________________
મહામંત્રી શકટાળ છે. તે બોલ્યો :
પંડિતજી! તમે થોડી વાર વિશ્રાંતિ . હું મહારાજાને મળી આવું. તે બહાને રાજમહેલમાં પણ નજર નંખાશે. પદ્માવતીને પણ સુવાને વખમ થયો છે. તે પણ વિશ્રાંતિ ત્યે તે ઠીક. આજની ચર્ચા વિષે તમે બંને પણ વિચાર કરી જજે.” આટલું કહીને વિજય ઉ. પદ્માવતી તેમજ વરરૂચિ કાંઈ જ બોલ્યો નહિ. વિજયે વરરૂચિ પ્રત્યે એક વક્ર દષ્ટિ ફેંકી ચાલવા માંડ્યું.
તેના ગયા પછી વરરૂચિ ઉઠયા, તેમણે મકાનનું મુખ્ય દ્વાર બંધ કર્યું. પાછા આવી પદ્માવતીની નજીક બેસતાં, તેને હાથ પિતાના હાથમાં લઈ બેલ્યા? “પદ્મા! આમાં તું કાંઈ સમજે છે ?”
“હા, ઘણું જન્મ પદ્માવતી બોલી.
“મને વિજયદેવ પર શક છે.”
“મારી પણ તે જ માન્યતા છે. જતાં જતાં તેની નજર શું કહેતી ગઈ?”
એ જ કે, પંડિત વરરૂચિ ગુન્હેગાર છે. પંડિતજી! મારે તમને ઘણું કહેવું છે, પણ કહી શકતી નથી.”
“પદ્મા!વરરૂચિ બોલ્યા: “તારે જે કાંઈ કહેવું હોય, તે વિના સંકોચે કહે. તારા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. મારી પાસે પુષ્કળ લક્ષ્મી છે, છતાં મહાઅમાત્યનું પદ શા માટે ઈચ્છું છું?”
“ફક્ત મારી મનવાંછના પૂર્ણ ખાતર. આજ સુધી