________________
મૂશ્કેરાટ બંધાયાં
૧૬૯
પદ્મા પણ તેની સાથે ઉઠીને ઉભી થઈ.
યોગ્ય રીતે વિદાય લઈ પડ્યા જે રસ્તેથી આવી હતી, તે રસ્તા તરફ રવાના થઈ. મકાનથી થોડે દૂર જઈ તેણે આજુબાજુ દ્રષ્ટિ ફેરવી જોઈ. તેની દ્રષ્ટિએ કોઈ પણ ન પડતાં, એક વિશાળ વૃક્ષના થડ પાસે તે ગઈ.
સાધારણપણે અંધકારને અમલ થઈ ચૂક્યો હતો. તેણે ઝાડના થડના પિલાણમાંથી પિતાનાં સાધ્વી વેશનાં કપડાં બહાર કાયાં.
તે જ્યારે જ્યારે તેની શેઠાણીને મળવા આવતી, ત્યારે ત્યારે આ જ જગ્યાએ પોતાનાં કપડાં બદલતી. વેશ પરિવર્તન માટે આ જગ્યા તેને એનુકુળ હતી.
તેણે સાધારણ સંસારી પરિધાનનાં કપડાંને સ્થાને સાધ્વીવેશનાં કપડાં પરિધાન ક્ય. એક હાથમાં કમંડલ અને બીજા બીજા હાથમાં માળા લઈ તેણે પોતાના નાનકડા મકાન તરફ જવા માંડ્યું.
જતાં જતાં તેના હૃદયસાગરમાં અનેક જાતના વિચાર તરંગોની છોળો ઉડી રહી હતી. “વિજય વાટ જોઈને બેઠો હશે! વરરૂચિને બે દિવસથી ખાનગી મુલાકાત આપી નથી, તેથી તે શું ધારતું હશે ? બિચારા કિસન અત્યારે કયાં વિચરતો હશે? શેઠાણ પિતાના પ્રેમ યાચક પાસે નમ્રતાથી હાથ જેડીને બેઠી હશે! મહાઅમાત્યને પિતાના પર ઝઝુમી રહેલી કારમી તલવારની ખબર પણ નહિ હોય ! પંડિત ચાણક્ય અત્યારે કેવાં યે કારસ્થાન રચતા હશે! રાજકુટુંબ અત્યારે વૈભવ વિલાસમાં સર્વ દુઃખને વિસારે પાડી, સુખાનંદમાં મળ્યુલ બન્યું હશે !”