસામગ્રી છે કે જેને કારણે ભવિષ્યમાં કોઈએ એમની આ ક્ષેત્રની પણ વિગતે મીમાંસા કરવી પડશે તો એ લોકોને ખ્યાલ આવશે કે બાળસાહિત્ય કેવા પ્રકારનું લખાય, પ્રોઢ સાહિત્ય કેવા પ્રકારનું લખાય, રમતગમતની માહિતી આપતું સાહિત્ય પણ અધિકૃત રીતે કેવી રીતે રચાય. હું એમ કહીશ માત્ર બાળકો માટેનું સાહિત્ય નથી, પ્રૌઢો માટેનું સાહિત્ય નથી, રમતગમતના રસિયાઓ માટેનું સાહિત્ય નથી. ગુજરાતી ભાષકોને ગુજરાતી ભાષાની ગરિમા અને ગુજરાતી ભાષાનું ગૌરવ સમજાવતું એ સાહિત્ય છે. કુમારપાળનું આ એક બહુ મોટું પ્રદાન મને લાગ્યું છે.
કુમારપાળે જૈન સાહિત્ય અને જૈનદર્શન વિશે જે ગ્રંથો લખ્યા છે કે એ અત્યંત અધિકૃત છે. એ તમામ ગ્રંથો મેં કાળજીપૂર્વક વાંચ્યા છે. એમના સંદર્ભો ચકાસ્યા છે અને અનેક સંદર્ભમાં એમની સાથે ચર્ચા પણ કરી છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશે હોય કે મહાવીર વિશે હોય કે મહાવીરના અહિંસા સંદેશ વિશે હોય – અનેક આગમોનાં વિષય, સૂત્રો એકત્રિત કરવાં, એ સૂત્રોનું વિષય તરીકે વિભાજન કરીને એનું વિભાગીકરણ કરીને યોગ્ય સ્થાને ઉદાહરણ તરીકે મૂકવાં, દષ્ટાંતરૂપે
31 બળવંત જાની