________________
આમંત્રણને સ્વીકાર
૧૮૫ પ્રાણીનું અહિત ઈ છે જ નહિ.
હું બધા પરમાત્માને એક જ દ્રષ્ટિએ જોઉં છું. જે મારી નજર યોગ્ય ગણાતી હોય, તે મેં જણાવેલા આકર્ષણને અનુભવ પરમાત્માએ પણ મેળવેલ છે. શ્રી શંકર ભીલડીમાં મેહ્યા હતા. ભીલડીનું રૂપ તેમના હૃદયને આકર્ષવાને સમર્થ બન્યું હતું. તે સૌંદર્યવાન સ્ત્રીને ભીલડી માનવા છતાં, તેમણે તેને પિતાના અંતરમાં સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે પાર્વતીએ પિતાનું રૂપ પ્રકટ કર્યું, ત્યારે જ તે જાણું શક્યા, કે પિતે ઠગાયા છે. તે વખતે પાર્વતી દેવીએ તેમને “ભોળા શંકર'ની ઉપમા આપી. જે પ્રત્યક્ષ પરમાત્માએ પણ આકર્ષણના ધ્યનિને સ્વીકાર્યો હતો, તે મારા જેવા એક પામર માનવીને તે સ્વીકારવામાં બાધ પણ શો હોઈ શકે ?
શ્રીયક! હું ભેળે નથી. મૂખ પણ નથી. તું અગર પિતાજી, મને મળવા, શા માટે નથી આવતા, તે હું સારી પિઠે સમજી શકું છું. તમને દુનિયાનો ડર છે. કલા તમને મુંઝવી રહી છે. પુત્રવાત્સલ્ય કરતાં પિતાને કલજજાએ વધારે આકર્ષ્યા છે. બંધુ પ્રેમ કરતાં કવાયકાને તે શ્રેષ્ઠ માની છે. બહેને અને માતાજી, સ્ત્રી જાત છે. તેમની ઈચ્છા હોવા છતાં પણ તે ન જ આવી શકે. શ્રીયક! સાચે સાચું કહે, તું અને પિતાજી મને મળવા આતુર હોવા છતાં આ જ કારણવશાત આવી શકતા નહતા ખરું ને?”
–આ પ્રશ્નએ શ્રીયકજીને મૂંઝવ્યા. શું બેલવું, તે તેમને સૂઝયું નહિ.
છૂપાવવાની કે જુઠું બોલવાની જરૂર નથી. આ તો જગતને નિયમ છે. હું બધું ય સમજું છું. ફક્ત મારે તારા મેંટેથી જ સાંભળવું જ છે.” શ્રી કચ્છની મુંઝવણ પારખી છુ.