________________
[ ૩૫ ] હવે છેલ્લામાં છેલ્લો અને મોટામાં મોટો ઉપકાર તો મારે માનવો જોઈએ મારા જીવનોદ્ધારક પરમગુરુદેવ વિદ્વદૂવર્ય સદ્ગણશાલી પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજશ્રીનો, જેઓશ્રીએ સારાએ પુસ્તકનું સાધન્ત સંશોધન કરી, પોતાનો સમય અને શક્તિનો ભોગ આપી સહાય કરી અને જેઓએ પ્રથમથી જ આ પુસ્તક સવાંગ સુંદર અને આદર્શભૂત તેમજ સર્વોપયોગી બને તે જોવાની ઉદાત્ત ભાવના પ્રદર્શિત કરી છે, અને જેઓએ ભાષાંતર દરમિયાન થયેલ શંકાઓના સમાધાન પણ આપ્યા છે. સ્થળે સ્થળે કિંમતી સૂચનાઓ પણ કરી છે, વિવિધ રીતે સહાયક થવા દ્વારા મારા ઉપર જે અસીમ અને અમાપ ઉપકાર કર્યો છે, તેથી તો ખરેખર મને તેઓએ હોટા ઋણના ભારતળે મૂકયો છે, તેઓશ્રીની જો મદદ ન હોત તો આ કાર્યને પહોંચી શકવા હું ખરેખર અશક્ત બન્યો હોત!
પણ આવા જ્ઞાની ઉપકારીઓનાં ઋણ કોઈનાથી મુક્ત કર્યાં થયાં છે ખરાં? તો પછી તેઓશ્રીના ઉપકારનો બદલો હું શબ્દોમાં અને બીજી રીતે પણ કેવી રીતે વાળી જ શકું?
છતાં સહુની જેમ અલ્પાંશે ઋણમુક્ત થવા માટે જ આ સૌંદર્યસમ્પન અને દળદાર ગ્રન્થ તેઓશ્રીજીના જ શુભ કરકમળમાં સહર્ષ અર્પણ કરી કૃતકૃત્ય થવાની મોંઘેરી તક લઉં છું.
પૂજ્ય ગુરુદેવોની કૃપાથી આ મહાન સૂત્ર ગ્રન્થના ભાષાંતરનું સદ્ભાગ્ય મને સાંપડ્યું. તેઓશ્રીની અમૂલ્ય સૂચનાઓ આપેલાં સમાધાનો દ્વારા અભ્યાસીઓને દરેક રીતે સુગમ થાય તેવું વ્યવસ્થિત ભાષાંતર થઇ શકહ્યું, યથામતિ અને યથાશક્તિ શાસ્ત્રીય અને મુદ્રણ સંબંધી શદ્ધિ જાળવવા પ્રયત્ન સેવવા છતાં કંઈપણ અલનાઓ દષ્ટિગોચર થાય તો સુધારી લેવા કે જણાવવા સજ્જન વાચકોને મારૂં સાદર નિવેદન છે.
અન્ને મારા પરમારાધ્ય, સહાયક, સવિબવિનાશક, અખંડપ્રભાવક, અર્ધ પદ્માસને બિરાજમાન દભવતી (ડભોઈ) મંડન શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનનું તથા શ્રી સરસ્વતીદેવી તથા સમગ્ર ઈષ્ટદેવ-ગુરુવંદનું સ્મરણ કરી–શરણ સ્વીકારી આ મારૂં નમ્ર નિવેદન સમાપ્ત કરૂં છું.
ફલિતમાં આ ગ્રન્થનું અધ્યયન ખૂબ વૃદ્ધિવાળું થાઓ અને ત્રણે લોકનું સ્વરુપ અને માહિતી મેળવી, પ્રેરણા લઈ મુક્તિમાર્ગના પરમોપાસક બનવા ઉજમાળ થાઓ એ જ અંતિમ અભ્યર્થના !!! પ્રથમ મુદ્રણ સં. ૧૯૯૫,
લે., અનુવાદક-યશોવિજય’ દ્વિતીય મુદ્રણ સં. ૨૦૪૪, તૃતીય મુદ્રણ સં. ૨૦૫૩
જ વાચકો! ખાસ વાંચો છે આ સંગ્રહણીના પુસ્તકમાં સમુદ્રના તળિયે કેવાં કેવાં રમણીય, ચિત્ર-વિચિત્ર, જાતજાતનાં વૃક્ષો. ઉગેલાં હોય છે, ત્યાં કેવી વિવિધરંગી આશ્ચર્ય ઉપજાવે તેવી માછલીઓ ફરતી હોય છે, સમુદ્રના તળિયેથી અગાધ પાણીને પસાર કરીને માછલીઓ કેવી રીતે ઉપર ચઢતી હોય છે, તે કુદકા કેવા મારે છે? કુદકા મારીને કેવી રીતે બહાર આવે છે તેનાં તથા વિવિધ શાર્ક અને વહેલ માછલીઓના તથા એક જુઓ અને એક ભૂલો તેવી અનેક પ્રકારની માછલીઓના તેમજ ચિત્ર-વિચિત્ર પક્ષીઓના, તે ઉપરાંત એક મોંઢાથી લઈ અનેક મોંઢાની માછલીઓ, સર્પો વગેરેના ફોટાઓ છાપવાનો ખૂબ જ વિચાર હતો પરંતુ ખેદ છે કે મારી આ તીવ્ર ઈચ્છા પૂરી કરી શકયો નહીં. વાચકો આ અગાધ, અાટ સમુદ્રની રહસ્યમયી દુનિયાની ઓછી જાણીતી જીવસૃષ્ટિથી વંચિત રહેશે તેનો મને ખૂબ ખેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org