________________
[ ૩૩ ]
જિક
મારું નમ્ર નિવેદન
લેખન સં. ૧૯૯૫
* બીજી આવૃત્તિમાં છપાયેલું આ નિવેદન સુધારાવધારા સાથે પુનઃ ઉદ્ધત કર્યું છે.
આ શ્રી ચન્દ્રીયા સંગ્રહણી રત્ન ગ્રન્થનું અધ્યયન અત્યારે સવિશેષ પ્રચારને પામ્યું છે. ખાસ કરીને શ્રમણવર્ગમાં તેનો અધિક ફેલાવો થયેલ છે. આમ છતાં અદ્યાવધિ આવા મહત્ત્વ અને ગૌરવભર્યું વિશિષ્ટોપયોગી ગ્રન્થ ઉપર એક સરળ, સ્પષ્ટાર્થક, સુબોધ અને વિસ્તૃત ભાષાનુવાદની ખામી ચાલી આવતી હતી, એ ખામીને યથાશક્તિ દૂર કરવાની એક પુણ્યપળે મને સદ્ભાવના થઇ.
તે અગાઉ મારા પરમ ઉપકારી, પ્રાતઃસ્મરણીય, વિશિષ્ટ કોટિના અજોડ પ્રવચનકાર આરાધ્ધપાદ આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસુરીશ્વરજી મહારાજશ્રીની આ સંગ્રહણી કંઠસ્થ કરવાની અનન્ય પ્રેરણાએ તે ગ્રન્થ પરત્વે બહુમાન પેદા કરાવ્યું હતું.
ત્યારબાદ મેં તેના ભાષાંતરનું સામાન્ય અવલોકન કરવા ચાલુ બુક મંગાવી, તેમાં આવતા વિવિધ વિષયોને અંગે અંતરમાં ખૂબ જ આહુલાદ થયો, પણ કોઇ પ્રકાશનમાં પુસ્તકની કદ્રુપતા, અસુંદર ભાષા અને અર્થની દૃષ્ટિએ ઘણી અશુદ્ધિઓ, વ્યવસ્થા વિનાનું આંતરિક મુદ્રણકાર્ય. વળી બીજા અન્ય પ્રકાશનમાં સુવિસ્તૃત વિવેચનની ખામી, ઇત્યાદિ કારણે તે ભાષાંતરો બધા અસન્તોષપ્રદ-અણગમતા જણાયા, તેમાં વળી ચિત્રોની પણ નહીં ચલાવી શકાય તેવી ક્ષતિઓ આ બધી બાબતોએ મારા હૃદયમાં જન્મેલી ભાષાંતર કરવાની સદ્ભાવનાને વધુ વેગવંતી બનાવવાનું કાર્ય કર્યું.
હું સજ્જ તો થયો પણ મારી શિશુવય, વિશાળ વાંચન, અને હજુ શાસ્ત્રીય અભ્યાસની ન્યૂનતા વગેરે કારણે હું સ્વયં સંકુચિત તો થતો જ હતો, તેમાં વળી પૂજ્ય આચાર્યશ્રીજી તરફથી તે વિચારમાં સહર્ષ ટેકો ન મલ્યો, એમાં કારણ મારા તરફથી લખાએલું પુસ્તક સર્વગ્રાહ્ય અને આદર્શભૂત નીવડે એ જોવાની મારા પ્રત્યેની શુભ લાગણી સિવાય બીજું કઈ જ ન હતું. અને તેઓશ્રીનું આ મન્તવ્ય વિશાળ અને દીર્ધદષ્ટિભર્યું હતું. મને પણ થયું કે ખરેખર ! એક સાહસ કરી રહ્યો છું. વળી પૂરી શક્તિ અને સામર્થ્ય બહારનું કાર્ય એ ઘણીવાર નિષ્ફળ થવાને જ સર્જાયું હોય છે. છતાં મારી ભાવનાને વધુ દબાવી રાખવા હું અસમર્થ હતો. તેમાં વળી પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજે, પોતાના ઉદાત્ત સ્વભાવ પ્રમાણે હું નાહિંમત ન થઈ જાઉં એટલે પ્રોત્સાહન આપ્યું. દાદાગુરુશ્રી-મોટાસાહેબને કળથી સમજાવી દીધા, એટલે મેં સં. ૧૯૮૬ મહુવામાં આ કાર્ય આરંભ્ય. - ભાષાંતર થયું. અવકાશે કેટલાંક યત્ર-ચિત્રો પણ સામાન્ય રીતે આલેખ્યા, ત્યારબાદ પાછો ચાલુ વિદ્યાધ્યયન ક્રમ શરૂ થયો.
ત્યારપછીના વિહારાદિકના પ્રતિકૂળ સંયોગે સં. ૧૯૮૮ થી ૧૯૮૯ સુધીમાં એ કાર્ય આગળ ધપાવવા અને થએલા કાર્યને પરિમાર્જન કરવાનો સમય જ ન મલ્યો. તે પછી ૧૯૯૦માં વેરાવળથી મુનિ સંમેલન પ્રસંગે રાજનગર-અમદાવાદ જવું પડ્યું. દીર્ઘ અને સતત ઉગ્ર વિહારાદિકને કારણે અમદાવાદ પહોંચતા મારે લાંબી માંદગીના દુઃખદ ભોગ થવું પડયું. એમ છતાં પણ મારું અંતર તો આદરેલ કાર્ય આગળ ધપાવવા સતત તલસતું હતું. હૃદયમાં એ જ ભાવના ગુંજારવ કરી રહી હતી, પણ તબિયતના કારણે ચિકિત્સકો તરફથી શ્રમ લેવાનો મનાઈ હુકમ થવા છતાં મેં તો ખાનગી રીતે જુદા જુદા શાસ્ત્રીય ગ્રન્થોનું સંગ્રહણીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org