________________
૧૭૮
મહામંત્રી શકટાળ
અત્રુટ પ્રયત્ન તેમને સંમતિ મળે, અને તે આવે, તે પણ કેસ્યા દેવીના આગમનની ઈચ્છા તો આકાશ કુસુમવત જ ગણાય! છતાં, હું મારી બંધુ ફરજ બજાવવા નહિ ચૂક”
બેટા ! આ તે તમારી કલ્પના છે. લક્ષ્મીવતી કહેવા લાગ્યાં. “કલ્પના ખરી જ પડે તેમ ન માની શકાય. કોઈ કઈ વખતે મહાન કવિઓની કલ્પના પણ બેટી પડે છે. તમે હજી સ્ત્રીઓનું હૃદય જાણતા નથી. કેઈ પણ ભાભી દિયરનાં લગ્નમાં જવાને લલચાયા વિના રહેતી નથી. ગમે તેમ, તે પણ તે એક સ્ત્રી છે. લગ્ન પ્રસંગ કરતાં બીજો કોઈ પણ પ્રસંગ, સ્ત્રીઓને માટે મેટે હેઈ શકતું નથી. તે એક સ્ત્રી હોવા ઉપરાંત, તમારાં ભાભીને સ્થાને છે. દિયરના લગ્નમાં ભાગ લેવાને તે નહિ ચૂકે. બંનેમાંથી કેઈપણુ, તમારી અવહેલના કરવાની હિંમત નહિ કરે. એક વખત તમે પ્રયત્ન કરી જુઓ.”
“માતાજી ! તેમને આમંત્રણ આપવા જવાની મારી બિલ ન નથી.” શ્રીયકજીએ કહેવા માંડ્યું: “મારાં ભાઈ ભાભીની હાજરી, મારા મનને વધુ આનંદિત બનાવશે માતાજી ! આપ બિસ્કુલ ચિના કરશે નહિ. હું મારાથી બનતું કરીશ. વડિલ બંધુની અવહેલના પણ કયા સદ્દભાગી કનિષ્ટ બંધુના નશીબે હાય ! માતાજી! હું હમણાં જ જાઉં છું.” કહી શ્રીયકછ ઉઠીને ઉભા થયા. લક્ષ્માવતી પણ પુત્રીની સાથે ઉઠ્યાં.
બંને મુખ્ય દ્વાર સુધી સાથે સાથે ગયાં. વડિલ બંધુને આમંત્રણ આપવા જતા પુત્રને માતાએ પ્રેમથી કહ્યું :
“બેટા! યશસ્વી યશસ્વી બનીને આવજે.” “પુત્રએ નેત્ર સંકેતથી જ “હા ભણી ચાલવા માંડ્યું.