________________
પ્રકરણ ૨૯ મુ
કુટુંબના રક્ષણની તૈયારી
મહાઆમાત્ય શકટાળના જીવ કેટલાક દિવસથી ચિંતામય રહેતા હતા. શ્રીયકજીનું લગ્નનિર્વિઘ્ને પાર પડી ગયું હતું. તે લગ્ન પ્રસંગે મહારાજાએ હાજરી આપી નહેતી, તેમાં પિતાપુત્રને કાંઇ પણ હેતુ સમાયલા હોય તેમ લાગતું હતું.
તેનાં મન ઉદ્વિગ્ન રહેતાં હતાં. મહાઆત્યએ રાજાના પહેરેગીરને પૂછી જોયું હતું. જે વખતે મહારાજા ।તેજ ખખડતા હતા, તેમાંના કેટલાક શબ્દો તે ખંડના દ્વારપાળે સાંભળ્યા હતા. જે શબ્દો દ્વારપાળે સભળ્યા હતા, તે શબ્દો તેણે વિનાસ કાચે મહઅમાત્યને કરી સંભળાવ્યા હતા.
મહારાજાનાં કપડાંને દીવીની યાતે સ્પર્શ કર્યાં, ત્યારે તે ત્યાં પહેરશ ભરતા હતા. મહારાજાને બચાવવા પણ તે જ પહેલા ગયા હતા.