________________
કુટુંબના રક્ષણની તૈયારી
રર૩ છે. બોલ, બેટા! મારી આજ્ઞા પાળીશ?
“પિતાજી! પિતાની આજ્ઞાને અમલ કરવાની પુત્રની ફરજ છે, પણ તે આવી આજ્ઞા? આવી ફરજ ? પિતાજી! મારી પાસે પિતુ હત્યા કરાવવી છે?”
નહિ, પિતુ હત્યા નહિ, પણ પિતાની આજ્ઞાનું પાલન, સ્વકર્તવ્યનું વચન આપે તો હું આજ્ઞા કરું.”
શ્રીયકજી કંઈ પણ બોલી શક્યા નહિ. જવાબ પણ છે આપવો ? પિતાની આજ્ઞા ઉથાપાય નહિ અને પિતૃ હત્યા પણ થાય નહિ. આ મૂંઝવણને ઉકેલ પણ કેવી રીતે લાવવો? આખરે કંટાળી શાળ બોલ્યા:
બેટા! આમાં વિચાર કરવાનું છે જ નહિ. “હા' જ કહેવાની છે. જે તું ‘હા’ કહી શકતા ન હોય, તે હું તને “હા” કહેવાની ફરજ પાડું છું.”
“પણ, પિતાજી!” “પણ, બણ, કંઈ નહિ. શ્રીયક! “હા” કહેવી જ પડશે.” કેટલેક વિચાર કરી શ્રીયકજીએ શાળને ઉદેશી કહ્યું :
“પિતાજી! આપની ઈચ્છાને હું માન્ય રાખું છું. આપની આજ્ઞા હું શિર પર ચઢાવું છું.”
“ઘન્ય છે, બેટા ! પુત્ર ફરજનું તેં આજે સાર્થક કર્યું. આખા કુટુંબને પાયમાલીમાંથી બચાવી લીધું.”
પિતા પુત્રની આંખમાં ઝળઝળીયાં ભરાઈ આવ્યાં હતાં. શ્રીયકનાં દુઃખનો પાર નહોતે. કેટલેક વખત ભી તેમણે શકાળને પૂછ્યું :
“પિતાજી! આપે મને આજ્ઞા કરી, પણ મારે શું કરવાનું