________________
પછી એ ફિરાક ગોરખપુરી વિશે હોય, કે લાલા અમરનાથ વિશે હોય – એ બધા મહાનુભાવોની સંખ્યા પચાસથી વધુ છે. હું એમ કહીશ કે કુમારપાળ ચરિત્રનિબંધોના લેખક છે. એમણે એવાં ચરિત્રો પસંદ કર્યાં છે કે જેમનાં વ્યક્તિત્વ ખરેખર અનુકરણીય બની રહે. એવા ભવ્ય વ્યક્તિત્વવાળા, ઉદાત્ત ભાવનાવાળા અને દેશ માટે કશુંક કરી ગયેલા આ સમાજના મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે એવા લોકોને પસંદ કરીને એમણે ચરિત્રો લખ્યાં છે. એ ચરિત્રગ્રંથોવિષયક એમનું પ્રદાન પણ ખરા અર્થમાં અત્યંત મહત્ત્વનું છે.
-
કુમારપાળે ચરિત્રલેખન પછી વિપુલ માત્રામાં સાહિત્યક્ષેત્રે કામ કર્યું હોય તો એ બીજું ક્ષેત્ર છે બાળસાહિત્યનું. છેલ્લા પાંચ દાયકાથી બાળસાહિત્યક્ષેત્રે તેઓ સતત ક્રિયાશીલ રહ્યા છે – સર્જન કર્યું છે. એટલું જ નહીં, બાળસાહિત્ય વિષયે શાસ્ત્રીય ચર્ચાઓ અને પરિસંવાદોનું પણ આયોજન કરીને ‘૨૧મી સદીનું બાળસાહિત્ય’ તથા ‘બાલસાહિત્યસંગોષ્ઠિ' જેવા ગ્રંથોનું પ્રકાશન પણ કર્યું છે. આપણે ત્યાં સર્જકો દ્વારા બાળસાહિત્યની ઉપેક્ષા પણ ખૂબ થઈ છે તો લાભશંકર ઠાક૨ કે ૨મેશ પારેખ જેવાએ ઉચ્ચકોટિનું અને દૃષ્ટિપૂત સર્જન પણ કર્યું છે. પણ કુમારપાળે બાળસાહિત્યમાં જુદી રીતે કામ કર્યું છે. આપણે ત્યાં ચતુરાઈ માટે અકબર-બીરબલનું ચરિત્ર જ સ્થિર થઈ ગયેલું. ભૂતકાળમાં અને વર્તમાનમાં આપણે ત્યાં પણ આવા ડહાપણનાં ભંડારરૂપ ચરિત્રો સમાજમાં હતાં એ ઓઠાં અને એમની સાથે જોડાયેલા ચતુરાઈના પ્રસંગો કુમારપાળે શોધી કાઢ્યાં. એમાંથી ‘ડમરો’ નામના દામોદર આપણા પરિચયનું પાત્ર બન્યું. જે માટે આપણી ભાષામાં ‘ડાહ્યોડમરો’ એવો શબ્દ પણ રૂઢ થયેલો. આપણા ભારતીય ચરિત્રની ચતુરાઈ-કથાઓ આલેખીને કુમારપાળે ખરા અર્થમાં સંસ્કૃતિ-સેવા કરી છે.
એમણે બાળસાહિત્યવિષયક જે કંઈ પુસ્તકો પ્રકાશિત કર્યાં એ બધાંમાંથી બાળકોના જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરે છે, એમની માહિતીનું જગત વધુ વ્યાપક બને છે અને ખરા અર્થમાં એ કલ્પનાશીલ બાળક એવી કલ્પનાઓની સૃષ્ટિમાં, એવી સ્વપ્નાંઓની સૃષ્ટિમાં દોડે છે કે આ દેશની ધરતી માટે પોતાની જાનની કુરબાની આપવા માટે સ્વપ્નાં સેવવા લાગે છે. આ મોટી વસ્તુ છે. બાળકોને એવું સાહિત્ય આપવું કે જે દ્વારા એનામાં દેશપ્રેમ પ્રગટે, આ માટે એમણે ક્રાંતિકારીઓ કે જેમણે આ દેશને માટે પોતાના જાનને કુરબાન કરી દીધા છે એવાં ચરિત્રોની બલિદાનની કથાઓ, એવી બિરાદરીની કથાઓ આપી કે એ દ્વારા દેશપ્રેમ અને ખરા ભારતીય જીવનમૂલ્યના ગુણો બાળકોમાં સહજ રીતે પ્રસરે છે. ખરા અર્થમાં બાળકોનું ઘડતર થાય અને ઘડતર થયેલા બાળક ઉપર જ રાષ્ટ્રનું ચણતર થઈ શકે. આવી એક વિભાવના-દૃષ્ટિ લઈને બાળસાહિત્યક્ષેત્રોમાં ક્રિયાશીલ બહુ ઓછા લેખકો છે. લખવું, દૃષ્ટિ સામે લખવું, તર્કબદ્ધ રીતે લખવું; માત્ર કલ્પનાઓના ઘોડા દોડાવીને, કલ્પનાઓનાં વાદળ ઉમટાવીને એ બેસી રહેતા નથી. બાળકોની આંખમાં એવાં સ્વપ્નો આંજે છે, બાળકોને એવાં મૂલ્યોનાં પીયૂષનાં પાન કરાવે છે કે જેથી બાળકો
30 ગરિમા અને ગરવાઈ