________________
[ 16 ]
党性学学特性等特特
પ્રકાશકનું નિવેદન
带绕绕绕卷特带步器
[પહેલી, બીજી આવૃત્તિમાં જે છપાયું હતું તે જ ફરી અહીં છાપ્યું છે]
શ્રીમાનું મુક્તિકમલજૈનમોહનમાળા તરફથી આજસુધીમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ સંબંધી નાનાં મોટાં સંખ્યાબંધ પુસ્તકોનું પ્રકાશન થયું છે, અને તે પ્રત્યેક પ્રસંગે ગ્રન્થ પ્રકાશક તરીકે મેં અભ્યાધિક આનંદ અનુભવ્યો છે, તો પણ સંગ્રહણીરત્ન અપરનામ બૃહત્સંગ્રહણી અથવા વૈલોક્યદીપિકા નામના આ સુવિશાલ-સચિત્ર ગ્રન્થ સન્દર્ભનું પ્રકાશન કરતાં મને જે આનંદ થાય છે તે અક્ષરાતીત છે-અવર્ણનીય છે. પ્રકરણાદિ વિષયોના અભ્યાસીઓ કેટલાય સમય થયાં જે ગ્રન્થના પ્રકાશનની એકધારી પ્રતીક્ષા કરી રહ્યા હતા તેવા પઠન-પાઠનના ક્રમમાં પ્રથમ કક્ષાએ ગણાતા અત્યંત ઉપયોગી આ ગ્રન્થનું સુવિસ્તૃત અનુવાદ સેંકડો યંત્રો અને સંખ્યાબંધ રંગીન ચિત્રો સાથે લગભગ ૧૦૦ ફોર્મ-૮૦૦ પૃષ્ઠ જેવા મોટા પ્રમાણમાં પ્રકાશન કરવું એ ગ્રન્થમાલા માટે, તેમજ પ્રકાશક તરીકે મારા માટે પણ એક ગૌરવનો વિષય ગણાય.
શ્રી મક્લિકમલજૈનમોહનગ્રન્થમાલાના પ્રેરક-જન્મદાતા શાસનપ્રભાવક, સમર્થ વ્યાખ્યાનકાર, પરમગીતાર્થ પૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમાનું વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીની સત્રેરણાથી તેમજ તેઓશ્રીના અનન્ય પટ્ટાલંકાર પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. તથા પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજાદિના લાગણીભર્યા સહકારથી અમો આજ સુધીમાં વિવિધ સાહિત્યનો નાનકડો રસથાળ જૈન સમાજ પાસે રજૂ કરી શક્યા છીએ, એ સાહિત્ય રસથાળની વિવિધ વાનગીઓમાંથી શ્રીઉપદેશપદ મહાગ્રન્થ (મૂલકાર-શ્રીમાનું હરિભદ્રસૂરિ પ્રમાણ ૧૪૦૦૦ શ્લોક) પ્રતિમા શતક, સટીક કર્મગ્રન્થ ૧ થી ૪, વિપાકશ્રત, ઉપદેશસાર, અભિધાનચિંતામણી (હેમકોશ), ક્ષેત્રસમાસ-જૈનભૂગોળ, પંચમ કર્મગ્રન્થ ષત્રિશિકા ચતુષ્ક પ્રકરણ, પ્રશ્નોત્તર મોહનમાળા, આત્મકલ્યાણમાળા વગેરે સ્વાદિષ્ટ અને સૌરભસંપન્ન વાનગીઓએ વિદ્વત્સમાજનું આ ગ્રન્થમાળા પ્રત્યે ખૂબ આકર્ષણ કર્યું છે. આજે પ્રકાશન પામતો રૈલોક્યદીપિકા-બૃહત્સંગ્રહણી નામનો અમૂલ્ય ગ્રન્થ પૂર્વોક્ત આકર્ષણમાં ખૂબ જ વૃદ્ધિ કરશે એમ ગ્રન્થાન્તર્ગત વિષયોની બહુલતા, અનુવાદની ઘણી જ સ્પષ્ટતા. યંત્રોની ખૂબ જ વિશદતા અને લખાણનો સાક્ષાત્કાર થાય તેવાં પહેલીજવાર પ્રગટ થતાં વિવિધ રંગીન ચિત્રોની અસાધારણ ઉપયોગિતા, સુંદરતા જોતાં અમને કહ્યા સિવાય ચાલતું નથી, તો પણ અમારા કથનની યથાર્થ પરીક્ષા અને સફળતા અભ્યાસકોને આધીન હોઈ આ બાબતમાં વધુ લેખન કરવું તે જરૂરી નથી.
સંગ્રહણીસૂત્રનું પઠન-પાઠન ચતુર્વિધ સંઘમાં ઘણું જ પ્રચલિત છે, એમ એ સંગ્રહણીગ્રન્થ ઉપરના અનેક પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત-મુદ્રિત સાહિત્યથી સાબિત થાય છે. આગમસિદ્ધાન્તોની જાણકારી માટે આ ગ્રન્થ ઘણો ઉપયોગી છે એમ અમારે કહેવું પડશે. આ બાબતમાં સવિસ્તર સમજણ પ્રસ્તાવનામાં અનુવાદક પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજ કરવાના હોવાથી અહીં લખવાની જરૂર નથી.
સંગ્રહણી ગ્રન્થના જૂની ઢબનાં સંક્ષેપ અર્થવાળા અને વિશેષ યન્ત્રો-ચિત્રો વિનાનાં બે ચાર જાતનાં ભાષાંતરો મુદ્રિત થયાં છે, છતાં તે સહુને ઢાંકી દે તેવું. લગભગ ૧૦૫ ફોર્મ જેટલા દળદાર ગ્રન્થનું વિસ્તૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org