________________
ગરિમા અને
ગરવાઈ
બળવંત જાની
એ સમયે જાણીતા ભાષાવિજ્ઞાની ડૉ.
પ્રભાશંકર તેરૈયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ હતા. પહેલેથી આંખો નબળી. એમાં કાળા મોતિયાનો આરંભ થયો. ડૉ. કિશોર દોશીની નિયમિત તપાસ ચાલતી, પણ ભાયાણીસાહેબે રેટિના ખૂબ નબળી હોવાથી અમૃતસર-પંજાબના ડૉ. દલજિતસિંઘની મુલાકાત લેવાનું સૂચવેલું. મહિને એક વખત ગુજરાતમાં દહેગામની હૉસ્પિટલમાં તેઓ પધારતા. એમની એપૉઇન્ટમેન્ટ મેળવવી, ત્યાં પહોંચવું એ બધું અમારે માટે એ દિવસોમાં કપરું હતું. એ દિવસોમાં ડૉ. કુમારપાળ દેસાઈ મારા એક વિદ્યાર્થીની પીએચ.ડી.ની મૌખિક પરીક્ષા લેવા માટે આવેલા. અમારી મૂંઝવણનો તેમને વાતવાતમાં જ ખ્યાલ આવી ગયો હશે. પછીના બેચાર દિવસમાં જ પત્ર આવ્યો કે ડૉ. દલજિતસિંઘ સાથેની મુલાકાત, તારીખ, સમય નિશ્ચિત થઈ ગયાં છે. તમે આગલે દિવસે સાંજના મારા મહેમાન અને બીજા દિવસે જવાનું ગોઠવ્યું છે. અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ડૉ. કિશોર દોશી કે અન્ય મિત્રો સાથેના વાર્તાલાપમાંથી અમારી મૂંઝવણ એમણે કળી લીધેલી. માત્ર મુલાકાત જ નહીં પણ અમારા માટે છેક દહેગામ સુધી જવા-આવવા માટે ગાડીની વ્યવસ્થા પણ કરી રાખી. આવું તો કોને સૂઝે ?
આજે પણ અમે તેરૈયાસાહેબને ત્યાં બેઠા હોઈએ ત્યારે વાતચીતમાં કુમારપાળના
28