________________
૧૮
મહામંત્રી શકટાળ - વૈદ્યકશાસ્ત્રમાં અજોડ ગણાતા રાજવૈદ્યને લાગ્યું કે, રાજાને
ગ્ય માત્રા આપવામાં આવશે નહિ, તે દૂધર્ટના બનવા પામશે. તરતજ તેમણે ઉડીને રાજા પાસે જઈ એક માત્રા સુધાડી, બેશુદ્ધ બનતા જતા રાજાને શાંતિ વળવા લાગી. મગજ પર ચઢતી ગરમીનું દબાણ ઓછું થવા લાગ્યું. લગભગ બે મિનિટમાં તે રાજાએ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી.
મહારાજ! વધુ ચિંતા કરવી નુકશાનકારક છે. આપ રાજા છે. રાજનીતિમાં કુશળ છે. આપ જાણતા તે હશે જ કે, ઝેર આપનાર વ્યક્તિ એકજ વખત ઝેર આપે છે. વારં. વાર આપવાની તેનામાં હિમંત હોતી નથી, હવે કેટલેક વખત સુધી તે પિતાનું કાર્ય કરી શકશે નહિ. તે દરમિયાન આપ તેને શોધી પણ શકશે.” રાજાનું મગજ શાંત બને, તે માટે વદ પોતાનાથી બની શકતું આશ્વાસન આપ્યું.
રાજાને પણ વૈધે આપેલી માત્રાથી શાંતિ વળી હતી. વૈદ્યના શબ્દો તેમને ખરા લાગ્યા. ગુન્હ કરનાર કોઈ પણ વ્યક્તિ પિતાના કાર્યમાં નિષ્ફળ જતાં થોડાક સમય માટે શાંતિ જાળવી રાખે છે. તે શાંતિના સમયમાં જે પિતાના મન પર કાબૂ ગૂમાવે અગર કેઈથી ભેળવાય તો ગુન્હેગારોને ગુન્હ ઉઘાડે પડી જતાં વાર લાગતી નથી.
રાજનીતિમાં કુશળ બનેલા રાજાને આવાં કેટલાંય દ્રષ્ટાંત યાદ હતાં. રાજકુટુંબમાં પરાપૂર્વથી ચાલી આવતી રાજખટપટેથી ચેતતા રહેવાની વારંવાર સૂચના કરનાર મહાઅમાત્ય શાળના શબ્દો રાજાને યાદ આવવા લાગ્યા. રાજા રામચંદ્રજીના સમયમાં પણ રાજખટપટો હતી. કૌરવો અને પાંડવોના યુદ્ધમાં પણ રાજખટપટને અંશ હતો. દેવ અને દાનવોના મંથનમાં પણ ખટપટ ચાલુ જ હતી. ઇંદ્રના ડોલતા સિંહાસનને સ્થિર કરવા માટે પણ ખટપટની જ જરૂર પડતી. ખટ