________________
[ 3 ] ભાષાંતરવાળું, વ્યવસ્થિત ઢબપૂર્વકનું નવીન પદ્ધતિનું મુદ્રણકાર્ય અનુવાદની સરળતા, સુસ્પષ્ટાર્થતા અને સવિસ્તૃતતા તેમજ ૧૦૩ જેટલાં યત્રો અને પચરંગી લગભગ ૭૦ ચિત્રો-આકૃતિઓ વગેરે અજોડ સામગ્રીથી આ ગ્રન્થનું પ્રકાશન અનોખું જ તરી આવશે એ નિઃશંક છે. આ જાતનું પ્રકાશ પહેલીજવાર થાય છે. એથી જ અમારી હાર્દિક ઉર્મિઓ કહે છે કે અભ્યાસીવર્ગને અસાધારણ આલંબનભૂત થવા સાથે મહાન આનંદદાતા થઈ પડશે.
ઐતિહાસિક અન્વેષણ કરતી અને તે યુગનું તાદશ ચિતાર રજૂ કરતી અને નવયુગની નવીન પ્રેરણા આપતી, નાની વયમાં લખાએલી, આ ગ્રન્થની સુંદર અને સુવિસ્તૃત પ્રસ્તાવના પણ “અનુવાદકશ્રીએ પોતે જ લખી હોવાથી આ પ્રસ્થાનુવાદનો સાદ્યન્ત શ્રમ તેઓને જ ફાળે જાય છે.
આ ગ્રન્થનો અનુવાદ, તેમાં આવતાં પ્રાસંગિક યંત્રો અને રંગીન ચિત્રો એ બધું સાહિત્ય સંગીન પદ્ધતિએ તૈયાર કરનાર પૂ. શાસનમાન્ય આચાર્ય મહારાજ શ્રીમાનું વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય પ્રવર બાળયોગી મુનિવર્ય શ્રીમાનું યશોવિજયજી મહારાજ છે. તેઓશ્રીએ દભવિતી-ડભોઇ નગરને સ્વજન્મથી પવિત્ર કરેલ છે, જૈન જેવા ઉચ્ચકુલ અને વિશાળ-શ્રીમંત કુટુંબમાં પુન્યોદયથી જન્મની પ્રાપ્તિ છતાં કોઈ અશુભોદયે બાલ્યવયમાં જ માતા-પિતાનો વિયોગ થતાં વડીલભાઈ શ્રીયુત નગીનદાસ નાથાલાલ કે જેઓ જૈનસંઘમાં અગ્રગણ્ય વ્યક્તિ ગણાય છે તેમની છત્રછાયામાં વૃદ્ધિ પામ્યા, ક્રમશઃ ધાર્મિક-વ્યવહારિક અભ્યાસમાં જોડાયા અને એ અનુવાદક સંગીતકલામાં પણ નિપુણ બન્યા. સંવત ૧૯૮૪માં પૂ. આ. મ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજનું ચાતુમતિ દભવિતી-ડભોઇમાં થતાં પૂ. આચાર્યદિવનો, પૂ. પ્રતાપવિજયજી મ. તથા પૂ ધર્મવિજયજી મહારાજનો પુન્યસંસર્ગ અને વૈરાગ્યમય સદ્ગોધે તેમના હૃદયમાં સંયમાભિલાષ પેદા થયો. હામ, દામ અને ઠામથી પહોંચતું કુટુંબ, કુટુંબ ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ પણ દીક્ષા માટે જલદી સંમતિ મળે એ શક્ય ન હતું. છ મહિના સુધી ગુરુનિશ્રામાં અભ્યાસ, વૈરાગ્યમય સંસ્કારો મેળવ્યા પછી પોષ મહિનામાં ગુરુદેવ વિહાર કરી ગયા. પછી પોતાના મોટાભાઈને દીક્ષાની સંમતિ આપવા વિનંતિ કરતા રહ્યા. ગુરુદેવોએ વિહાર કરી વડોદરા કોઠીપોળ સ્થિરતા કરી હતી. કુટુંબને નરમ પાડવા સત્તર વખત નાસભાગ,કરી વડોદરા જતા આવતા રહ્યા. સંસારના મોજશોખ બધા ત્યજી દીધા. સંસારી કપડામાં પણ સાધુ જેવું જીવન જીવવા માંડ્યું. સવાર-સાંજ પ્રતિક્રમણ, બે કલાક પૂજામાં અને ચાર થી છ સામાયિક, તેમાં વાંચન અને જાપ એ પ્રમાણે આરાધના ચાલુ રાખી હતી. છેવટે છ વિગઈના પણ ત્યાગ કરવા પડ્યા પણ રજા ન જ મળી. છએક મહિના થવા આવ્યા. ચોમાસા પહેલાં કોઈપણ રીતે દીક્ષા લેવી હતી. રાજીખુશીથી મળે તેમ ન હતી એટલે ખાનગી રીતે સંમતિ મેળવીને છાણી જઈને દીક્ષા લીધી. પાછળથી કુટુંબ ફરી બેઠું. કોઇપણ હિસાબે છોકરાને ઘેર લાવવો એટલે કોર્ટ ચઢ્યા, વોરંટ કઢાવ્યું. વડોદરા ભદ્રની કોર્ટમાં ત્રણ દિવસ કેસ ચાલ્યો. હજારો માણસોનાં ટોળેટોળાં ઉભરાતા હતા. ૧૩ વર્ષનો છોકરો વાલીની રજા સિવાય કોઈ કામ કરી શકે નહિ એ કાયદા નીચે મુનિજીને એમના ભાઈને સોંપી દેવામાં આવ્યા. પછી બીજે દિવસે ડભોઇ પહોંચી ગયા. કલ્પના ન હતી કે આવી પરિસ્થિતિ ઊભી થશે. પછી છ મહિના ઘરમાં રહીને ગુરુદેવો વડોદરાથી વિહાર કરી પાલીતાણા જતાં ભાલમાં ગુરુદેવને ભેગા થઈ ગયા. પાલીતાણા પહોંચ્યા. ગુરુદેવ સાથે એકાદ વર્ષ રહ્યા. છેવટે પંદર વરસ જેવી નાની વયમાં અભેદ્ય ભાવનાના પ્રતાપે તથધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના ૧૦૮ શિખરો પૈકી સજીવન શિખર તરીકે જગમશહુર થયેલા શ્રી કદંબગિરિરાજની પાવનકારી શીતલ છાયામાં સંવત ૧૯૮૭ના વર્ષની અક્ષયતૃતીયાના મંગલદિવસે સંયમાભિલાષા સફળ થઇ, અને ત્યારથી તેઓ મુનિશ્રી યશોવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org