________________
[ ૩૮ ) બાલ્યવય, કુશાગ્રબુદ્ધિ, અધ્યયન રુચિ. ગુરુદેવોની કપા એ બધાય અનુકૂલ સંજોગોએ અલ્પ સમયમાં જ તેઓને સાધુ સમાચારી ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કોષ, જીવવિચારાદિ પ્રકરણો, બૃહત્સંગ્રહણી, છ કર્મગ્રન્થ પ્રમુખ વિષયોમાં નિષ્ણાત બનાવ્યા. દરમિયાન બૃહત્સંગ્રહણીના અભ્યાસ પ્રસંગે જ એ અતિ ઉપયોગી ગ્રન્થના સુવિસ્તૃત અનુવાદ માટે રૂચિ જાગૃત થઈ. દીક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રથમ ચાતુમસ મહુવામાં જ થયું અને ત્યાં જ એ ગ્રન્થાનુવાદની રૂચિના શુભ મંગલાચરણ કર્યા, પરંતુ ચાલુ સતત અભ્યાસ, વચ્ચે વચ્ચે શારીરિક પ્રતિકુળતાઓ તેમજ ગુરુદેવ તરફથી પન્નવણાદિ આગમગ્રન્યો અને લોકપ્રકાશાદિ વધુ ગ્રન્થોનું અવલોકન કર્યા બાદ અનુવાદ કરવાના હિતકારી આગ્રહથી કાર્યમાં વિલંબ કરાવ્યો. છતાં ૧૯૯૧ની સાલમાં મુદ્રણ કાર્ય શરૂ થયું. બે વર્ષમાં મુદ્રણ કાર્યની સમાપ્તિ લગભગ થઈ તો પણ ચિત્રોને તૈયાર કરાવવામાં કેટલાક અનિવાર્ય સંજોગોને અંગે ઘણો જ વિલંબ થયો. છેવટે ભાવનગર નિવાસી શ્રીયુત ગુલાબચંદ દેવચંદના સહકારથી એ કાર્ય પૂર્ણ થતાં, આ વિશાળ અને તત્ત્વજ્ઞાનભર્યો ગ્રન્થ પ્રજ્ઞાશીલ શ્રુતઅભ્યાસીઓ અને વિદ્વત્ સમાજ પાસે અમે રજૂ કરી શક્યા છીએ, તે બદલ પ્રથમ નંબરે અનુવાદક મહારાજશ્રીનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે, તેઓશ્રીના ચરણારવિંદમાં કોટીશઃ વંદનાપૂર્વક તેમને અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે કે હજુ પણ આવા ઉત્તમોત્તમ અભ્યાસોપયોગી અનુવાદ ગ્રન્થો તૈયાર કરી જૈન સમાજને સદાય લાભ આપતા રહે.
આ ગ્રન્થના મુદ્રક મહોદય પ્રેસના માલિક શ્રીયુત, ગુલાબચંદ લલ્લુભાઈ કે જેઓએ ઘણી જ કાળજીપૂર્વક ગ્રન્થમુદ્રણમાં ધ્યાન આપેલ છે, અને મુદ્રણકળાના સૌન્દર્યમાં સારો વિકાસ સાધ્યો છે તેમનો આભાર માનવામાં આવે છે. પૂ. મુનિજીની એક વિશિષ્ટ દૃષ્ટિ છે. કલાત્મક સૂઝ ઘણી હોવાથી ગુલાબચંદભાઇએ પણ પૂ. મુનિજીની ઇચ્છા-માર્ગદર્શનને માન આપી અતિ સુંદર મુદ્રણ કરી આપ્યું છે. ફોટાઓ પણ મુનિજીની ઇચ્છા મુજબ છાપ્યા છે, અને વધુમાં સામેથી માગણી કરીને આ ગ્રન્થ મંગાવી ગ્રન્થને સૂક્ષ્મ દૃષ્ટિએ સાવંત તપાસી યોગ્ય સૂચનાઓ અને ક્ષતિઓ જણાવનાર વિદ્વાન સુશ્રાવક શ્રીમાન કુંવરજીભાઈ આણંદજીનો આભાર માનવાનું પણ અમારાથી ભૂલાતું નથી.
છેવટે ગ્રન્થમાળાના જન્મદાતા પૂ. આચાર્યશ્રીનો, અનન્યભાવે ઉપયોગી પુસ્તકોના પ્રકાશનમાં સહકાર આપનાર પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજીનો, ગ્રન્થના સંશોધનાદિ કાર્યમાં સંપૂર્ણ સહાયક પં. મહારાજ શ્રી ધર્મવિજયજી મહારાજનો, આ ગ્રન્થના અનુવાદક મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ આદિનો અને ગ્રન્થ તૈયાર થતાં અભ્યાસરૂપે પ્રથમ મંગલ કરનાર બાલમુનિ શ્રી જયાનંદવિજયજી મહારાજાદિ ગુરુદેવોનો ઉપકાર માનવા સાથે પાદપંકજમાં વંદન કરી જૈન શ્રીસંઘ તથા અન્ય જનતા આ સંગ્રહણીરત્ન (અપરનામ રૈલોકયદીપિકા કે બહત સંગ્રહણી) ગ્રન્થના અધ્યયન અધ્યાપન દ્વારા યાને પરંપરાએ રૈલોક્યદીપકસમાં અક્ષય અનંત લોકાલોક વ્યાપી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે એ જ હૃદયેચ્છા !!! અક્ષય તૃતીયા, સં. ૧૯૯૫
નિવેદક વડોદરા
મોહન પ્રતાપી નંદ-ચરણોપાસક લાલચંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org