________________
[ ૩૪ ] વિષયને લગતી નોંધો કરવાપૂર્વક અવલોકન અને એની સાથે સાથે જ યથોચિત લેખનકાર્ય પણ મંદ વેગે આદર્યું. પુનઃ સંગ્રહણીને લગતા વિષયોનું સુવિસ્તૃત જાણપણું મેળવવા તથા મત-મતાંતરોનું એકીકરણ કરવા ઘણાં આગમોના ટીકા-ગ્રન્થો તથા અન્ય અનેક ગ્રન્થોનું અવલોકન તથા દષ્ટિપાત કરી ગયો. સાથે સંગ્રહણી ગ્રન્થને લગતાં સ્થાનો, મત-મતાંતરો વગેરેની સંક્ષિપ્ત નોંધો કરવાનું પણ ન ચૂકયો.
ત્યારબાદ મેં પ્રથમનું લખેલું જૂનું ભાષાંતર ખોલ્યું ત્યારે તે મારા વધતા જતા શાસ્ત્રીય અભ્યાસ આગળ અધૂરૂં અને ખામીભર્યું લાગ્યું. દાદાગુરુજીની દીર્ધદષ્ટિ તે અવસરે ખરે જ યાદ આવી. થોડું ભાષાંતર રદ કરી નવેસરથી જ ભાષાંતર કરવું શરૂ કર્યું. વર્ષમાં ચોમાસા વગેરેનો અધ ભાગ વિદ્યાભ્યાસમાં જાય, શેષ અધ ભાગ રહ્યો તે ખાસ કરીને વિહારાદિકમાં વીતાવવામાં જાય, તેમાં ક્યારેક સમય મળે ત્યારે અવલોકન કરવા માટે જરૂરી અન્ય ગ્રન્થોનું અનુકૂલ્ય પાછું ન મળે અને મારી ભાવના સુવિસ્તૃત અન્વેષણપૂર્વક ભાષાંતર કરવાની શીઘેચ્છા, પણ તે બર ન આવે એ સ્વાભાવિક હતું! છતાં મારો દઢ સંકલ્પ હતો કે આદરેલ કાર્ય પૂર્ણ તો અવશ્ય કરવું જ. મારી એ માનસિક અટલ પ્રતિજ્ઞાના પ્રતાપે, શરીરના તથા બીજા પ્રતિકૂળ સંયોગો છતાં ૧૯૯૨ની સાલમાં સદ્દગુરુદેવ કૃપાએ એ ભાષાંતર પૂર્ણ કરવા સમર્થ બન્યો. મારા પરમતારક, કરુણાવત્સલ, મારા પ્રત્યે અતિસભાવ, આદર ધરાવનાર મારા ગુરુદેવને આખું ભાષાંતર બતાવી દીધું. ઘટતા સુધારા-વધારા જરૂરી હતા તે સૂચવ્યા, કર્યા, પછી તે છાપવા આપ્યું. સં. ૧૯૯૩માં ભાવનગર મહોદય પ્રિન્ટીંગ પ્રેસમાં પૂર્ણ કર્યું. ત્યારપછી ચિત્રોનાં પ્રિન્ટમાં જ એક વર્ષ વીત્યું, આમ થતાં પુસ્તક પ્રકાશન સં. ૧૯૯૫માં થવા પામ્યું.
ભાષાંતરનું કાર્ય ઘણું કપડું છે, તે તેના અનુભવીઓ જ સમજી શકે, શબ્દ કાઠિન્ય ન થાય, ષાસૌષ્ઠવ જળવાય. અશદ્ધિ થવા ન દેવાય. શાસ્ત્રીય બાધ ન પહોંચાડાય અને અનેક ગ્રન્થોનું અન્વેષણ દ્વારા જરૂરી ઉપયોગી પદાર્થોના તે તે વિષયોને ભાષાંતરમાં મૂકાય, ત્યારે તે રુચિકર અને લોકભોગ્ય થાય.
સામાન્ય લોકદષ્ટિ ભાષાંતર એટલે “ઠીક હવે’ એમ ભલે સમજતા હોય પણ એ તો ખોટી સમજ છે, કલ્પિત કે સ્વેચ્છાપૂર્વકના લખાણને ભલે એવું માને છે તેમ સમજે, પણ શાસ્ત્રીય પ્રણાલિકાને નિરાબાધ રાખી કરવાનું કાર્ય થોડું કપડું છે.
આ ભાષાંતરમાં ઘણી ઘણી હકીકતો ગ્રન્થાન્તરથી ઉપયોગી જાણી ભાષાંતર કરીને આપવામાં આવી છે. મારી ઇચ્છા તો હજુ અસંખ્ય-અનંત ચૌદરાજલોક સમસ્કાયાદિ વ્યાખ્યા તથા બૃહમંડલાદિક યંત્રો આ ગ્રન્થમાં નાંખવાની હતી. વિષયો તૈયાર પણ કરી રાખેલા પણ ગ્રન્થની વધુ પડતી જાડાઈ થાય તો ગ્રન્થસૌષ્ઠવ ઘટે અને રૂચિકર ન થાય એટલે એ વિષયોને તો જતા કર્યા પણ દેવાધિકાર પછીનું અને ખાસ કરીને પાછલા ભાગનું ભાષાંતર થોડું ટૂંકાવ્યું. નવી ટીપ્પણીઓ પણ આપવી બંધ કરી. આમ છતાંય આ ગ્રન્થનું પ્રમાણ લગભગ ૧૦૫ ફમાં જેટલું દળદાર થઈ ગયું. ઘણીવાર વિધાર્થીઓને લાંબો ગ્રન્થ અકળામણ કરે છે પણ સાચી પરિસ્થિતિ સમજ્યા બાદ તેઓ મને ઉપાલંભપાત્ર નહીં ગણે.
આ કાર્યમાં મને ઉરના ઊંડા શભાશીવદિ આપનાર, પરમ વાત્સલ્યની વર્ષા કરનાર, ગીતાર્થવર્ય પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના પટ્ટધર વિનેયરત્ન
વિહિત સદુગણનિધિ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા વિધ્વંદ્વયે મારા પરમતારક ગુરુવર્ય પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજ, આ સહુનો મસ્તકે પરમાભાર માની તેઓશ્રીની કૃપાદષ્ટિ અને મદદથી આ કાર્યમાં ફ્લેહમંદ થયો તે બદલ ભાવભવાં કોટીશઃ વંદન કરૂં છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org