________________
મનુષ્યની આકૃતી ઉપરથી જ મનુષ્ય સ્વભાવની પરીક્ષા કરી લેતા અને તેઓએ કરેલી પરીક્ષા બનતાં સુધી સત્ય અને સચોટજ હોય તેથી કોઈ પણ મનુષ્ય તેઓની પાસેથી ઠગબાજી કરીને કે છેતરપીંડી કરીને લઈ જવાની તાકાત ધરાવવા હીંમત કરતો જ નહિ.
આ સિવાય તેઓશ્રીના રદયમાં ધામક શ્રદ્ધા કેટલી બધી મજબુત હતી. તેનું એક ઉદાહરણ આપી હવે આ જીવન વૃતાંત સમાપ્ત કરું છું.
પોતાના ઘર્મ પત્નિને મહા ભયંકર જ્યારે બીમારી આવી હતી. રોજના હજાર હજારની ફીવાળા ડેકટરને બોલાવ્યા હતા. છતાં તે બીમારી જરા પણ ઓછી ન થઈ, છેવટ'પિતે પ્રતિજ્ઞા કરી હતી કે અમુક મુદત સુધીમાં જે મારી ધર્મપત્ની રોગથી મુક્ત થઈ સ્વસ્થ થઈ જશે તો રૂ. ૧ લાખની ચાંદીની પ્રતિમા કરાવી મંદિરમાં પધરાવીશ. ધર્મની શ્રદ્ધાથી તેજ મુદતમાં રોગ મટી ગયે. અને શરીર તદન નીરોગી બની ગયું. તેજ વખતે ચાંદીની પ્રતિમા બનાવવા માટે પિતાના કર્મચારીઓને દેશાવર મોકલ્યા પણ તે સમયમાં પ્રતિમા બનાવવા માટે ચાંદીની અનુકુળતા નહી હોવાથી તે લાખ રૂપીયા તેમના ધર્મપત્નિની ઈચ્છા મુજબ વિધવા સહાયતા અસહાય ભેજનશાળા એ નામની સંસ્થા બેલી. તેમજ જ્યારે બીજા વર્ષમાં ફરી બીમારી આવી. ત્યારે પણ એક લાખ રૂપિયા આપી આંખની ‘ઈસ્પીતાલ સ તુકેજીરાવ મહારાજાશ્રીના શુભ હસ્તે બોલી. આવા આવા તો અનેક દાખલાઓ તેઓશ્રીના જીવનમાં મોજુદ છે આ સિવાય તેઓશ્રીએ હીન્દી સાહીત્ય દ્વારા પણ કંઈક પુસ્તક પ્રકાશીત કરવા માટે લક્ષ્મી દ્વારા ઉત્તેજન આપી. સાહિત્યને વિકાસ કરવામાં પણ પાછી પાની કરી નથી. ધન્ય છે એ વિદ્યા પ્રેમીને. અનેક સદ્દગુ વડે શોભતા એવા દાનવીરને