________________
૧૫૦
મહામત્રી શકઢાળ
વૈભવમાં રભા, જેને પેાતાના હૃદયની દેવી માની, તે જ ગા દે ?. શકય. અનેક રાણીઓમાંથી જેની મેં પસંદગી કરી છે, તે યાગ્ય જ છે. મહાઅમાત્ય અને તે, મળે ગયાં હોય, તે શક્ય છે, પણ મારા વિરૂદ્ધ નહિ, મહાઅમાત્ય પર તેને પક્ષપાત શુદ્ધ જ છે. ફક્ત સ્ત્રી હ્રદય અને હૃદયની કામળતા જ ઉંડી લાગણીના ભાસ કરાવે છે. રાણીની મુદ્ધિ પ્રસ`શનીય છે. તેણે દર્શાવેલા પ્રત્યેક વિચાર વિચાર કરવા જેવા છે. મહાઅમાત્ય માટે મારે ધણું વિચારવું પડશે. આજ સુધીની મારી કારકીર્દિની મહત્તા મહાઅમાત્યની બુદ્ધિને આભારી છે.’
કેટલાક સમય વિચાર કર્યાં પછી મહારાજાએ કહ્યું : “દેવી ! મહાઅમાત્યના માટે મારે ખૂબ વિચાર કરવા પડશે. કલ્પક જેવા મહાઅમાત્યના વશજને વિચાર કર્યાં વિના ન્યાય આપવા, તે કેવળ અન્યાય જ છે.”
<<
પ્રભુ ! મને ખાત્રી છે, કે આપ અવિચારી પગલું નહિ જ ભરા.” ઘેાડી વાર થભી મહારાણીએ આગળ કહેવા માંડયું :
મહારાજ ! મહાઅમાત્ય વિષે આપ શાંતિથી વિચાર કરજો. તેની હમણાં કઈ ઉતાવળ નથી. ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો, કે કપટીઓને અનેક બહાનાં મળે છે, પણ નિર્દેષને એય બહાનું જડી આવતું નથી.”
t
મહારાણીએ જોયું, કે હવે આગળ ખેલવું નિરર્થક છે. મુદ્ધિશાળી મનુષ્યને થયું કહેવામાં જે મીઠાશ રહે છે, તે મીઠાશ વધારે કહેવામાં રહેતી નથી.
તેમણે એક દાસીને મેલાવીને દૂધના કટારા લાવવાની આજ્ઞા કરી, અને પે।તે મહારાજાને પવન નાખવા લાગ્યા.